)
Paid Debts of Farmers: હાલના સમયમાં ગુજરાતમાં કમોસમી માવઠાના કારણે ખેડૂતોના મોઢામાં આવેલો કોળીયો છીનવાઈ ગયો છે, ત્યારે ગુજરાતના અમરેલી જિલ્લાના જીરા ગામના રહેવાસી અને સુરતમાં રહેતા બાબુભાઈ જીરાવાલાએ ખેડૂતોના વાહરે આવ્યા છે.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના જીરા ગામના વતની અને ઘણા સમયથી સુરત સ્થિત બાબુભાઈ જીરાવાલા એ પોતાના વતનનું ઋણ ચુકવ્યું છે, જીરા ગામના 290 ખેડૂતોનું બાબુભાઈ જીરાવાલા દેવું ચૂકવી દીધું છે રૂપિયા 90 લાખનું ખેડૂતોનું દેવું બાબુભાઈ જીરાવાલા એ ચૂકવી દેતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે.
બાબુભાઈ પોતાની માતાની પુણ્યતિથિ નિમિત્તે જીરા ગામના લોકો માટે કંઈક સારું કરવાની ભાવનાને લઈને એક વિચાર આવ્યો છેલ્લા ઘણા વર્ષોથી 290 જેટલા જીરા ગામના ખેડૂતોનું દેવું હતું. એક માનવીય પહેલ કરી એને ખેડૂતોનું દેવું માફ કરાવ્યું છે, હાલ જગતનો તાત ખૂબ જ મુશ્કેલીમાં છે, જિલ્લામાં સતત વરસાદને લઈને કપાસ અને મગફળીના પાકને મોટું નુકસાન થયું છે, ત્યારે જીરા ગામના 290 જેટલા ખેડૂતોનું દેવું માફ થઈ જતા જીરા ગામના વતની બાબુભાઈ જીરાવાલાએ એક સરાહનીય કામ કર્યું છે.
કેતન બગડા-અમરેલી