અમદાવાદ ઈન્કમટેક્સ બાર એસોસિયેશનના હોદ્દેદારોની સર્વાનુમતે કરાઈ નિમણૂક

Ahmedabad News: અમદાવાદ ઈન્કમટેક્સ બાર એસોસિએશનના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. તારીખા 16 મેના રોજ યોજાયેલી 78મી વાર્ષિક સામાન્ય સભામાં હોદ્દેદારો અને કારોબારી સભ્યોની વર્ષ 2025-26 માટે સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી હતી.

અમદાવાદ ઈન્કમટેક્સ બાર એસોસિયેશનના હોદ્દેદારોની સર્વાનુમતે કરાઈ નિમણૂક

Ahmedabad News: અમદાવાદ ઈન્કમટેક્સ બાર એસોસિએશનના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. તારીખા 16 મેના રોજ યોજાયેલી 78મી વાર્ષિક સામાન્ય સભામાં હોદ્દેદારો અને કારોબારી સભ્યોની વર્ષ 2025-26 માટે સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી હતી. .

જેમાં પ્રેસિડેન્ટ એમિરેટ્સ તરીકે ધિરેશ ટી. શાહની નિમણૂક કરાઈ હતી. જ્યારે પ્રમુખ પદે સી. એ. મૌલિક પટેલ અને ઉપપ્રમુખપદે સી.એ. કેનન સત્યવાદીની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી હતી.

જ્યારે માનદ્ મંત્રીપદે સી. એ. શિવમ ભાવસાર, સહમાનદ્, મંત્રીપદે સી.એ. પ્રતિક કનેરીયા, ખજાનચીપદે સી.એ. ફેનિલ શાહની નિમણૂક કરાઈ છે.

તેમજ મેનેજિંગ કમિટીના સભ્યોમાં સી.એ. ભાવિન સોની, હિરેન પટેલ, નરેન્દ્ર કરકર, સી.એ. મધુર્ય ત્રિવેદી, સી.એ. નૈશલ શાહ,સી.એ. પાર્થ દોશી, સી.એ. રાઘવ ઠક્કર, સી.એ. સુવ્રત શાહનો સમાવેશ કરાયો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news