રખડતા ઢોરે વધુ એક ગુજરાતમાં નિર્દોષ યુવાનનો જીવ ગયો! પરિવારમાં શોકનો માહોલ, ઘટના CCTVમાં કેદ

જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં રહેતો મયુર વનરાજભાઈ કોળી નામનો યુવાન રડાર રોડ પરથી પસાર થતા ગાય આડે ઊતરતા અકસ્માત સર્જાયો હતો. મોટરસાઇકલમાંથી ફંગોળાતા યુવકનું સામેથી આવતા ટ્રક ફળી વળતા ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.

 રખડતા ઢોરે વધુ એક ગુજરાતમાં નિર્દોષ યુવાનનો જીવ ગયો! પરિવારમાં શોકનો માહોલ, ઘટના CCTVમાં કેદ

મુસ્તાક દલ/જામનગર: શહેરમાં રખડતા ઢોરે વધુ એક નિર્દોષ યુવાનનો જીવ લીધો છે. તેમ છતાં જામનગર મહાનગરપાલિકાના નિમ્ભર તંત્રની આંખ ઉઘડતી નથી. જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં ગઈકાલે રાત્રે એક રખડતા ઢોરના પાપે કોળી સમાજના એક નવયુવાનનો જીવ ગયો છે.

જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં રહેતો મયુર વનરાજભાઈ કોળી નામનો યુવાન રડાર રોડ પરથી પસાર થતા ગાય આડે ઊતરતા અકસ્માત સર્જાયો હતો. મોટરસાઇકલમાંથી ફંગોળાતા યુવકનું સામેથી આવતા ટ્રક ફળી વળતા ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. કોળી સમાજના પ્રમુખના યુવાન પુત્રનું મોતથી માતમ ફેલાયો હતો. મોટી સંખ્યામાં સમાજના લોકો જીજી હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા.

જામનગર શહેરમાં વધુ એક યુવાને રખડતા ઢોરના પાપે જીવ ગુમાવ્યો છે અને આ સમગ્ર ઘટના CCTV માં કેદ થઇ છે. મનપાના રખડતા ઢોર અંગે કાર્યવાહીના દાવા વધુ એક વખત પોકળ સાબિત થયા છે. મનપાના તંત્રની બેદરકારી હજુ કેટલાના ભોગ લેશે એ સળગતો સવાલ છે. 

જ્યારે ગોકુલનગર વિસ્તારના વેપારીઓ પણ રખડતા ઢોરના કારણે ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે અને શહેરીજનો પણ હવે આ મામલે તંત્ર કોઈ યોગ્ય કાર્યવાહી કરે તેવી ઉગ્ર માંગ કરી રહ્યા છે. જામનગર શહેરમાં આ અગાઉ પણ અનેક લોકોના રખડતા ઢોરના કારણે જીવ ગયા છે પરંતુ તંત્રને આ બાબતે કોઈ દરકાર નથી અને માત્ર પોકળ દાવાઓ કરી અને પોતાનો લૂલો બચાવ કરી રહી છે. 

   

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news