ગુજરાતી ન્યૂઝGujaratબોર્ડનું પરિણામ ક્યારે આવશે? ધોરણ 10 અને 12ના રિઝલ્ટ વિશે આ રહ્યાં લેટેસ્ટ અપડેટ

બોર્ડનું પરિણામ ક્યારે આવશે? ધોરણ 10 અને 12ના રિઝલ્ટ વિશે આ રહ્યાં લેટેસ્ટ અપડેટ

Board Exam Result : ધોરણ 10 અને 12 બોર્ડના પરિણામની કાગડોળે રાહ જોવાઈ રહી છે, ત્યારે પરિણામ મે મહિનામાં ક્યારે જાહેર થશે તેવો સૌને સવાલ છે 
 

બોર્ડનું પરિણામ ક્યારે આવશે? ધોરણ 10 અને 12ના રિઝલ્ટ વિશે આ રહ્યાં લેટેસ્ટ અપડેટ

Board Exam 2025 : બોર્ડની પરીક્ષા બાદ હવે બોર્ડના પરિણામ પર સૌની નજર છે. ધોરણ 10 અને ધોરણ 12 નું પરિણામ ક્યારે આવશે તેના પર સૌની નજર છે. ત્યારે બોર્ડ દ્વારા મે મહિનાની શરૂઆતમાં પરિણામ જાહેર કરે તેવી શક્યતા છે. 

વહેલી પરીક્ષા, તો વહેલું પરિણામ 
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આ વર્ષે પ્રથમવાર ફેબ્રુઆરીમાં ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષા શરૂ કરાઈ હતી અને વહેલી પરીક્ષા લેવાઈ હતી પરંતુ તેમ છતાં બોર્ડનું પરિણામ હજુ સુધી જાહેર થઈ શકયુ નથી. હાલ વિદ્યાર્થીઓ વિવિદ એન્ટ્રન્સ પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યાં છે. આગામી 4 મેના રોજ નીટની પરીક્ષાને ધ્યાનમાં રાખીને તેના બાદ બોર્ડનું પરિણામ જાહેર થઈ શકે છે. 

Add Zee News as a Preferred Source

4 મેએ નીટની પરીક્ષા 
આગામી 4 મેના રોજ નીટ (નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ) ની પરીક્ષા છે. આ પરીક્ષા મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદ અને હોમિયોપેથી માટેની એન્ટ્રરન્સ એક્ઝામ છે. હાલ વિદ્યાર્થીઓ છેલ્લી ઘડીની તૈયારીઓ કરી રહ્યા છે. પરીક્ષાને બસ ત્રણ દિવસ બાકી છે. આવામાં બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવે તો નીટની પરીક્ષા પર અસર થઈ શકે છે. 

વિદ્યાર્થી તણાવમાં આવી શકે છે 
નીટના આધારે મેડકલમાં એડમિશન મળે છે. આ પરીક્ષા વિદ્યાર્થીઓ માટે બહુ જ જરૂરી છે. આવામાં જો બોર્ડનું પરિણામ નીટ પહેલા આવી જાય તો વિદ્યાર્થીઓ તણાવમાં આવી શકે છે. નીટના પરિણામ પર તેની અસર થઈ શકે છે. તેથી વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને 4 મે બાદ બોર્ડનું પરિણામ આવી શકે છે. 

આ વર્ષે ધોરણ 10ના 989 તો ધોરણ 12ના 672 કેન્દ્ર પર પરીક્ષા લેવાઈ હતી. રાજ્યમાં ધોરણ 10ની પરીક્ષા 8.92 લાખ વિદ્યાર્થીઓ આપી હતી. 4.23 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છ

...और पढ़ें

Trending news