ગુજરાતી ન્યૂઝGujaratબીલીમોરામાં અપક્ષ ઉમેદવારે કર્યો કમાલ, સતત આઠમી વખત નગરપાલિકાની ચૂંટણી જીતી બનાવ્યો રેકોર્ડ

બીલીમોરામાં અપક્ષ ઉમેદવારે કર્યો કમાલ, સતત આઠમી વખત નગરપાલિકાની ચૂંટણી જીતી બનાવ્યો રેકોર્ડ

અપક્ષ ઉમેદવાર ભલે એકલો હોય પરંતુ તે પણ જનતાની સેવા કરી શકે છે. જનતા હંમેશા કામ કરતા નેતાઓને ચૂંટતી હોય છે. બીલીમોરા નગરપાલિકાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર મલંક કોલીયાએ કમાલ કર્યો છે અને સતત આઠમી વખત જીત મેળવી છે.  
 

 બીલીમોરામાં અપક્ષ ઉમેદવારે કર્યો કમાલ, સતત આઠમી વખત નગરપાલિકાની ચૂંટણી જીતી બનાવ્યો રેકોર્ડ

નવસારીઃ ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો સામે આવી ગયા છે. નવસારી જિલ્લાની બીલીમોરા નગરપાલિકાની પણ ચૂંટણી યોજાઈ હતી. બીલીમોરામાં 9 વોર્ડની 36 બેઠકમાંથી ભાજપે 29 બેઠકો જીતી સત્તા મેળવી છે. પાંચ બેઠક અપક્ષ તો બે બેઠક કોંગ્રેસને મળી છે. પરંતુ બીલીમોરામાં એક અપક્ષ ઉમેદવારે કમાલ કર્યો છે અને આઠમી વખત ચૂંટણી જીતી છે.

સતત આઠમી વખત મેળવી જીત
જનતા જ્યારે પ્રેમ આપે છે ત્યારે સામાન્ય માણસ પણ આસમાનની બુલંદી પર પહોંચી જાય છે. બીલીમોરા નગરપાલિકાની ચૂંટણીમાં પણ આવું જ કંઈક જોવા મળ્યું છે. જ્યાં સતત જનતા માટે દોડતા અપક્ષ ઉમેદવાર મલંગ કોલીયા સતત આઠમી વાર પાલિકાની ચૂંટણી જીત્યા છે અને ગુજરાતમાં અપક્ષ તરીકે આઠ વાર જીતવાનો રેકોર્ડ સ્થાપિત કરી દીધો છે.

Add Zee News as a Preferred Source

1985માં લડ્યા હતા પ્રથમ ચૂંટણી
બીલીમોરા નગરપાલિકાના અપક્ષ ઉમેદવાર મલંગ કોલિયા વર્ષ 1985 થી પાલિકાની ચૂંટણી લડતા આવ્યા છે. જ્યારે પ્રથમવાર મલંગ ચૂંટણી લડ્યા ત્યારે ગુજરાતના સૌથી નાના ઉમેદવાર હોવાની નામના તેમણે મેળવી હતી. મલંગે તેમના પિતાના વારસાને આગળ વધારી અને સતત 40 વર્ષથી બીલીમોરા નગરપાલિકાના નગરસેવક તરીકે સેવા આપી રહ્યા છે. આ વર્ષે પણ મલંગ કોલીયાએ વોર્ડ નંબર 5 માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. ગત 16 ફેબ્રુઆરીએ મતદાન થયું અને આજે મતગણતરી કેન્દ્ર ઉપર EVM ખૂલ્યા તો પાલિકાની 36 બેઠકોના ઉમેદવારોમાં સૌથી વધુ 2200 થી વધુ મતો મલંગ કોલિયાના નામે નીકળ્યા હતા. 

જેની સાથે જ મલંગભાઈએ 8 મી વાર જીત પોતાના નામે કરી છે. સતત 40 વર્ષોથી મલંગ બીલીમોરા નગરપાલિકામાં નગરસેવક તરીકે ચૂંટાઈ આવે છે. ગત ટર્મમાં મલંગ કોલિયા વિપક્ષી નેતા તરીકે રહ્યા હતા અને પાલિકામાં અનેક વિવાદિત કામોમાં સવાલો ઉઠાવી તે કામોને પૂર્ણ કરાવવા માટેના પ્રયાસો પણ કર્યા હતા. સાથે જ મલંગ કોઈપણ આપદા સમય ખડે પગે સેવા આપે છે. મલંગની સાધગી અને આ સેવાકીય સ્વભાવને કારણે વોર્ડ નંબર 5ની જનતા તેમને સતત ચૂંટતી આવી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર

...और पढ़ें

Trending news