)
Visavdar Byelection Result : ગુજરાતની રાજનીતિમાં વિસાવદર અને કડી બે બેઠકની પેટાચૂંટણીનું પરિણામ હવે ગણતરીના કલાકોમાં આવી જશે. જેમાં વિસાવદરનું પરિણામ નિર્ણાયક બની શકે તેમ છે. આ બેઠક પર આમ આદમી પાર્ટી ચૂંટણી પહેલા પોતાના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને બોલકા, આક્રમક ગણાતા યુવા નેતા ગોપાલ ઈટાલિયાની ઉમેદવારી જાહેર કરી. ત્યારથી જ આ બેઠક માટે એડીચોટીનું જોર અજમાવશે તેવા અંદેશ મળ્યા હતા. ગત સામાન્ય ચૂંટણીમાં આ બેઠક આપે જીતી હતી. પરંતું તેના ચૂંટાયેલા ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પક્ષપલટો કરી ભાજપમાં જોડાયા, આ માટે પેટાચૂંટણી આવી. પરંતુ આમ આદમી પાર્ટી જીતવા માટે દૃઢ નિશ્ચય હોય તેવું સમગ્ર ચૂંટણી પ્રચારમાં વર્તાયું.
સામા પક્ષે ભાદજપે બે મોટા દાવેદાર હર્ષદ રીબડિયા અને ભૂપત ભાયાણીને પડતા મૂકીને પૂર્વ જિલ્લા પ્રમુખ કિરીટ પટેલને તક આપી, તેથી આ ચૂંટણી જંગ વધુ રસાકસી ભર્યો બની રહ્યો. સમાંતરે કોંગ્રેસ અને આપ વચ્ચેનું તકલાદી જોડાણ તૂટી ગયું. બાકી કોંગ્રેસ પણ ઉમેદવાર ઉભો રાખ્યો. આ ત્રિપાંખિયો બનેલા જંગમાં ભાજપ અને આપ માટે કપરા ચઢાણ વર્તાતા હતા. ભાજપ માટે ઈકો સેન્સીટીવ ઝોન, ખાતર પરની સબસીડી સહિતના મુદ્દાઓ વિરોધી વાતાવરણ સર્જનારા હતા. સામા પક્ષે તેમના ગોપાલ માટે તેમના અગઝરતા નિવેદનો ફરીથી ચલણી બનતા તેમની સામે વિરુધો વાતાવરણ ઉભુ થુયં હતું. છતાં બંને પક્ષોએ પોતાની પૂરી તાકાત લગાવી, કારણ કે, આ પરિણામો લાંબા ગાળે ગુજરાતની રાજનિતીમાં અસરકારક બને તેવી પૂરતી શક્યતા છે.
ગોપાલ ઈટાલિયા જીતે તો શું?
ગોપાલ ઈટાલિયાએ આ ચૂંટણીમાં પૂરતી આક્રમતા દર્શાવી અને ઉમેદવારી જાહેર થઈ ત્યારથી વિસાવદરમાં ધામા નાંખી દીધા. આક્રમક યુવા નેતા તરીકેની છબીને કારણે તેમને બહુ ઝડપથી આવકાર પણ મળ્યો, અને સ્થાનિક સંગઠને શરૂઆતના કચવાતા તેમની ઉમેદવારી સ્વીકારી લીધી. તેથી આપમાથી સ્થાનિક સ્તરે ગંભીર પ્રકારની અથવા તો નડે નહિ તેવી બળવાખોરી થઈ જ નહિ. જે તેમના પક્ષમાં ગણાય.
ગોપાલ ઈટાલિયા જો જીતશે તો ગુજરાત વિધાનસભાને ભલે થોડા સમય માટે પરંતું તેજતર્રાર તથા સવાલો કરનાર ધારાસભ્ય વિપક્ષમાં મળશે એ નિશ્ચિત છે. વર્તમાન વિધાનસભામાં આ ભૂમિકામાત્ર જિજ્ઞેશ મેવાણી જ નિભાવતા હોવાનું ચિત્ર છે, ત્યારે ગોપાલ ઈટાલિયા પણ ભાજપ શાસિત સરકાર સામે એક અવાજ બનીને ઉભરશે. તેમજ આવનારી ચૂંટણીમાં 2027 ની સામાન્ય ચૂંટણીમાં ભાજપ વિરોધી વાતવારણ ઘડવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે.
એ જ રીતે ગોપાલ ઈટાલિયાની જીત બાદ આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન સર્જાય, તો પણ 2027 ની ચૂંટણીમાં તે ભાજપ માટે કફોડી સ્થિતિ સર્જી શકે છે. કારણ કે, 2022 માં આપને કારણે કોંગ્રેસનું અણધાર્યું ધોવાણ થયું, અને ભાજપને રેકોર્ડબ્રેક બેઠકો મળી શકી. એ બંને પક્ષો જો વાતાવરણ હકારાત્મક બનાવીને સાથે જોડાય તો ભાજપ માટે ચોક્કસ આકરું બની રહે. એ જોતા ગોપાલ ઈટાલિયા જીતે તો ભાજપ માટે પડકારનો સંકેત મનાશે.
ગોપાલ ઈટાલિયા હારે તો શું?
તો ગોપાલ ઈટાલિયાના પક્ષે રાજનીતિમાં હવે આગળ વધવાના વિકલ્પો બહુ જ ઓછા થઈ ગણેલા જણાશે. અગાઉ તેઓ કતારગામ બેઠક પરથી પણ ચૂંટણી હારી ચૂક્યા છે. એ બેઠક અને વિસાવદર પાટીદાર પ્રભાવક વિસ્તાર હોવા છતાં જો બંને બેઠકો પર ઈટાલિયાનો પરાજય થાય તો એમના નેતૃત્વ સામે ચોક્કસપણે આંગળી ચીંધાઈ શકે છે. દર વખતે તેમની સામે વિરોધીઓ જૂના નિવેદનોનું શસ્ત્ર વાપરે છે, તે શસ્ત્રને કારણે ગોપાલ ઈટાલિયાની રાજકીય કારકિર્દી પર પણ પ્રશ્નાર્થ ઉભો થઈ શકે છે.
આમ આદમી પાર્ટી જે તાકાતથી ગુરાતમાં ફરીથી બેઠી થવાના પ્રયાસો કરે છે, તે પ્રયાસોને પણ ગોપાલ ઈટાલિયા હારે તો ભારે મોટી પછડાટ મળી શકે છે. એની સામે કોંગ્રેસ માટે એટલો આશાવાદ ઉભો રહી શકે કે, આમ આદમી પાર્ટીનો પ્રભાવ ઘટે તો મુખ્ય વિપક્ષ તરીકે કોંગ્રેસ હજી પણ ચિત્રમાં હોવાનું માની શકે છે.
ભાજપ માટે ગોપાલ ઈટાલિયા જો હારે તો તેનાથી રુંડા સમાચાર આ વર્ષના એકપણ નહિ હોય. વિસાવદર બેઠક લાંબા સમયથી ભાજપને મળી નથી અને હાલ કપરા ચઢાણ, અને મજબૂત ઉમેદવાર છતાં પણ જો ભાજપ ઉમેદવાર જીતે છે તો ભાજપે 2027 માટે ચોક્કસપણે હાશકારો લેવાનો સમય ગણાશે.