'ભારત પરમાણુ ધમકીઓથી ડરતું નથી, પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા', ગાંધીનગરમાં અમિત શાહ ગર્જયા
Amit Shah on Pakistan: શનિવારે ગાંધીનગર પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પાકિસ્તાનને પડકાર ફેંક્યો અને કહ્યું કે ભારત પરમાણુ ધમકીથી ડરવાનું નથી.
Trending Photos
Amit Shah on Pakistan: કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. આજે પહેલા દિવસે અમિત શાહ ગાંધીનગર પહોંચ્યા હતા. જ્યાં તેમણે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં 700 કરોડના કામ ગાંધીનગર ઉત્તર અને દક્ષીણ વિધાનસભા તથા માણસા વિધાનસભામાં થયા હોવાની વાત કરી હતી. ગાંધીનગર ઉત્તરમાં 4260 કરોડના કામ થયા છે.
તેમણે જણાવ્યું હતું કે હું રાજ્યના મુખ્યમંત્રીનો હ્રદય પુર્વક આભાર માનું છું કે જ્યારે કામ બતાવ્યું ત્યારે સટીક પુર્વક પુર્ણ કર્યુ. નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારથી સમગ્ર ગુજરાતમાં વિકાસનો યજ્ઞ ચાલી રહ્યો છે. જ્યારે દેશના પ્રધાનમંત્રી બન્યા ત્યારે ગુજરાતની તર્જ પર દેશમાં વિકાસનો યજ્ઞ ચલાવ્યો છે. નરેન્દ્ર મોદીએ દેશને સુરક્ષિત કરવાનું કામ કર્યું છે. મોદી પ્રધાનમંત્રી બન્યા પહેલાં અવાર નવાર આંતકવાદી હુમલા થતા હતા. પાકિસ્તાનથી આવતા આતંકવાદી આપણા નાગરીકો-જવાનોને મોતને ઘાટ ઉતારી જતા રહેતા હતા.
અમે પાકિસ્તાનમાં 100 કિમી અંદર ઘૂસીને હુમલો કર્યો: અમિત શાહ
તેમણે ઉમેર્યું હતું કે, મોદીના પ્રધાનમંત્રી બન્યા બાદ ઉરી , પુલવામા અને પહેલગામમાં હુમલો થયો હતો. પરંતુ મોદીએ તમામ હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો, જેને આખી દુનિયા જોઇ રહી છે અને પાકિસ્તાન ડરી ગયુ છે. ઉરી હુમલા વખતે એર સ્ટ્રાઇક કરવામાં આવી પણ પાકિસ્તાન સમજ્યું નહીં. પહેલગામમ હુમલા બાદ ભારતે પાકિસ્તાનમાં રહેલા આતંકવાદી ઠેકાણાં નષ્ટ કર્યા. ભારતના વળતા જવાબમાં લશ્કરે તોઇબા અને જૈશએ મહોમ્મદના ઠેકાણા નષ્ટ કર્યા હતા. કુલ 9 ઠેકાણાં કે જ્યાં આતંકવાદી પેદા થતાં હતા, એ નષ્ટ કર્યાં હતા. પાકિસ્તાનની સીમાં 100 કિ.મી જઇ સેનાએ તેમને મુંહતોડ જવાબ આપ્યો હતો.
અમે આતંકવાદી હુમલાઓનો યોગ્ય જવાબ આપ્યો છે: અમિત શાહ
શાહે જણાવ્યું હતું કે, ઘણા આતંકવાદી કેમ્પમાં છુપાઇને બેઠેલા હતા, આતંકવાદીઓને બોમ્બના ધડાકાના અવાજો સબક શીખવાડ્યો. ભારતે માત્ર આતંકવાદી ઠેકાણા પર હુમલો કર્યો હોવા છતાં પાકિસ્તાને કાશ્મીરથી કચ્છ સુધી હુમલો કર્યો હતો. જોકે મોદીજીની એર ડિફેન્સ સીસ્ટમે તમામ ડ્રોન અને મિસાઇલને નષ્ટ કર્યા. પાકિસ્તાન વિચારતું હતું ત્યાં જ 15 સ્થાનો પર હુમલો કરી તેમની વાયુ હુમલાના એરબેઝને નષ્ટ કર્યા હતા. ભારતની સેનાનાં સામર્થ્યને આશ્ચર્યથી દુનિયા જોઇ રહી છે. જે લોકો ડરાવતા હતા કે અમારી પાસે પરમાણુ બોમ્બ છે જો કે ડર્યા વિના ભારતની સેનાએ ઇંટનો જવાબ પથ્થરથી આપ્યો હતો.
પીએમ મોદીએ ઓપરેશન સિંદૂર નામ આપ્યું: અમિત શાહ
તેમણે વધુમાં જણાવ્યું કે, આજે આખી દુનિયા ભારતની પ્રશંસા કરી રહી છે. ગુજરાતના સપુત અને ભારત માતાના ખોળે જન્મેલા નેતાઓ ભારત માતાનુ માથુ ઉંચુ કર્યું છે. જ્યારે કોઇ સેનાના ઓપરેશનની વાત થશે ત્યારે ઓપરેશન સિંદુર યાદ કરાશે. જે પરિવાર પહલગામ આતંકવાદી હુમલાના પિડિત હતા તેમને બિહારમાં મોદીજી એ વચન આપ્યું જે ઓપરેશન સિંદુરથી પુરુ કર્યું. છ વર્ષમાં કુલ 25 હજાર કરોડના કામ થયા હોવાની વાત કરી હતી. સેનાની મારક ક્ષમતા અને પીએમ મોદીની રાજનીતિક ઈચ્છાશક્તિની પ્રશંસા કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે