સીંચાઇનું પાણી નહીં અપાય તો વેરાવળના ખેડૂતો ઉગ્ર આંદોલનના મુડમાં

વેરાવળ નજીકના હીરણ-2 ડેમમાંથી સિંચાઇ માટે પાણી મેળવવા ડેમના કમાન્ડ એરીયાના 23 ગામોના ખેડુતો આજીજી કરી રહ્યા છે. તો બીજી તરફ વિભાગ દ્વારા ઉદ્યોગોને પાણી કાપમાંથી મુકતી આપતા ખેડૂતો રોષે ભરાયેલ છે

Updated By: Jul 18, 2019, 02:46 PM IST
સીંચાઇનું પાણી નહીં અપાય તો વેરાવળના ખેડૂતો ઉગ્ર આંદોલનના મુડમાં

હેમલ ભટ્ટ, ગીર સોમનાથ: વેરાવળ નજીકના હીરણ-2 ડેમમાંથી સિંચાઇ માટે પાણી મેળવવા ડેમના કમાન્ડ એરીયાના 23 ગામોના ખેડુતો આજીજી કરી રહ્યા છે. તો બીજી તરફ વિભાગ દ્વારા ઉદ્યોગોને પાણી કાપમાંથી મુકતી આપતા ખેડૂતો રોષે ભરાયેલ છે. જો ખેડૂતોને સીંચાઇનુ પાણી નહીં અપાય તો ખેડૂતો ઉગ્ર આંદોલનના મુડમાં.

વધુમાં વાંચો:- કોંગ્રેસ લોમડી જેવી છે, તેમના વિખવાદ અને નેતાઓનાં લીધે હારી: ધવલસિંહ ઝાલા

ગીર સોમનાથ જીલ્લાનો સૌથી મોટો અને આઠ જેટલી સંસ્થાઓ જેમાંથી પાણી ઉપાડે છે તેવા ઉમરેઠી ગામે આવેલ હીરણ-2 ડેમમાં ખેડૂતોને સીંચાઇ માટે પાણી મેળવવા માંગ કરી છે. તો બીજી તરફ સીંચાઇ વિભાગ દ્વારા આ ડેમમાંથી પાણી ઉઠાવતા ઇન્ડીયન રેયોન અને જી.એચ.સી.એલ કંપની પર મુકવામાં આવેલ પાણી કાપ ઉઠાવી લેતા વિવાદ સર્જાયો છે.

વધુમાં વાંચો:- અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ 102 શાળાઓને નોટીસ ફટકારી, જાણો કેમ...

ડેમના કમાન્ડ એરીયામાં આવતા વેરાવળ અને તાલાલા તાલુકાના 23 ગામોના ખેડૂતોનું કહેવુ છે કે, જો સીંચાઇ વિભાગ ઉદ્યોગોનો પાણી કાપ ઉઠાવી શકે તો ખેડૂતોને સિંચાઇનું પાણી કેમ ન આપે. વાયુ વાવાઝોડામાં વરસેલ વરસાદમાં આ વિસ્તારમાં ખેડૂતોએ વાવણી કરી દીઘેલ અને હાલ એક માસ જેવો સમય વિતી જતાં પણ વિના ઉભો મોલ મુરાઝાઇ રહયો છે જેને લઇ ખેડૂતો ચીંતીત બન્યા છે.

વધુમાં વાંચો:- હાર્દિક પટેલના અલ્પેશ ઠાકોર અને ભાજપ સામે સણસણતા સવાલ, જુઓ વીડિયો

હીરણ-2 ડેમના મદદનીશ ઇજનેર નરેન્દ્ર પીઠીયા દ્વારા ખેડૂતોની સીંચાઇના પાણી માટે રજૂઆત મળી હોય અને આ બાબતે વડી કચેરીના નીર્ણય બાદ સીંચાઇનું પાણી આપવામાં આવશે તેમ જણાવેલ. જ્યાર ઇન્ડીયન રેયોન અને જી.એચ.સી.એલ કંપનીને દસ દીવસ વહેલો પાણી કાપ ઉઠાવી લેવા બાબતે વડી કચેરીના આદેશ અનુસાર કાર્યવાહી કરી હોવાનું જણાવેલ છે. 23 ગામના ખેડૂતોની આ મામલે બેઠક મળી અને જો સિંચાઈનું પાણી ન મળે તો ઉગ્ર આંદોલન અને હાઇકોર્ટના દરવાજા ખખડાવવાની પણ તૈયારી કરી છે.

જુઓ Live TV:- 

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...