દીવમાં સોશિયલ ડિસ્ટન્સનાં ધજાગરા, સેન્ટપોલ ચર્ચમાં સેંકડો લોકો ઉમટી પડ્યાં

આજે શુક્રવારે રાત્રે ક્રિસમસની કેન્દ્ર શાસિત પ્રદેશની દીવમાં ઉજવણી થાય છે. આ ઉજવણીમાં મોટા પ્રમાણમાં રંગારંગ કાર્યક્રમો પણ રાખવામાં આવતા હોય છે. જો કે કોરોનાને કારણે આ વખતે કોઇ કાર્યક્રમો રખાયા નથી. પરંતુ ઐતિહાસિક સેન્ટપોલ ચર્ચ ખાતે ક્રિસમસની ઉજવણીમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં હતા. જેમાં મોટા પ્રમાણમાં લોકો ઉમટી પડ્યાં હતા. ઉજવણીના ઉન્માદમાં લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ પણ ઉમટી પડ્યાં હતા. કોરોનાની ગાઇડલાઇનનાં ધજાગરા ઉડ્યાં હતા. 
દીવમાં સોશિયલ ડિસ્ટન્સનાં ધજાગરા, સેન્ટપોલ ચર્ચમાં સેંકડો લોકો ઉમટી પડ્યાં

દીવ: આજે શુક્રવારે રાત્રે ક્રિસમસની કેન્દ્ર શાસિત પ્રદેશની દીવમાં ઉજવણી થાય છે. આ ઉજવણીમાં મોટા પ્રમાણમાં રંગારંગ કાર્યક્રમો પણ રાખવામાં આવતા હોય છે. જો કે કોરોનાને કારણે આ વખતે કોઇ કાર્યક્રમો રખાયા નથી. પરંતુ ઐતિહાસિક સેન્ટપોલ ચર્ચ ખાતે ક્રિસમસની ઉજવણીમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં હતા. જેમાં મોટા પ્રમાણમાં લોકો ઉમટી પડ્યાં હતા. ઉજવણીના ઉન્માદમાં લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ પણ ઉમટી પડ્યાં હતા. કોરોનાની ગાઇડલાઇનનાં ધજાગરા ઉડ્યાં હતા. 

દીવની ઐતિહાસિક સેન્ટપોલ ચર્ચમાં ક્રિસમસની ઉજવણી દરમિયાન લોકોની ભીડ ઉમટી પડી હતી. કોઇ પણ પ્રકારનાં સોશિયલ ડિસ્ટન્સ વગર લોકો અડોઅડ ઉભા રહ્યા હતા. કેટલાકે લોકો તો માસ્ક પણ પહેર્યા નહોતા. સમગ્ર દેશમાં કોરોનાને કારણે ઉત્સવ અને તહેવારો ઉજવવા અંગે પણ સ્વૈચ્છિક પ્રતિબંધ લગાવાયો છે. બીજી તરફ ગુજરાતને અડીને આવેલા કેન્દ્રશાસિત પ્રદેશ પર ગુજરાતીઓ દ્વારા નિયમોનાં ધજાગરા ઉડાવ્યા હતા. દીવ તંત્ર પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવામાં નિષ્ફળ રહી હતી. 

પોલીસ પ્રશાસન રાષ્ટ્રપતિની સુરક્ષામાં વ્યસ્ત હોવાથી દીવ પ્રદેશનાં કોરોનાના નિયમોને નજર અંદાજ કરાયા હતા. હિંદુ સહિતનાં ઉમટેલા લોકો દર્શન કરવામાં કોરોનાને ખુલ્લુ આમંત્રણ આપી રહ્યા હતા. જો કે દીવ તંત્ર આ ઉજવણીમાં લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ કરાવવામાં નિષ્ફળ રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, દીવમાં રાષ્ટ્રપતિ પણ મહેમાન બન્યા હતા.તેવામાં સ્થાનિક પોલીસ મોટા પ્રમાણમાં તેમના બંદોબસ્તમાં વ્યસ્ત હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news