ગુજરાતી ન્યૂઝGujaratઅમદાવાદમાં 30 મેથી શરૂ થશે ઈન્ડિયન ફોક કાર્નિવલ; દેશના 1000 કલાકારો કરશે પરફોર્મ, જાણો રજીસ્ટ્રેશન પ્રોસેસ

અમદાવાદમાં 30 મેથી શરૂ થશે ઈન્ડિયન ફોક કાર્નિવલ; દેશના 1000 કલાકારો કરશે પરફોર્મ, જાણો રજીસ્ટ્રેશન પ્રોસેસ

Indian Folk Carnival 2025: ગુજરાત લોકકલા ફાઉન્ડેશન દ્વારા દેશભરના લોકનૃત્ય અને લોકકલાના કલાકારોને રાષ્ટ્રીય મંચ પૂરું પાડવા માટે ઈન્ડિયન ફોક કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ 30-31 મે અને 1 જૂન દરમિયાન અમદાવાદની કર્ણાવતી ક્લબમાં યોજાશે.

અમદાવાદમાં 30 મેથી શરૂ થશે ઈન્ડિયન ફોક કાર્નિવલ; દેશના 1000 કલાકારો કરશે પરફોર્મ, જાણો રજીસ્ટ્રેશન પ્રોસેસ

Indian Folk Carnival 2025 Archives: દેશભરના લોકનૃત્ય અને લોકકલાના કલાકારોને રાષ્ટ્રીય મંચ મળી રહે તે હેતુથી ગુજરાત લોકકલા ફાઉન્ડેશન દ્વારા ઈન્ડિયન ફોક કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આપણી વિસરાતી જતી લોક કલાને મલ્ટી મીડિયાના મેગા શો દ્વારા નવી જનરેશન સુધી પહોંચાડવા માટે આ પ્રયોગ થઈ રહ્યો છે. 

Add Zee News as a Preferred Source

જેમાં 3 દિવસ તારીખ ૩૦ અને ૩૧ મે તેમજ ૧લી જૂન દરમ્યાન અમદાવાદની કર્ણાવતી ક્લબમાં લોકનૃત્યના 1000થી વધારે કલાકારો પરફોર્મ કરશે. જેમાં ગુજરાતના તમામ પ્રાંતના પરંપરાગત લોકનૃત્યો જોવા મળશે. ઉપરાંત રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, પંજાબ, ઓડિસા, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, તામિલનાડુ, મહારાષ્ટ્ર જેવા વિવિધ રાજ્યોના લોક કલાકારો પણ પોતાની સાંસ્કૃતિક વિરાસતને જીવંત કરશે.

ગુજરાત લોક કલા ફાઉન્ડેશન દેશની એકમાત્ર એવી સંસ્થા છે કે જેની સાથે 5,000થી પણ વધુ લોક કલાકારો જોડાયેલા છે અને આ કલાકારોને દેશ-વિદેશમાં પ્લેટફોર્મ પૂરું પાડવાનું કામ આ સંસ્થા કરી રહી છે. આ સંસ્થાના સ્થાપક અને લોકકલાવિદ પદ્મશ્રી જોરાવરસિંહ જાદવે આ કાર્નિવલ માટે જણાવ્યું કે, ગુજરાત લોકકલા ફાઉન્ડેશનનું મંચ.. એ તળના કલાકારો પાસે રહેલી ટોચની કળા પીરસવાનું ભારતનું સૌથી મોટું મંચ છે. 

આ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી નરેન્દ્રસિંહ જાદવે આ શો બાબતે જણાવ્યું કે, આપણી લોકકલા GEN Zથી આગળ વધીને GEN ALPHA અને GEN BETA સુધી પહોંચ્યા બાદ પણ તરોતાજા રહે તે માટે આ અનોખું આયોજન થઈ રહ્યું છે. આ ત્રિ-દિવસીય કાર્યક્રમમાં પહેલા દિવસે ગુજરાતના લોકનૃત્યો, બીજા દિવસે આદિવાસી લોકનૃત્યો અને ત્રીજા દિવસે દેશના જુદાં જુદાં રાજ્યોના પરંપરાગત લોકનૃત્યો પરફોર્મ કરવામાં આવશે. 

વિશાળ LED screen પર કોન્સેપ્ચ્યુઅલ વિઝ્યુલ ડિઝાઇન, સુપર્બ સાઉન્ડ સિસ્ટમ, લેટેસ્ટ લાઇટિંગ સાથે આ સમગ્ર કાર્યક્રમ યોજાશે. જે બાબતે વાત કરતા ઈવેન્ટ ડિરેક્ટર અને ધ વિઝ્યુઅલાઈઝરના ફાઉન્ડર જિતેન્દ્ર બાંધણિયાએ જણાવ્યુ કે, આ એક એવો શો છે, જેનાથી બે જનરેશન કનેક્ટ થશે... અત્યારની પેઢી પણ કલાની ચાહક છે જ... બસ તેમને તેમના અંદાજમાં પીરસવું પડે છે. આમ કરવાથી નવી પેઢીને મૂળ સાથે જોડી શકાશે. 

૩ દિવસના આ શો માં, ૨ વર્કશોપ, ૨ આર્ટ ગેલેરી, ૧૦થી વધુ એવોર્ડ, 1000થી વધુ કલાકારો અને ૫૦થી વધુ પરંપરાગત ડાંસ ફોમ જોવા મળશે.. આ શો દ્વારા વિસરાતી જતી લોકકલાને રાષ્ટ્રીય મંચ મળશે. કલાચાહકો માટે આ કાર્યક્રમમાં એન્ટ્રી ફ્રી છે, પણ રજીસ્ટ્રેશન ફરજીયાત છે. પાસ માટે 9016031743 નંબર પર સંપર્ક કરી વધુ વિગત મેળવી શકાશે. તો આવો, મળીએ અને માણીએ, ઈન્ડિયન ફોક કાર્નિવલ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીત

...और पढ़ें

Trending news