જામનગર : 30 વર્ષ જૂના કસ્ટોડિયલ ડેથ કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને થઈ આજીવન કેદ

જામજોધપુરમાં 30 વર્ષ જૂના કસ્ટોડિયલ ડેથમાં જામનગર કોર્ટનો ચુકાદો આવી ગયો છે. જેમાં જામનગર સેશન્સ દ્વારા પૂર્વ IPS સંજીવ ભટ્ટ અને કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ઝાલાને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. 1990ના વર્ષમાં જામનગરમાં પોલીસ કસ્ટડીમાં એક શખ્સનું મોત થયું હતું, જેનો આદે જામનગર કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો.  

જામનગર : 30 વર્ષ જૂના કસ્ટોડિયલ ડેથ કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને થઈ આજીવન કેદ

મુસ્તાક દલ/જામનગર :જામજોધપુરમાં 30 વર્ષ જૂના કસ્ટોડિયલ ડેથમાં જામનગર કોર્ટનો ચુકાદો આવી ગયો છે. જેમાં જામનગર સેશન્સ દ્વારા પૂર્વ IPS સંજીવ ભટ્ટ અને કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ઝાલાને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. 1990ના વર્ષમાં જામનગરમાં પોલીસ કસ્ટડીમાં એક શખ્સનું મોત થયું હતું, જેનો આદે જામનગર કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો. અન્ય પાંચ આરોપીઓને પણ અલગ અલગ સજા જાહેર કરવામાં આવી છે. 

જામનગરના જામજોધપુર કસ્ટોડિયલ ડેથ કેસનો આજે ચુકાદો આવ્યો હતો. પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટ સહિત 6 પોલીસ કર્મચારીઓ આ કેસમાં આરોપી હતા. વર્ષ 1990માં જામજોધપુર પોલીસ કસ્ટડીમાં એક શખ્સનું મોત નિપજ્યું હતું. વર્ષો સુધી જુદી જુદી કોર્ટમાં ચાલેલા કેસમાં તમામ દલીલો પૂર્ણ થઈ હતી. સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ આજે ચુકાદો આપવામાં આવ્યો હતો. જેમાં સંજીવ ભટ્ટ સહિતના આરોપીઓ આજે કોર્ટમાં રજૂ થયા હતા. સંજીવ ભટ્ટ સહિત પોલીસકર્મીઓને સજા થશે કે નિર્દોષ છૂટકારો થશે તેના પર સવારથી જ ચર્ચા હતી. ત્યારે જામનગર સેશન્સ આ વચ્ચે કોર્ટે પૂર્વ IPS સંજીવ ભટ્ટ અને કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ઝાલાને આજીવન કેદની સજા ફટકારી છે. સંજીવ ભટ્ટ અને કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ઝાલાને હત્યા ગુનામાં દોષિત જાહેર કરવામાં આવ્યા છે. આ ચુકાદો જામનગર સેશન્સ કોર્ટના ન્યાયાધીશ ડી.એમ.વ્યાસે આપ્યો છે.

શું છે સમગ્ર કેસ
અયોધ્યા મંદિરના મુદ્દે બે દાયકા અગાઉ ભાજપના નેતા એલ.કે.અડવાણીએ કાઢેલી રથયાત્રા અટકાવવાના પગલે વિરોધનો વંટોળ ફેલાયો હતો. જેના બાદ જામજોધપુર ખાતે 1990માં તોફાનો ફાટી નીકળ્યા હતા. સંજીવ ભટ્ટ આ દરમિયાન જામનગરમાં એડિશનલ સુપ્રિટેન્ડન્ટ હતા. ત્યારે 30 ઓક્ટોબર 1990ના રોજ આ તોફાનોમાં પોલીસે પ્રભુદાસ વૈષ્ણાની સહિત 134 આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં વૈષ્ણવીની ખેંચ આવતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનુ મોત નિપજ્યું હતું. તેને જામીન પર મુક્ત કર્યાના 10 દિવસ બાદ વૈષ્ણવીનું મોત થયું હતું. ત્યારે પોલીસ દ્વારા અત્યાચાર કરાયા બાદ તેનુ મોત થયુ હતુ તેવુ તેના પરિવારે આરોપ મૂક્યો હતો. આ કેસમાં સંજીવ ભટ્ટ અને અન્ય પોલીસ કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાઇ હતી અને આ ફરિયાદની કાર્યવાહીમાં કાનૂની લાંબી લડત સુપ્રીમ કોર્ટ સુધી થઇ હતી.

કોર્ટમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો
જામજોધપુર કસ્ટોડિયલ ડેથ મામલામાં પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટ સહિતના 7 આરોપીઓ કોર્ટમાં હાજર રહ્યા હતા. જેને પગલે કોર્ટ પરિસરમાં ચાપતો બંદોબસ્ત ગોઠવાયો હતો.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news