વિદેશમાં રહેતા પતિએ વલસાડમાં રહેતી પત્નીને વોટ્સએપ પર આપ્યો ‘તલાક’

ગુજરાતમાં વલસાડના ઉમરગામ પાસે ત્રિપલ તલાકનો કિસ્સો સામે આવ્યો છે. વિદેશ રહેતા પતિએ તેની પત્નીને વોટ્સએપ પર તલાક આપ્યા છે. આ ઘટના ઉમરગામ પાસે આવેલા સંજાણા ગામની છે. આ અંગે ફહીમ કાલીયા નામની મહિલાએ તેના પતિ વિરૂદ્ધ ઉમરગામ પોલીસ સ્ટેશનમાં પતિ વિરુધ્ધ ફરિયાદ કરીને ન્યાયની માગણી કરી છે.

Updated By: Jun 17, 2019, 04:55 PM IST
વિદેશમાં રહેતા પતિએ વલસાડમાં રહેતી પત્નીને વોટ્સએપ પર આપ્યો ‘તલાક’

જય પટેલ/વલસાડ: ગુજરાતમાં વલસાડના ઉમરગામ પાસે ત્રિપલ તલાકનો કિસ્સો સામે આવ્યો છે. વિદેશ રહેતા પતિએ તેની પત્નીને વોટ્સએપ પર તલાક આપ્યા છે. આ ઘટના ઉમરગામ પાસે આવેલા સંજાણા ગામની છે. આ અંગે ફહીમ કાલીયા નામની મહિલાએ તેના પતિ વિરૂદ્ધ ઉમરગામ પોલીસ સ્ટેશનમાં પતિ વિરુધ્ધ ફરિયાદ કરીને ન્યાયની માગણી કરી છે. 

વોટ્સએપ પર તલાક આપતા એક સંતાનની માતાએ તેના પતિ વિરૂદ્ધ આરોપ લગાવ્યા હતા. પત્નીએ તેના પતિ પર આરોપ લગાવ્યો છે, કે નિસંતાન નણંદને પોતાની કૂખે જન્મેલો બાળક દત્તક આપવાની માગ સાસરિયા પક્ષ દ્વારા કરવામાં આવતી હતી. અને તે બાબતને લઇને અનેક વાર સાસરિયા પક્ષ દ્વારા મહિલાને શારિરીક અને માનસિક ત્રાસ પણ આપવામાં આવાતો હતો.

વાયુ વાવાઝોડાના અપડેટ : રાજ્યમાં NDRF 24 ટીમ તૈનાત, અનેક બંદરે 3 નંબરનું સિગ્નલ

જુઓ LIVE TV:-

પરણિત મહિલા દ્વારા આરોપી પતિ વિરૂદ્ધ ફરિયાદ કરીને તેને કડકમાં કડક સજા થાય તેવી માગ કરવામાં આવી છે. વોટ્સ એપ પર ત્રિપલ તલાકની ઘટના બનતા આ કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. પોલીસ દ્વારા પરણિત મહિલાની ફરિયાદ લઇને આરોપીને પતિને ઝડપી લેવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.