)
Jamnagar Famous Street Food: જામનગર આમ તો અનેક વસ્તુઓને કારણે જગપ્રસિદ્ધ તો છે જ પરંતુ ખાણી-પીણીની વિવિધ વેરાઇટીને કારણે પણ જાણીતું છે. પરંતુ જામનગરની શેરીઓમાં ખૂબ જ સ્વાદથી લોકો હોંશે હોશે ખાય છે, તે જેડીનો જોટાની આજે આપણે વાત કરીશું. આ સિવાય જામનગરમાં સૌથી વઘુ ફેવરિટ સ્ટ્રીટ ફૂડ વિશે પણ જાણીશું.
આખા ગુજરાતમાં ડંકો વાગે છે જેડીના તીખા જોટાનો, જામનગરમાં જેડીના જોટા નામથી એક દુકાન છેલ્લા 50 વર્ષથી વધુના સમયથી ચલાવવામાં આવે છે. જેમાં જોટો, કટકા, બટાકા અને મિક્સ જોટો. આ તમામ વાનગીમાં એક ખાસ પ્રકારની લસણની ચટણી અને અન્ય ચાર પ્રકારની ચટણી પીરસવામાં આવે છે જે ખાઈને આહલાદક અનુભવ થાય છે.
તમને જણાવી દઈએ કે જામનગરમાં દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. વિદેશી પક્ષીઓની મહેમાન ગતિનો લાભ જામનગરને મળ્યો છે, તો નાના-મોટા મંદિરોને કારણે છોટા કાશીનું બિરુદ પણ જામનગરને મળ્યું છે. અહીં વિશાળ દરિયા કિનારો અને મસમોટી ઇન્ડસ્ટ્રી ધરાવતા જામનગરમાં દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. જામનગરમાં જેડીના તીખા જોટા નામથી પ્રખ્યાત બનેલું ફૂડ નાનાથી માંડીને મોટા સુધીના લોકો પસંદ કરે છે. આ આઈટમને ખાવા માટે લોકો અન્ય જિલ્લાઓમાંથી ખાસ જામનગર આવે છે. 'જેડીના જોટા' નામને કારણે તમને થોડી નવાઈ જરૂર લાગી હશે ત્યારે આ નાસ્તો શું છે જાણીશું.
શું છે જામનગરની ગલીઓમાં મળતું 'જેડીના જોટા' નામનું ફૂડ?
જામનગરમાં જેડીના જોટા' નામથી પ્રખ્યાત જે ફૂડ બનાવવામાં આવે છે, તેમાં દાબેલીના જે પાઉં આવે છે તેમાંથી એક નાની સાઈઝના બન બનાવવામાં આવે છે. દુકાનના નામ પરથી જ આ વાનગીનું નામ પાડવામાં આવ્યું છે અને લોકમુખે વણાઇ ગયું જેને લોકો જેડીના જોટા તરીકે ઓળખે છે. મસાલેદાર લસણ અને મગફળીની ચટણી કાપેલા પાવમાં ભરેલી હોય છે. તે ઘણા બધા મસાલા, મગફળી અને લીંબુનો રસ ઉમેરીને બનાવવામાં આવે છે. લસણિયા જોટા એક ખૂબ જ મસાલેદાર અને તીખું સ્ટ્રીટ ફૂડ છે. તે ખૂબ જ મસાલેદાર અને તીખી તમતમતી વાનગી છે, એવું કહેવાય છે કે આ વાનગી ખાવા માટે સિંહનું કાળજું જોઈએ.. એટલે કે એટલું તીખું હોય છે કે કોઈની પણ આંખોમાંથી આંસુ નીકળી જાય છે.
50 વર્ષથી વધુ સમયથી ચાલતી જૂની દુકાનમાં ચાર પ્રકારનો નાસ્તો મળે છે, જેમાં જોટો, કટકા, બી બટાકા અને મિક્સ જોટો. આ તમામ વાનગીમાં એક ખાસ પ્રકારની લસણની ચટણી અને અન્ય ચાર પ્રકારની ચટણી પીરસવામાં આવે છે જે ખાઈને આહલાદક અનુભવ થાય છે. તમને જણાવી દઈએ કે સૌપ્રથમ 1970ની આસપાસના વર્ષમાં એક નાની લારીથી શરૂઆત થઇ હતી. એ સમયે 50 પૈસામાં એક પ્લેટ જોટા, લસણીયા બટેકાનો નાસ્તો મળતો હતો.
નોંધનીય છે કે જો તમે પણ જામનગર જવાના હોય કે આગામી સમયમાં પ્લાન બનાવતા હોય તો જામનગરમાં જેડીના જોટાની દુકાન દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં ખાઉધરી ગલીમાં જેડી બ્રેડનું બોર્ડ મારેલું દેખાશે. ત્યાં તમને સ્વાદ માણવા મળી શકે છે.
ઘુઘરા
જામનગરની શેરીઓમાં આ ડિશ સરળતાથી મળી રહે છે. મેંદાના લોટમાં બટાકા, સફેદ વટાણા, આદુ, લસણની પેસ્ટ, ડુંગળી અને મસાલાનું પેસ્ટ ભેળવીને સ્ટફ કરવામાં આવે છે. પછી તૈયાર કરેલું સ્ટફિંગ લોટમાં ભરીને રોલ કરવામાં આવે છે. ડીપ ફ્રાઇડ ઘુઘરાને મગફળી, સેવ અને મીઠી અને ખાટી ચટણી સાથે પીરસવામાં આવે છે. ગુજરાતીઓને આ વાનગી ખૂબ ગમે છે.
કટકા બ્રેડ
જામનગરના પ્રિય સ્ટ્રીટ ફૂડમાં બીજું નામ કટકા બ્રેડ છે. તેને ક્યારેક બ્રેડ ચાટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેને આમલીની ચટણીમાં બોળીને બાફેલા બટાકા, મગફળી, દાડમ અને ચટણી સાથે પીરસવામાં આવે છે. જામનગરના લોકો ઘણીવાર આ વાનગી બચેલી બ્રેડ સાથે બનાવવાનું પસંદ કરે છે.
મેસૂબ અથવા મસૂબુ
ગુજરાતમાં આ મીઠી વાનગી ખૂબ જ પ્રખ્યાત છે. મૈસુર પાકની જેમ, તે ચણાના લોટથી બનાવવામાં આવે છે. પરંતુ તે દેશી ઘીમાં જાળીમાં ક્રન્ચી બનાવવામાં આવે છે. મસૂબુ અડદની દાળ અને મગફળી સાથે પણ બનાવવામાં આવે છે.
ગોટા અથવા ભજીયા
ભજીયા દરેક જગ્યાએ બનાવવામાં આવે છે. પરંતુ જામનગરની શેરીઓમાં ગોટાના નામથી તૈયાર કરાયેલ ફૂડ ખૂબ જ લોકપ્રિય છે. મેથીના પાન, લીલા મરચાં અને આદુને ચણાના લોટમાં ભેળવીને તળવામાં આવે છે. જામનગરમાં આ સ્ટ્રીટ ફૂડ મળવું ખૂબ જ સામાન્ય છે. લોકોને તે ખૂબ ગમે છે.