બનાસકાંઠા : કેનાલ પાસે બાઈક-ચંપલ-મોબાઈલ મૂકી પતિ-પત્નીએ મોતની છલાંગ લગાવી

બનાસકાંઠાની થરાદ પાસે આવેલી મુખ્ય નર્મદા નહેરમાં પતિ-પત્નીએ એક સાથે મોતની છલાંગ લગાવી છે. લોકોની નજર પડતા જ બંનેને બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ બંને મૃત્યુ પામ્યા હતા. 

Updated By: Jun 17, 2019, 02:41 PM IST
બનાસકાંઠા : કેનાલ પાસે બાઈક-ચંપલ-મોબાઈલ મૂકી પતિ-પત્નીએ મોતની છલાંગ લગાવી

અલ્કેશ રાવ/બનાસકાંઠા :બનાસકાંઠાની થરાદ પાસે આવેલી મુખ્ય નર્મદા નહેરમાં પતિ-પત્નીએ એક સાથે મોતની છલાંગ લગાવી છે. લોકોની નજર પડતા જ બંનેને બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ બંને મૃત્યુ પામ્યા હતા. 

પરત ફરી રહેલ ‘વાયુ’ વાવાઝોડું આજે કચ્છમાં ત્રાટકશે, ક્યાં અને કેવી રીતે? જાણો

પ્રાપ્ત માહિતી અનુસાર, વાવના માડકા ગામમાં રહેતા વિરમાભાઈ પટેલે પત્ની સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું હતું. વિરમાભાઈ પટેલ તેમની પત્ની સાથે થરાદ પાસે આવેલી મુખ્ય નર્મદા કેનાલ પાસે આવ્યા હતા. બંનેએ નહેરની બાજુમાં બાઇક, ચંપલ અને મોબાઈલ મૂક્યો હતો અને બાદમાં નહેરમાં ઝંપલાવ્યુ હતું. લોકોની નજર વસ્તુઓ પર જતા જ તેમણે તપાસ કરી હતી. સ્થાનિક તરવૈયાઓએ તેમના મૃતદેહોને નહેરમાંથી બહાર કાઢ્યા હતા. મૃતક પત-પત્નીના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જોકે, બંનેએ કયા કારણોસર આપઘાત કર્યો છે તે હજી માલૂમ પડ્યું નથી. બંનેની ઉંમર 22થી 25 વર્ષ  સુધીની હોવાનું સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું. 

Pics : છોટાઉદેપુરનો આ કિસ્સો વાંચી ST તંત્ર પર ગુસ્સો આવશે, અને મુસ્લિમ દંપતી પર પ્રેમ વરસાવશો

બંનેની ઉંમર 22થી 25 વર્ષ  સુધીની હોવાનું સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું. એકના એક પુત્રએ તેની પત્ની સાથે મોત વ્હાલુ કરી લેતા તેના માતાપિતા શોકમાં ગરકાવ થઈ ગયા હતા. બે વર્ષ પહેલા જ પુત્રના લગ્ન થયા હતા, ત્યારે બે વર્ષમાં એવુ શુ થયું કે તેણે પત્ની સાથે આત્મહત્યા કરી તે હજી જાણી શકાયું નથી. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :