હોસ્ટેલમાં હૃદય બંધ થઈ જતા પ્રાણ પંખેરૂ ઉડી ગયું! એકનો એક દીકરો ગુમાવતા સોલંકી પરિવાર પર આભ ફાટ્યું!

ધુળેટીની રજા બાદ ગઈકાલે સાંજે જ વિદ્યાર્થી શાળાએ પરત આવ્યો હતો અને આજે સવારે શાળાએ જવા માટે સાથી વિદ્યાર્થીએ ઉઠાડતા તે ઉઠ્યો ન હતો જે બાદ તેને સિવિલ હોસ્પિટલ લાવતા તબિબે તપાસી મૃત જાહેર કર્યો હતો. 

હોસ્ટેલમાં હૃદય બંધ થઈ જતા પ્રાણ પંખેરૂ ઉડી ગયું! એકનો એક દીકરો ગુમાવતા સોલંકી પરિવાર પર આભ ફાટ્યું!

Rajkot News: રાજકોટમાં આજે વધુ એક સગીર બાળકનું હાર્ટ એટેકથી મોત થયા હોવાનું સામે આવ્યું છે. રાજકોટ જામનગર રોડ પર આવેલ SOS સ્કૂલમાં હોસ્ટેલમાં રહી ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતા મૂળ કચ્છના રહેવાસી વિદ્યાર્થી યશરાજ સોલંકી (ઉ.વ.17)નું હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું છે. 

હાલ વિદ્યાર્થીના મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી મોતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામા આવી છે. ઉલ્લેખનીય છે કે ધુળેટીની રજા બાદ ગઈકાલે સાંજે જ વિદ્યાર્થી શાળાએ પરત આવ્યો હતો અને આજે સવારે શાળાએ જવા માટે સાથી વિદ્યાર્થીએ ઉઠાડતા તે ઉઠ્યો ન હતો જે બાદ તેને સિવિલ હોસ્પિટલ લાવતા તબિબે તપાસી મૃત જાહેર કર્યો હતો. 

રાજકોટમાં આજે વધુ એક સગીર વિદ્યર્થીનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. રાજકોટ જામનગર રોડ પર આવેલ ખંભાળા ખાતે આવેલ સ્કૂલ ઓફ સાયન્સ (SOS)માં હોસ્ટેલમાં રહી ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી યશરાજ જયેશભાઇ સોલંકી (ઉ.વ.17) ગઈકાલે રાત્રીના રૂમમાં સુતા બાદ આજે સવારે 6 વાગ્યે શાળાએ જવા માટે ઉઠ્યો ન હતો. 

જેથી સાથી મિત્રોએ ઉઠાડતા તે ઉઠ્યો ન હતો અને તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તબીબો દ્વારા જોઈ તપાસી મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ પછી મોતનું ચોક્કસ કારણ જાણવા મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી  મોતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત થયા હોવાનું સામે આવ્યું છે. 

વિદ્યાર્થી યશરાજ સોલંકી હોળી ધુળેટીની રજામાં કચ્છ ખાતે પોતાના ઘરે ગયો હતો અને ગઈકાલે સાંજે 6 વાગ્યે વિદ્યાર્થીને પરત શાળાએ પરિવારજનો મૂકી ગયા હતા અને આજે સવારે મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાઇ જવા પામ્યો હતો. મૃતક વિદ્યાર્થીના પિતા જયેશભાઇ શિક્ષક છે અને તેઓ ત્રણ ભાઈના પરિવારમાં યશરાજ એક નો એક દીકરો હતો જયારે મૃતક યશરાજને એક બહેન છે જેને એકનો એક ભાઈ ગુમાવતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news