ગુજરાતમાંથી ચોમાસાની વિદાય અંગે મોટા સમાચાર : હવામાન વિભાગે કરી તારીખની જાહેરાત

Monsoon Farewell From Gujarat આખરે ગુજરાતમાંથી મેઘરાજાએ લીધી વિદાય... હવામાન વિભાગે ચોમાસાની વિદાય થયાની સત્તાવાર જાહેરાત... હવે આગામી 7 દિવસ રાજયમાં સુકું રહેશે વાતાવરણ...

ગુજરાતમાંથી ચોમાસાની વિદાય અંગે મોટા સમાચાર : હવામાન વિભાગે કરી તારીખની જાહેરાત

Weather Update : દેશભરમાંથી ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે. આગામી ચોવીસ કલાકમાં મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાંથી ચોમાસું વિદાય લેશે.

દેશભરમાંથી ચોમાસાના વિદાયની શરૂઆત થઈ ગઈ છે. આ કારણે ઘણા રાજ્યોમાં તાપમાનમાં ઘટાડો થયો છે. હવામાન વિભાગ અનુસાર, દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ હવે વિદાય લેવાનું શરૂ કરી દીધું છે. શુક્રવાર સુધીમાં, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશના મોટાભાગના ભાગો અને બિહારના કેટલાક ભાગોમાંથી ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે. આગામી ત્રણથી ચાર દિવસમાં તે ઝારખંડ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિશા અને તેલંગાણાના કેટલાક ભાગોમાંથી પણ વિદાય લેશે.

Add Zee News as a Preferred Source

ગુજરાતમાંથી ચોમાસાની વિદાય 
હવામાન વિભાગે રાજ્યમાંથી ચોમાસાની વિદાયની મોટી આગાહી કરી છે. હવામાન વિભાગે જાહેરાત કરી કે, ગુજરાતમાંથી ચોમાસું સંપૂર્ણપણે વિદાય લઈ ચૂક્યું છે. આગામી 7 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેવાની શક્યતા છે. અમદાવાદમાં આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 23 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. આગામી સાત દિવસ રાજ્યના વાતાવરણમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહી. 

અંબાલાલની આગાહી શું કહે છે 
અંબાલાલ પટેલની આગાહી કહે છે કે, ઓક્ટોબરના પહેલા સપ્તાહમાં ચોમાસુ મોટાભાગના જિલ્લાઓ માંથી વિદાય લેશે. જોકે 15 ઓક્ટોબર બાદ વધુ કેટલીક સિસ્ટમ બનતા વાવાઝોડુ સર્જાય તેવું પણ હવામાન નિષ્ણાંતનું અનુમાન છે. આગામી દિવસોમાં બનનાર વાવાઝોડાને લઈને ઉત્તર ભારતમાં બરફના કરા પડવા અને તેનાથી ઠંડીનું મોજુ પડવાનું અનુમાન છે. 

ચોમાસાની પેટર્ન બદલાઈ
આ વખતે દેશભરમાં ચોમાસાની પેટર્નમાં મોટો બદલાવ જોવા મળ્યો. જેમાં રાજ્યમાં ચોમાસાની પેટર્નમાં પણ બદલાવ થયો છે. ગુજરાતમાંથી 117 દિવસે ચોમાસાની વિદાય થઈ છે. આ 117 દિવસોમાં રાજ્યમાં કુલ 118.12 ટકા વરસાદ વરસ્યો. 25 વર્ષમાં સરેરાશ 32 ટકા વરસાદ વધ્યો. ચાલુ વર્ષે સૌથી વધુ કચ્છમાં વરસાદ રહ્યો. કચ્છના ભાગોમાં 148.14 ટકા વરસાદ વરસ્યો. તો સૌથી ઓછો સૌરાષ્ટ્રમાં 108.60 ટકા વરસાદ નોંધાયો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છ

...और पढ़ें

Trending news