જામનગર ન્યૂઝ

દુકાનદારો વસ્તુઓનો સંગ્રહ ન કરે, લોકો પણ સંગ્રહખોર ન બને: ધર્મેન્દ્રસિંહ જાડેજા

દુકાનદારો વસ્તુઓનો સંગ્રહ ન કરે, લોકો પણ સંગ્રહખોર ન બને: ધર્મેન્દ્રસિંહ જાડેજા

અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ લોકોને અપીલ કરી હતી કે, હાલારવાસીઓ માટે પૂરતા પ્રમાણમાં અન્નનો પુરવઠો છે લોકો મનમાં સંશય રાખી ભીડ એકઠી ના કરે

Mar 27, 2020, 05:09 PM IST
જામનગરમાંથી બોગસ રિસિપ્ટનું કૌભાંડ ઝડપાયું

જામનગરમાંથી બોગસ રિસિપ્ટનું કૌભાંડ ઝડપાયું

જામનગરમાં એસઓજી પોલીસ દ્વારા ટ્યુશન ક્લાસ સંચાલક દ્વારા છેલ્લા ઘણા સમયથી બોગસ રિસિપ્ટ બનાવવાનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. બોર્ડના રિપીટર વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષા દરમિયાન બોગસ રિસિપ્ટ બનાવી ડમી વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપવા જતો હતો

Mar 17, 2020, 04:12 PM IST
જામનગર માં કોરોના વાયરસ નો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાયો, લેબોરેટરી સાથે વાઇરસ ફ્રી !

જામનગર માં કોરોના વાયરસ નો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાયો, લેબોરેટરી સાથે વાઇરસ ફ્રી !

સમગ્ર દેશમાં કોરોના વાયરસનો ભય ફેલાયેલો છે, ત્યારે જામનગરમાં પણ કોરોનાના વાયરસે દસ્તક દીધી હોવાનો ભય ફેલાયો છે. પ્રથમ કોરોના શંકાસ્પદ કેસ નોંધાતા હડકંપ મચી ગયો છે. જામનગર ખાતે રહેતા અને વિદેશથી પરત ફરેલા ૨૫ વર્ષીય યુવાન ને શંકાસ્પદ કોરોના વાયરસનાં લક્ષણો જણાતા તેના બ્લડ સેમ્પલ ટેસ્ટીન્ગ માટે મોકલી આપવામાં આવેલ છે. યુવાનનું શીપમાં નોકરી કરતો હોય સાઉથ કોરિયા અને જાપાન થી પરત ફર્યો હતો.

Mar 7, 2020, 11:43 PM IST
દ્વારકા: ભક્તો સાથે રંગે રમવા માટે કાળીયો ઠાકર તૈયાર, તંત્રએ કરી સજ્જડ તૈયારી

દ્વારકા: ભક્તો સાથે રંગે રમવા માટે કાળીયો ઠાકર તૈયાર, તંત્રએ કરી સજ્જડ તૈયારી

આગામી નવ અને દસ તારીખ દરમ્યાન લાખોની સંખ્યામાં પદયાત્રીઓ દ્વારકા જગત મંદિરમાં આવવાના હોય મંદિર પ્રશાસન તરફથી તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આગામી દસ તારીખમાં રોજ જગત મંદિર માં ફૂલ ડોલ ઉત્સવ ઉજવવાની તડામાર તૈયારીઓ દેવસ્થાન સમિતિ દ્વારા હાથ ધરાઇ છે. જેમાં મંદિરમાં આવતા લાખો પદયાત્રીઓ દર્શનાર્થીઓ શાંતિ પૂર્વક દર્શન કરી શકે તે માટે જગત મંદિરના પ્રાંગણમાં જ મંડવાઓ અને મંદિરમાં બેરીકેડ્સ સહિત વિવિધ તૈયારીઓ કરવામાં આવી છે.

Mar 5, 2020, 12:02 AM IST
જામનગર: કોરોના વાયરસના ટેસ્ટ માટે લેબોરેટરીની મંજૂરી, તંત્ર લડી લેવા માટે સજ્જ

જામનગર: કોરોના વાયરસના ટેસ્ટ માટે લેબોરેટરીની મંજૂરી, તંત્ર લડી લેવા માટે સજ્જ

કારોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે ગુજરાતમાં પણ આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. જામનગરમાં પણ જિલ્લા વહીવટી તંત્ર કોરોના વાયરસ મામલે સજ્જ થયું છે. ખાસ જામનગરની અને સૌરાષ્ટ્રની સૌથી મોટી જીજી હોસ્પિટલ ખાતે કોરોના વાયરસના ટેસ્ટિંગ અંગેની લેબોરેટરીની રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જ્યારે કરોના વાયરસ મામલે જિલ્લા કલેક્ટરે પણ લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.

Mar 4, 2020, 11:52 PM IST
જામનગર: કોંગ્રેસ વિરોધનાં ઉન્માદમાં ભુલ્યું ભાન, મેયરનાં ટેબલ પર ચડી રામધુન બોલાવી

જામનગર: કોંગ્રેસ વિરોધનાં ઉન્માદમાં ભુલ્યું ભાન, મેયરનાં ટેબલ પર ચડી રામધુન બોલાવી

મહાનગરપાલિકામાં વર્ષ 2020-21 ના બજેટ ને બહાલી આપવા માટે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિરોધ પક્ષ કોંગ્રેસના વિરોધ સાથે શાસક પક્ષ ભાજપ દ્વારા રૂપિયા 689.80 કરોડનું બજેટ, રૂ. 170 કરોડની પુરાંત સાથે મંજૂર કરવામાં આવ્યું. જોકે મેયર દ્વારા વિપક્ષના અમુક સભ્યોને બજેટના પ્રશ્નો અંગે ન સાંભળતા વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. વિપક્ષના સભ્યોએ બોર્ડમાં ધરણા યોજી તેમજ સૂત્રોચ્ચાર કરી અને ટેબલ પર બેસી રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો. એક રીતે કહી શકાય કે આગામી મનપાની ચૂંટણીને ધ્યાને રાખીને શાસક પક્ષ દ્વારા ફુલગુલાબી બજેટ રજૂ કરવાનો પ્રયાસ કર્યો.

Feb 19, 2020, 11:40 PM IST
જામનગર : શિકારી રોડ પર કાર-બાઈક વચ્ચે જોરદાર ટક્કર, ચાર યુવકોના પ્રાણ પંખેરુ ઉડી ગયા

જામનગર : શિકારી રોડ પર કાર-બાઈક વચ્ચે જોરદાર ટક્કર, ચાર યુવકોના પ્રાણ પંખેરુ ઉડી ગયા

જામનગરમાં શાપર પાસે કાના શિકારી રોડ પર મોટો અકસ્માત સર્જાયો હતો. બાઈક અને કાર વચ્ચે એવો ગંભીર અકસ્માત સર્જાયો કે, ચાર યુવકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. અકસ્માતમાં ત્રણ યુવાન અને એક બાળકનું મોત નિપજ્યું છે. એક જ ગામના ચાર લોકોના મોતથી ગામમાં ગમગીની છવાઈ ગઈ હતી. 

Jan 28, 2020, 02:00 PM IST
પોરબંદર : 7 વર્ષના બાળકોથી માંડી 85 વર્ષના દાદાએ કડકડતી ઠંડીમાં મધદરિયે ધ્વજ ફરકાવ્યો

પોરબંદર : 7 વર્ષના બાળકોથી માંડી 85 વર્ષના દાદાએ કડકડતી ઠંડીમાં મધદરિયે ધ્વજ ફરકાવ્યો

દેશભરમાં આજે 71માં ગણતંત્રદિવસ (Republic Day 2020) ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે પોરબંદરમાં શ્રીરામ સી સ્વીમીંગ ક્લબના સભ્યો દ્વારા મધદરિયે જઈ અનોખી રીતે ધ્વજવંદન કરીને આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. પોરબંદર (Porbandar) માં શ્રીરામ સી સ્વીમીંગ ક્લબના સભ્યો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી 15મી ઓગષ્ટ અને 26 મી જાન્યુઆરીના રાષ્ટ્રીય પર્વના દિવસે ખાસ આયોજન કરવામાં આવે છે. પોરબંદરના મધદરિયે જઈને ધ્વજવંદન કરીને રાષ્ટ્રગીતના ગાન સાથે તિરંગાને સલામી આપવામાં આવે છે. પોરબંદરવાસીઓ પણ દર વર્ષેની જેમ આજે પણ ગણતંત્ર દિવસ (Republic Day India) ની અનોખી ઉજવણીને જોવા અને તિરંગાને સલામી આપવા ચોપાટી

Jan 26, 2020, 09:32 AM IST
જબરદસ્ત accidentનો Video, સાબરમતી એક્સપ્રેસે મોટરકારને 50 મીટર સુધી ઢસડી...

જબરદસ્ત accidentનો Video, સાબરમતી એક્સપ્રેસે મોટરકારને 50 મીટર સુધી ઢસડી...

રવિવારનો દિવસ અકસ્માતનો દિવસ બન્યો છે. વહેલી સવારે લીંબડી અમદાવાદ હાઈવે પર બે અલગ અલગ અકસ્માતના બનાવમાં કુલ આઠ લોકોના મોત નિપજ્યા છે. તો બપોરે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. દ્વારકાના મોડપર નજીક ખુલ્લા ફાટકમાં મોટરકાર અને માલગાડી વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં મોટરકાર 50 મીટર સુધી ધસડાઈ હતી.

Jan 19, 2020, 03:16 PM IST
દીકરીને ન ભણાવવી પડે એટલે પિતાએ પહેલા જાડા વાયરથી બાંધી અને પછી ઝેર પાયું

દીકરીને ન ભણાવવી પડે એટલે પિતાએ પહેલા જાડા વાયરથી બાંધી અને પછી ઝેર પાયું

પ્રભાસ પાટણના રામપરા ગામના રહેવાસી અને ઈણાજ ગામની સીમમાં અજીબ ઘટના સામે આવી છે. સગા બાપે દીકરીને ન ભણાવવાના મુદ્દે બળજબરી જાડા વાયરથી બાંધી ઝેર પાઈ મોતને ઘાટ ઉતારી છે. આ ઘટના ત્રણ મહિના પહેલાની છે, ત્યારે આ ઘટનામાં હાલ પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી લીધી છે. 

Jan 19, 2020, 02:34 PM IST
ગુજરાત સરકારના હોંશ ઉડાવી દે તેવો આંકડો, સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં એક વર્ષમાં 435 બાળકોના મોત

ગુજરાત સરકારના હોંશ ઉડાવી દે તેવો આંકડો, સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં એક વર્ષમાં 435 બાળકોના મોત

સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી એવી સરકારી જીજી હોસ્પિટલમાં પણ છેલ્લા એક વર્ષ દરમિયાન 435 જેટલા નવજાત શિશુ (children death) ના મોત થયા છે. જેને લઈને જીજી હોસ્પિટલ (GG hospital) ના સુપરીટેન્ડન્ટ નંદિની બહારી દ્વારા આજે પત્રકાર પરિષદમાં નવજાત શિશુના મોત અંગેની માહિતીઓ આપવામાં આવી હતી.

Jan 7, 2020, 11:05 PM IST
જામનગર : વહેલી સવારે ડ્રાઈવરને ઝોકુ આવી જતા ઈકો કારને અકસ્માત, 4ના મોત

જામનગર : વહેલી સવારે ડ્રાઈવરને ઝોકુ આવી જતા ઈકો કારને અકસ્માત, 4ના મોત

જામનગરના ધ્રોલ પાસેના હાઇવે પર સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમા ઈકો ગાડી કેનાલમાં ખાબકતાં ચાર વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જામનગરથી રાજકોટ જતી વખતે આ ઘટના બની હતી. ડ્રાઈવરે ગાડી પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. 

Dec 27, 2019, 02:04 PM IST
એક નાનકડી લવ સ્ટોરી અધૂરી રહી ગઈ, વાત લગ્ન સુધી પહોંચે તે પહેલા જ જામનગરની પ્રેમિકા જીવનનો જંગ હારી

એક નાનકડી લવ સ્ટોરી અધૂરી રહી ગઈ, વાત લગ્ન સુધી પહોંચે તે પહેલા જ જામનગરની પ્રેમિકા જીવનનો જંગ હારી

સાત મહિના પહેલા જામનગરની એક લવસ્ટોરીની ચર્ચા ચારેકોર થઈ હતી. જામનગરના એક પ્રેમી યુગલના પ્રેમને લોકોએ હીર-રાંજા, સોની-મહિવાલ, લૈલા-મજુનાના પ્રેમ જેવો ગણાવ્યો હતો. પરંતુ આ જોડીની હાલત પણ આ પ્રેમીઓની જેમ જ થઈ હતી, તેઓનો પ્રેમ લગ્ન સુધી પહોંચે તે પહેલા જ જોડી તૂટી ગઈ. જેમ ઈતિહાસમાં વર્ણાવાયેલા આ કિસ્સાઓમાં પ્રેમ અધૂરો રહી ગયો છે, તેમ જામનગરનું યુગલ તૂટ્યું હતું. પ્રેમિકા જીવનનો જંગ હારી જતા, પ્રેમી એકલો રહી ગયો. રડી પડશો તેવો આ હૃદયદ્રાવક કિસ્સો છે. જામનગરની હીરલ વડગામા નામની યુવતી, જેણે સાત મહિના પહેલા વીજ કરંટને કારણે એક હાથ અને બે પગ ગુમાવ્યા હતા, તેનુ મૃત્યુ થયું છે. ત્યારે પ્રેમિકાની આવી

Dec 18, 2019, 10:11 AM IST
જામનગર : લગ્ન ધામધૂમથી કરી ન શક્યા એટલે 109 વર્ષના વૃદ્ધને વાજતે-ગાજતે અંતિમ વિદાય આપી

જામનગર : લગ્ન ધામધૂમથી કરી ન શક્યા એટલે 109 વર્ષના વૃદ્ધને વાજતે-ગાજતે અંતિમ વિદાય આપી

મનુષ્યની જિંદગીમાં સૌથી દુઃખની ઘડી એટલે ફાની દુનિયાને અલવિદા કહી પોતાનો જીવ છોડવો. તેના પરિવારમાં આ બાબત સૌથી દુઃખની વાત હોય છે. પરંતુ જામનગરમાં દેવીપૂજક પરિવાર દ્વારા દુઃખની ઘડીએ પણ પોતાના સ્વર્ગસ્થ પિતાની ઇચ્છા પૂર્ણ કરવા માટે 109 વર્ષના વૃદ્ધની અંતિમ યાત્રા બેન્ડવાજા સાથે વાજતે ગાજતે શહેરના મુખ્ય માર્ગો પર અનોખી રીતે કાઢવામા આવી હતી. 

Dec 13, 2019, 08:52 AM IST
રાજકોટ શહેરમાં બન્યો ઓક્સિજન પાર્ક, જાપાની સિસ્ટમથી વાવ્યા 3000 વૃક્ષ

રાજકોટ શહેરમાં બન્યો ઓક્સિજન પાર્ક, જાપાની સિસ્ટમથી વાવ્યા 3000 વૃક્ષ

આ ઓક્સિજન પાર્કમાં ઔષધીવાળાં વૃક્ષ જેમ કે, હરડે, બેહડા, આંબળા, રૂખડો, ચંપાની સાત જાત, ચાર જાતના વડલા, જંગલી બદામ, ગ્લેરેસેડિયા, પીપળો વગેરેની વાવણી કરીને ઉછેરવામાં આવ્યા છે, જે ભવિષ્યમાં ઔષધી તરીકે પણ ઉપયોગી નિવડશે.

Dec 6, 2019, 07:27 PM IST
મોદી ‘સરકાર રાજ’મા જમવાની થાળી થઈ મોંઘી, તુવેર-અડદ દાળમાં તોતિંગ ભાવવધારો

મોદી ‘સરકાર રાજ’મા જમવાની થાળી થઈ મોંઘી, તુવેર-અડદ દાળમાં તોતિંગ ભાવવધારો

દિવસેને દિવસે રોજિંદી જરૂરિયાતની ખાવાની વસ્તુઓના ભાવમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. પહેલા ડુંગળી (onion price) , બાદમાં લસણ (Garlic Price) અને હવે તુવેર દાળના ભાવ ધરખમ વધારો થતાં ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે. લોકો સતત ટેન્શન અનુભવી રહ્યા છે કે, આમ ને આમ જો એક પછી એક તમામ વસ્તુઓના ભાવ વધશે તો માણસે શું ખાવુ. ધીરે ધીરે કરીને થાળીમાં જરૂરી તમામ વસ્તુઓના ભાવ વધી રહ્યાં છે. શાકભાજી અને ડુંગળીના ભાવે તો પહેલેથી જ લોકોની કમર તોડી છે, ત્યાં હવે વિવિધ દાળના ભાવ (Toor Dal Price ) માં વધારો નોંધાયો છે. ત્યારે બીજી તરફ, લોકો મોદી સરકાર તરફ આશા લગાવીને બેસી રહ્યા છે કે, ક્યારે આ કમરતોડ ભાવમાંથી મુક્તિ મળશે. 

Nov 29, 2019, 03:34 PM IST
બિટકોઈન કૌભાંડથી ચર્ચામા આવેલી નિશા ગોંડલિયા પર થયું ફાયરિંગ

બિટકોઈન કૌભાંડથી ચર્ચામા આવેલી નિશા ગોંડલિયા પર થયું ફાયરિંગ

બિટકોઇન (Bitcoin) પ્રકરણમાં ચર્ચાસ્પદ બનેલી નિશા ગોંડલિયા (Nisha Gondaliya) ની કાર પર બે રાઉન્ડ ફાયરિંગ (Firing) કરવામાં આવ્યું છે. ખંભાળિયા નજીક આરાધના ધામ પાસે બનેલી ઘટનામાં નિશા ગોંડલીયાના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે. ત્યારે આ ફાયરિંગ ભૂ-માફિયા જયેશ પટેલ (Jayesh Patel) ના ઇશારે થયું હોવાનો નિશા ગોંડલિયાએ આક્ષેપ કર્યો છે. ગંભીર હાલતમાં નિશા ગોંડલિયાને ખંભાળિયા હોસ્પિટલમાં ખસેડાઇ હતી. નિશાના કહેવા મુજબ, ચાર શખ્સો ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા. 

Nov 29, 2019, 02:53 PM IST
લોકો સાથે અભદ્ર વર્તન કરતા મોરબીની મહિલા તલાટીનો Video થયો viral

લોકો સાથે અભદ્ર વર્તન કરતા મોરબીની મહિલા તલાટીનો Video થયો viral

 સરકારી કર્મચારીઓ કામ કરતા નથી અને નાગરિકોને સરકારી ઓફિસોના ધક્કા ખવડાવે છે. સરકારી કર્મચારીઓ આળસુની જેમ પડી રહે છે અને નાગરિકોને ટલ્લે ચઢાવે છે. આવા અનેક કિસ્સા પુરાવા સાથે સામે આવતા હોય છે. ત્યારે સરકારી તંત્રને શર્મસાર કરતો જાલીડા ગ્રામ પંચાયતના મહિલા તલાટીનો વીડિયો (viral video) હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. રોડના કામમાં ભ્રષ્ટાચાર (Courruption) થતો હોવાની રજૂઆત કરવા જતાં મહિલા તલાટી ગ્રામ પંચાયતના સભ્ય પર ભડકી હતી, જેનો વીડિયો પુરાવારૂપે સામે આવ્યો છે.

Nov 15, 2019, 10:45 AM IST
કમોસમી વરસાદથી નુકશાન વેઠી રહેલા ખેડૂતો માટે મંત્રી આરસી ફળદુએ આપ્યા રાહતના સમાચાર

કમોસમી વરસાદથી નુકશાન વેઠી રહેલા ખેડૂતો માટે મંત્રી આરસી ફળદુએ આપ્યા રાહતના સમાચાર

સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ અને સતત લીલા દુકાળને લઈને ખેડૂતોને થયેલ વિવિધ પાકોના નુકસાન અંગે તેમજ આવતીકાલથી વાહન વ્યવહાર અને આરટીઓ (RTO) ના નવા કાયદાઓની અમલવારી અંગે રાજ્યના કેબિનેટ મંત્રી આર સી ફળદુએ મહત્વનું નિવેદન આપ્યું છે. કમોસમી વરસાદ સામે નુકશાન ભોગવી રહેલ રાજ્યભરના ખેડૂતોને આ સમાચારથી રાહત મળશે. 

Oct 31, 2019, 11:48 AM IST
વિશેષ : મોરબી હોનારત બાદ આ મંદિરની કૂઈમાંથી સમગ્ર મોરબીવાસીઓએ પાણી પીધું હતું

વિશેષ : મોરબી હોનારત બાદ આ મંદિરની કૂઈમાંથી સમગ્ર મોરબીવાસીઓએ પાણી પીધું હતું

ગુજરાતભર (Gujarat)માં માતાજીના અનેક સ્થાનકો આવેલા છે. ચાર જગ્યાએ ઝાલા પરિવાર (Zala Samaj) દ્વારા શક્તિ માતાજીનું શક્તિપીઠ (Shakti Maa temple) બનાવીને માતાજીની સ્થાપના કરવામાં આવી છે. તે પૈકીનું એક શક્તિપીઠ મોરબી (Morbi) નજીકના શકત શનાળા ગામે આવેલું છે. આ મંદિર આશરે 650 વર્ષ કરતા પણ વધારે જૂનું હોવાનું ઝાલા સમાજના લોકોનું કહેવું છે. પહેલા અહીં માતાજીની નાની એવી દેરી હતી. જોકે સમાયંતરે મંદિરનો જીર્ણોદ્ધાર થતા આજે શકત શનાળા ગામે રાજવી પરિવાર તેમજ ઝાલા સમાજના આર્થિક સહયોગથી ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે.

Oct 18, 2019, 09:55 AM IST