close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

VIDEO જામનગર: મહિલા કોર્પોરેટરે મનપામાં કરી ધોકાવાળી, લાકડીથી ફાઈલો ફેંકી દીધી

ભાજપના મહિલા કોર્પોરેટરે મનપાની ઓફિસમાં જઈને મોટો હોબાળો મચાવી દીધો. મહિલા કોર્પોરેટરની આ ધોકાવાળીથી મનપાની ઓફિસમાં હાજર લોકો સ્તબ્ધ થઈ ગયા હતાં. કોર્પોરેટરે ધોકા વડે ફાઈલો ફેંકી દીધી હતી. શાશકપક્ષના કોર્પોરેટરે જ આક્રોશ ઠાલવતા ચર્ચા જાગી. આ ઘટનાનો વીડિયો પણ વાઈરલ થઈ ગયો છે. 

Viral Raval Viral Raval | Updated: Jun 15, 2019, 06:50 PM IST
VIDEO જામનગર: મહિલા કોર્પોરેટરે મનપામાં કરી ધોકાવાળી, લાકડીથી ફાઈલો ફેંકી દીધી

મુસ્તાક દલ, જામનગર: ભાજપના મહિલા કોર્પોરેટરે મનપાની ઓફિસમાં જઈને મોટો હોબાળો મચાવી દીધો. મહિલા કોર્પોરેટરની આ ધોકાવાળીથી મનપાની ઓફિસમાં હાજર લોકો સ્તબ્ધ થઈ ગયા હતાં. કોર્પોરેટરે ધોકા વડે ફાઈલો ફેંકી દીધી હતી. શાશકપક્ષના કોર્પોરેટરે જ આક્રોશ ઠાલવતા ચર્ચા જાગી. આ ઘટનાનો વીડિયો પણ વાઈરલ થઈ ગયો છે. 

મળતી માહિતી મુજબ નાના ધંધાર્થીઓને થતી હેરાનગતિના મુદ્દે મહિલા કોર્પોરેટર રચના નંદાણીયામાં ખુબ આક્રોશ હતો. શહેરમાં આવેલા તળાવની પાળ વિસ્તારમાં નાની દુકાનો, ફેરિયાઓ પાથરણાવાળા વગેરેને હેરાન કરવામાં આવતાની વારંવાર ફરિયાદો આવતી હતી જેનાથી કોર્પોરેટર રચના નંદાણીયા આક્રોશમાં આવ્યાં હતાં અને ધોકો લઈને મનપા અધિકારીની ઓફિસમાં પહોંચી ગયાં. 

વોર્ડ નંબર 4ના કોર્પોરેટર રચનાબેન આજે મનપા ઓફિસ પહોંચ્યા હતાં ત્યાં મનપા અધિકારીની ચેમ્બરમાં તેઓ પહોંચ્યા અને લાકડીથી બધી ફાઈલો ફેંકી દીધી. આ દરમિયાન તેમણે ખુબ આક્રોશ ઠાલવ્યો હતો. 

ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...