રાજકોટમાંથી પકડાયા 25 બંગાળી: કરાવવાનાં હતા આ કાળુ કામ

બંગાળથી બાળકોને લાવીને તેમને વિવિધ સ્થળો પર મજૂરીનાં કામમાં જોતરવામાં આવતા હતા

Updated By: Mar 29, 2018, 12:35 PM IST
રાજકોટમાંથી પકડાયા 25 બંગાળી: કરાવવાનાં હતા આ કાળુ કામ

અમદાવાદ : જૂનાગઢની બાલા કલ્યાણ સમિતિ અને રેલવે પોલીસની સમયસુચકતાથી 25 જેટલા બંગાળી બાલમજૂરોને છોડાવી લેવામાં આવ્યા છે. અને  ફૂલ જેવા માસુમ બાળકો પાસે કાળી મજૂરી કરાવનારા રાજકોટના શખ્સને પણ પોલીસે પકડીને જેલ હવાલે કરી દીધો છે.  સમગ્ર ઘટનાની વાત કરીએ તો રાજકોટમાં બાળમજુરીની ચુંગાલમાં ફસાયેલા 2 બાળકો ત્યાંથી ભાગવામાં સફળ થયા હતા.  જે બાદ આ બાળકો ટ્રેનમાં બેસીને જૂનાગઢ પહોંચી ગયા હતા.  જ્યાં રેલવે સ્ટેશન પર પોલીસને શંકાસ્પદ બાળકો નજરમાં આવતા બાળકોની પુછપરછ કરી હતી.  ત્યારે પુછપરછમાં રાજકોટમાં ચાલતા આ સમગ્ર કૌભાંડનો પર્દાફાસ થયો હતો.  જેમાં રાજકોટના રામનાથ પરા વિસ્તારમાં બંગાળથી લવાયેલા અસંખ્ય માસુમો ને ઈમીટેશન જ્વેલરીના કામમાં સિંકદર નામના શખ્સે ગોંધી રાખ્યા હતા  પરંતુ આ બે માસુમો ખુલ્લા બારણાનો લાભ લઈ આ નર્કાગાર માંથી નાસી છુટ્યા હતા. અને ત્યારબાદ માસૂમોને છોડાવવા જૂનાગઢ ચિલ્ડ્રન હોમ, પોલીસ, રેલ્વે પોલીસે મહત્વની ભુમિકા ભજવી હતી. 

આ સંસ્થા હવે માસુમ બાળકોને તેના પશ્ચિમ બંગાળમાં તેમના પરિવાર ને સોપવા માટે કાર્યવાહી કરી રહ્યાં છે 
રાજકોટના એક વિસ્તારમાં નર્કાગાર સમાન જગ્યામાં ઈમીટેશન ના કામમાં બાળમજુરી કરનાર 25 માસુમોની જીંદગીને આબાદ બચાવી છે. આ બે બાળકો રાત્રીના સમયે લાગ જોઈ ટ્રેનમાં ચડી ગયા હતા. જે ટ્રેન જૂનાગઢ પહોંચતા બે અજાણ્યા શંકાસ્પદ બાળકો રેલ્વે પોલીસના નજરમાં આવતા માસુમોની પુરપરછ કરતા રાજકોટ સુધીનું પગેરૂ મળતા સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો. રાજકોટના રામનાથ પરા વિસ્તારમાં બંગાળથી લવાયેલા અસંખ્ય માસુમો ને ઈમીટેશન જ્વેલરીના કામમાં સિંકદર નામના શખ્સે ગોંધી રાખ્યા હતા  પરંતુ આ બે માસુમો ખુલ્લા બારણાનો લાભ લઈ આ નર્કાગાર માંથી નાસી છુટ્યા હતા. અને ત્યારબાદ માસૂમોને છોડાવવા જૂનાગઢ ચિલ્ડ્રન હોમ, પોલીસ, રેલ્વે પોલીસે મહત્વની ભુમિકા ભજવી હતી. 

બે બાળકો ના આધારે જૂનાગઢ ચિલ્ડ્રન હોમ અને રેલ્વે પોલીસે રાજકોટમાં સિકદંરનામના શખ્સના બાનમાં રહેેલા અન્ય બાળકોને છોડાવવાનો નિશ્ચય કર્યો હતો. જેથી જૂનાગઢના રેલ્વે પોલીસમાં ફરજ બજાવતા પરેશ વરૂ અને દિનેશ કાથડ એ રાજકોટ પહોંચી બાળમજુરીના ધંધાનો પર્દાફાશ કર્યો હતો.તેમજ ચિલ્ડ્રન હોમની ટીમના રમીલાબેન, આરતીબેન, સ્મૃતિબેન વગેરે એ સતત સંપર્કમાં રહી આ માસુમનો ને છોડાવવામાં મહત્વની ભુમિકા ભજવી હતી. રાજકોટથી ભાગેલા 2 માસુમોએ આપેલી માહીતી પ્રમાણે વધુ 25 બાળકોને આ બાળમજુરીના નર્કાગારમાંથી છોડાવાયા છે. જેને રાજકોટના ચિલ્ડ્રન હોમમાં હાલ દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. સિકંદર નામના શખ્સની અટકાયત કરી રાજકોટ પોલીસને સોંપી દેવામાં આવ્યો છે. આ માસુમોને તેમના માતા પિતા દ્વારા જ આ નર્કાગારમાં ધકેલી દેવામાં આવી રહ્યાં હોવાની વાત બાળકોએ જણાવી હતી તેમ છતાં ચિલ્ડ્રન હોમની ટીમ દ્વારા તમામ બાળકોને તેમના વાલીઓને સોંપવા માટે પશ્ચિમ બંગાળ માં સંપર્ક કરી રહ્યા છે.