પાકિસ્તાનના હુમલામાં ભુજ એરબેઝને થયું નુકસાન, ભારતીય સેનાએ આપી માહિતી

Pakistan Attack On Bhuj Airbase : કર્નલ સોફિયાએ કહ્યું, પાકિસ્તાનના હુમલા ઉધમપુર, પઠાણકોટ, ભુજ એરબેઝને નુકસાન થયું... બ્રહ્મોસ ફેસેલિટીનો નાશ કરવાનો દાવો ખોટો, S-400 ડિફેન્સ સિસ્ટમ પણ સુરક્ષિત

પાકિસ્તાનના હુમલામાં ભુજ એરબેઝને થયું નુકસાન, ભારતીય સેનાએ આપી માહિતી

Indian Army Press Conference: પાકિસ્તાનને વહેલી સવારે કરેલા હુમલા બાદ ભારતીય સેનાએ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી છે. આ પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું હતું કે પાકિસ્તાને નાગરિકોને કેવી રીતે નિશાન બનાવ્યા અને તેમને યોગ્ય જવાબ આપવામાં આવ્યો. સાથે જ આર્મીએ કહ્યું કે, પાકિસ્તાનના હુમલામાં ભુજ એરબેઝ, ઉમધપુર અને પઠાણકોટ એરબેઝને નુકસાન પહોંચ્યું છે. 

S-400 ને નુકસાન થવાના દાવા ખોટા છે : સેના
એક પ્રેસ બ્રીફિંગમાં, કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું કે S-400 ને નુકસાન પહોંચાડવાના દાવા ખોટા છે.

Add Zee News as a Preferred Source

વિદેશ મંત્રાલયે પ્રેસ બ્રીફિંગમાં શું કહ્યું?
પાકિસ્તાન સાથેના તણાવ અંગે વિદેશ મંત્રાલયે સતત ચોથા દિવસે પ્રેસ કોન્ફરન્સ કરી. વિદેશ સચિવ વિક્રમ મિશ્રી, કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપી. ૮-૯ મેની રાત્રે પાકિસ્તાને લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. ભારતીય સેનાએ આ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા. પાકિસ્તાને પણ LoC પર ભારે ગોળીબાર કર્યો. કર્નલ સોફિયા કુરેશીના મતે, પાકિસ્તાને નાગરિક વિમાનનો ઉપયોગ ખોટી રીતે કર્યો હતો. તેઓ હવાઈ માર્ગોનો દુરુપયોગ કરી રહ્યા છે. વિક્રમ મિશ્રીએ જણાવ્યું કે પાકિસ્તાનના નાગરિકો ત્યાંની સરકારની ટીકા કરી રહ્યા છે. અફઘાનિસ્તાનમાં ભારતીય મિસાઇલ અંગે પાકિસ્તાનનો દાવો પાયાવિહોણો છે. ભારતના બધા એરબેઝ સુરક્ષિત છે. પાકિસ્તાનના તમામ હુમલાઓને નિષ્ફળ બનાવવામાં આવ્યા છે. પાકિસ્તાન રહેણાંક વિસ્તારોને નિશાન બનાવી રહ્યું છે. પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપવામાં આવી રહ્યો છે. 'પાકિસ્તાન અફઘાન લોકોને ગેરમાર્ગે દોરી રહ્યું છે' 'પાકિસ્તાનના ઇરાદા સારા નથી' જમ્મુ કાશ્મીર અને પંજાબના નાગરિકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. પ્રિન્સ થાપાનું અવસાન થયું છે. પાકિસ્તાનનો S400 તોડી પાડવાનો અને ભારતના પાવર સિસ્ટમને નુકસાન પહોંચાડવાનો દાવો ખોટો છે.

પાકિસ્તાને ભારતીય સેનાના લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવ્યા 
કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું કે પાકિસ્તાને ભારતીય સેનાના ઠેકાણાઓને નિશાન બનાવ્યા. પહેલી વાર ફાઇટર પ્લેનનો ઉપયોગ થયો. ભારતે હુમલાઓને નિષ્ફળ બનાવ્યા.

 

— Zee 24 Kalak (@Zee24Kalak) May 10, 2025

 

પાકિસ્તાન ઉશ્કેરણી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે: સેના
કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું કે પાકિસ્તાન ઉશ્કેરણીનું કામ કરી રહ્યું છે. આ આગ નાગરિકોને નિશાન બનાવી રહી છે.

પાકિસ્તાને લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવ્યા: કર્નલ સોફિયા કુરેશી
કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું કે પાકિસ્તાને ભારતીય સેનાના ઠેકાણાઓને નિશાન બનાવ્યા. પહેલી વાર ફાઇટર પ્લેનનો ઉપયોગ થયો. ભારતે હુમલાઓને નિષ્ફળ બનાવ્યા.

પાકિસ્તાનની કાર્યવાહી તણાવ વધારી રહી છે
વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ કહ્યું, "મેં ઘણી વાર કહ્યું છે કે પાકિસ્તાનની કાર્યવાહી ઉશ્કેરણીજનક અને તણાવ વધારનારી છે. જવાબમાં, ભારતે પાકિસ્તાન દ્વારા આ ઉશ્કેરણીજનક અને વધતી જતી કાર્યવાહીનો જવાબદાર અને સંતુલિત રીતે બચાવ કર્યો છે અને જવાબ આપ્યો છે..." 

કચ્છમાં એટેક બાદ ભુજમાં બજાર-મોલ બંધ
પાકિસ્તાનના ડ્રોન હુમલાના પ્રયાસ બાદ કચ્છમાં એલર્ટ જાહેર કરાયું છે. તાત્કાલિક અસર જોવા મળી છે. ભુજ શહેરમાં બજારો અને મોલ બંધ કરાવવામાં આવ્યા છે. વહીવટી તંત્રએ પણ લોકોને ઘરમાં રહેવા સૂચના આપી છે. પોલીસ દ્વારા બજારો બંધ કરવામાં આવી છે. વહેલી સવારે 3 ડ્રોન ભુજમાં નષ્ટ કરવામાં આવ્યા હતા.

કલેક્ટરની લોકોને અપીલ
કલેક્ટરે લોકોને સોશિયલ મીડિયા દ્વારા અપીલ કરી કે, ભારત પાકિસ્તાન વચ્ચે સતત વધી રહેલા તણાવ વચ્ચે કચ્છ કલેકટરે જિલ્લામાં તમામ નાગરિકોના ઘરમાં જ રહેવા સૂચના આપી છે. જેને લઈને કચ્છના ગ્રામીણ વિસ્તારમાં સવારે કાર્યરત રહેલા બજાર અને દુકાનોને પોલીસ દ્વારા બંધ કરાવવામાં આવી રહ્યા છે. તો બીજી ટ્વિટમાં કહ્યું કે, સમગ્ર દિવસ દરમ્યાન કચ્છ જિલ્લાના તમામ નાગરીકોને ઘરમાં જ સુરક્ષિત રહેવા જણાવવામાં આવે છે.  નાગરિકો બિનજરૂરી બહાર ન નીકળે.રાત્રી દરમ્યાન પણ આપણે સૌ સ્વયંભૂ Blackoutનું સંપુર્ણપણે પાલન કરીએ. ગભરાવાની જરૂર નથી.વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરીએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છ

...और पढ़ें

Trending news