જામનગરમાં દબાણ હટાવો ઝૂંબેશ, 26 જેટલી રેકડીઓ હટાવાઇ

જામનગર (Jamnagar) મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આજથી ફરીથી રસ્તાઓ પર કરવામાં આવતા રેંકડીઓ અને કેબીનોના દબાણ (Encroachment) હટાવવાની ઝુંબેશ હાથ ધરી છે.

Updated By: Jul 28, 2021, 09:31 PM IST
જામનગરમાં દબાણ હટાવો ઝૂંબેશ, 26 જેટલી રેકડીઓ હટાવાઇ
પ્રતિકાત્મક તસવીર

મુસ્તાકદલ, જામનગર: જામનગર (Jamnagar) મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આજથી ફરીથી રસ્તાઓ પર કરવામાં આવતા રેંકડીઓ અને કેબીનોના દબાણ (Encroachment) હટાવવાની ઝુંબેશ હાથ ધરી છે. જેના ભાગરૂપે શહેરમાં કાલાવડ નાકા બહારના વિસ્તારમાં મુખ્ય રસ્તા પર રેંકડીઓ અને મોટી કેબીનોના દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઇ હતી.

જામનગર (Jamnagar) શહેરમાં રસ્તા પર વધતા જતા દબાણના પગલે હવે મહાનગરપાલિકાની એસ્ટેટ વિભાગ દ્વારા દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ત્યારે જામનગર (Jamnagar) મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા પોલીસ વિભાગને સાથે રાખીને આજે જામનગર શહેરના કાલાવડ નાકા બહારના વિસ્તારમાં તારમામદ સોસાયટી પાસે 26 જેટલી નવી નકોર મોટી કેબિનો અને અન્ય રેકડીઓ કબજે કરવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube