)
Gujarat Politics : કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ થરાદ પોલીસ મથકે પોલીસના પટ્ટા ઉતારવાની વાતને લઈને લઈને રાજકારણ ગરમાયુ છે. પોલીસ પરિવારના આક્રોશ બાદ હવે જિગ્નેશ મેવાણીના સમર્થનમાં અનેક લોકો રસ્તા પર ઉતર્યા છે. પાટણ, વાવ અને થરાદમા મોટી સંખ્યામાં લોકોએ પોલીસ સ્ટેશનની બહાર મોરચો માંડ્યો હતો.
જીગ્નેશ મેવાણીના સમર્થમાં નીકળેલી રેલી થરાદ કલેક્ટર કચેરીએ પહોંચી છે. સાંસદ ગેનીબેન ઠાકોર, બનાસકાંઠા કોંગ્રેસ અધ્યક્ષ ગુલાબસિહ રાજપૂત સહિત કોંગ્રેસના નેતાઓ પણ રેલીમાં જોડાયા છે. થરાદ કલેક્ટર કચેરીમાં બેસીને દારૂ જુગાર અને હપ્તા બંધ કરાવવા સુત્રોચ્ચાર કરાયા.
વાવ-થરાદમાં લોકો ઉમટ્યા
વાવ-થરાદ જિલ્લાના થરાદ ખાતે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. જીગ્નેશ મેવાણીના સમર્થનમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં સાંસદ ગેનીબેન ઠાકોર અને બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ ગુલાબ સિંહ રાજપૂત હાજર રહ્યાં. જીગ્નેશ મેવાણીના સમર્થનમાં રેલી થરાદ ચાર રસ્તાથી કલેક્ટર કચેરી સુધી રેલી નીકળી હતી. જેમાં ડ્રગ્સ અને દારૂબંધીના મામલે આવેદનપત્ર આપ્યું.
પાટણમાં પણ સમર્થન રેલી
પાટણ જિલ્લામાં પણ વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને સમર્થન મળ્યું. પાટણ જિલ્લા કોંગ્રેસ અને દલિત અધિકાર મંચના આગેવાનો કાર્યકરોએ રેલી યોજીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. પોલીસ અધિકારીઓ સામે કરેલા નિવેદનના સમર્થનમાં પાટણ કોંગ્રેસે આવેદનપત્ર આપ્યું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘેમર દેસાઈ, ધારાસભ્ય કિરીટ પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યાં. જેમાં લિસ્ટ આપ્યા બાદ પણ પોલીસ કાર્યવાહી નહીં કરે તો જનતા રેડ કરવાની ચીમકી આપવામાં આવી.

કચ્છમાં જીગ્નેશ મેવાણીના દારૂ અને ડ્રગ્સ નાબૂદી માટે સમર્થનમાં રેલી બાદ આવેદન અપાયું. બે દિવસ અગાઉ ધારાસભ્ય એ પોલીસ વિરુદ્ધ ટિપ્પણીને લઈને જીગ્નેશ મેવાણીનો વિરોધ કરાઇ રહ્યો અને પોલીસ પરિવાર સાથેની રેલી કઢાઈ હતી. જેને લઈને મેવાણીના સમર્થકોએ રેલી કાઢી સૂત્રોચ્ચાર કર્યા. તેમણે કહ્યું કે, હવે દારૂ ડ્રગ્સના અડ્ડાઓ બંધ નહીં થાય તો હવે જનતા રેડ કરાશે. મેવાણીનું નિવેદન સમગ્ર પોલીસતંત્ર વિરુદ્ધનું નહોતું સરકાર દ્વારા ખોટું લોકોને ટોર્ચર કરીને રાજકીય રૂપ ઊભું કરાયું. કચ્છાં આજે જીગ્નેશ મેવાણીના સમર્થનમાં રેલી અને આવેદન પત્ર અપાયું.

કચ્છ જિલ્લામાં વધતા દારૂ-ડગ્સના અડ્ડાઓ પર તાત્કાલિક કાર્યવાહી તથા નશામુક્ત અભિયાનને રાજકીય દબાણથી ગેરમાર્ગે દોરવાના પ્રયાસોની તપાસ કરવા બાબત અને તેઓ વિરુદ્ધ યોગ્યસર ની કાર્યવાહી કરવા અંગે કલેક્ટર ને આવેદન પત્ર અપાયું. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને કોંગ્રેસ સાથે આજે કલેક્ટરને રૂબરૂ રજૂઆત પણ કરાઇ હતી.