1.50 કરોડનું બિલ પાસ કરાવવું હોય તો 10 ટકાનો પ્રસાદ ચડાવવો પડશે, AMC નો ડે.હેલ્થ ઓફિસર ફરાર

ખાનગી કોવિડ હોસ્પિટલોમાં સારવાર લેનારા દર્દી બિલ પાસ કરાવવા ખાનગી ડોક્ટર પાસે 15 લાખની લાંચ માંગનારા મ્યુનિસિપલ ડેપ્યુટી હેલ્થ ઓપિસર ડૉ.અરવિંદ પટેલને મ્યુનિસિપલ કમિશ્નર મુકેશ કુમારે તત્કાલ અસરથી સસ્પેન્ડ કરી દીધા હતા. તેમને ઉત્તર પશ્ચિમ ઝોનનો હવાલો મધ્ય ઝોનનાં ડેપ્યુટી હેલ્થ ઓફિસર મેહુલ આચાર્યને સોંપાયો હતો. ACB એ મ્યુનિસિપલ કમિશ્નરને આ અંગેની સત્તાવાર જાણ કરતા સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો.
1.50 કરોડનું બિલ પાસ કરાવવું હોય તો 10 ટકાનો પ્રસાદ ચડાવવો પડશે, AMC નો ડે.હેલ્થ ઓફિસર ફરાર

અમદાવાદ : ખાનગી કોવિડ હોસ્પિટલોમાં સારવાર લેનારા દર્દી બિલ પાસ કરાવવા ખાનગી ડોક્ટર પાસે 15 લાખની લાંચ માંગનારા મ્યુનિસિપલ ડેપ્યુટી હેલ્થ ઓપિસર ડૉ.અરવિંદ પટેલને મ્યુનિસિપલ કમિશ્નર મુકેશ કુમારે તત્કાલ અસરથી સસ્પેન્ડ કરી દીધા હતા. તેમને ઉત્તર પશ્ચિમ ઝોનનો હવાલો મધ્ય ઝોનનાં ડેપ્યુટી હેલ્થ ઓફિસર મેહુલ આચાર્યને સોંપાયો હતો. ACB એ મ્યુનિસિપલ કમિશ્નરને આ અંગેની સત્તાવાર જાણ કરતા સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો.

ત્યાર બાદ તેમની આગોતરા જામીન અરજી પણ સ્પેશિયલ ACB કોર્ટે ફગાવી દીધી હતી. હવે સેશન્સ કોર્ટે અરવિંદ પટેલને ફરાર જાહેર કર્યા છે. અરવિંદ પટેલે પોતાની ધરપકડ ટાળવા સતત નાસતો ફરતો હોવાથી ગત્ત 2 એપ્રિલનાં રોજ કોર્ટમાંથી વોરંટ મેળવી ફરાર જાહેર કરાતા તેમની તપાસ કરવા છતા તેઓ હાથ નહી લાગતા મિરઝાપુર સેશન્સ કોર્ટમાં 17 જુને ફરારી નામુ જાહેર કરવાની યાદી પાઠવવવામાં આવતા કોર્ટે 23 જૂનના રોજ આરોપી અરવિંદ પટેલને ફરાર જાહેર કર્યો હતો. 

કોરોના દર્દીઓની ખાનગી હોસ્પિટલોમાં ફ્રી સારવાર માટે સરકારે અમદાવાદમાં ઘણી હોસ્પિટલો સાથે કરાર કર્યા હતા. ત્યારે સોલાની સિમ્સ હોસ્પિટલમાં અનેક દર્દીઓ સરકારી ખર્ચે સારવાર લીધી હતી. જેનું બિલ 1.50 કરોડ રૂપિયા થયું હતું. આ બિલ ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડો.અરવિંદ પટેલ પાસે પાસ કરાવવાનું હોવાથું તેના વતી ભૂયંગદેવ આદિત્ય હોસ્પિટલના સંચાલક નરેશ મલ્હોત્રાએ 10 ટકા લાંચ એટલે કે 15 ટકાની લાંચ માંગી હતી. જે અંગે એન્ટીકરપ્શન બ્યુરોમાં ફરિયાદ થઇ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news