JAMNAGAR: રેલવે વિભાગ દ્વારા કરોડની કિંમતની જમીન પર થયેલ દબાણ હટાવાયું
રેલવે વિભાગ દ્વારા રેલવેની કરોડોની કિંમતની જગ્યા ઉપર વર્ષોથી કરવામાં આવેલા અનઅધિકૃત દબાણોને દૂર કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, ત્યારે અગાઉ જુના રેલવે સ્ટેશન પાસેથી દબાણો દૂર કરાયા બાદ આજે જામનગર શહેરના ઈન્દિરા માર્ગ પર ભીમવાસના ઢાળીયા પાસેના વિસ્તારમાં મોટા પાયે કરવામાં આવેલ અનઅધિકૃત દબાણો ડીમોલિશનથી રેલવે પોલીસ દ્વારા દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જામનગર : રેલવે વિભાગ દ્વારા રેલવેની કરોડોની કિંમતની જગ્યા ઉપર વર્ષોથી કરવામાં આવેલા અનઅધિકૃત દબાણોને દૂર કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, ત્યારે અગાઉ જુના રેલવે સ્ટેશન પાસેથી દબાણો દૂર કરાયા બાદ આજે જામનગર શહેરના ઈન્દિરા માર્ગ પર ભીમવાસના ઢાળીયા પાસેના વિસ્તારમાં મોટા પાયે કરવામાં આવેલ અનઅધિકૃત દબાણો ડીમોલિશનથી રેલવે પોલીસ દ્વારા દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
AHMEDABAD: તમારા ઘરે મજુરને કામ કરવા બોલાવતા પહેલા વિચારજો, ઝાકીર શેખની ક્રાઇમબ્રાંચે કરી ધરપકડ
જામનગરમાં રેલવે વિભાગ હવેથી રેલવેની જગ્યાઓ પર કરવામાં આવતા ગેરકાયદે દબાણોને દૂર કરવાની કડક કાર્યવાહી હાથ ધરી રહી છે, ત્યારે આજે જામનગર શહેરમાં ઈન્દિરા માર્ગ પર આવેલ ભીમવાસના ઢાળીયા પાસેના વિસ્તારમાં કાચા પાકા મકાનો, ભંગારના વાડાઓ અને ધાર્મિક સ્થળોના છેલ્લા ઘણા વર્ષોથી કરવામાં આવેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી. રેલવે પોલીસ દ્વારા જામનગરની સ્થાનિક પોલીસને સાથે રાખીને આજે બુલડોઝરના માધ્યમથી કાચા-પાકા મકાનો તેમજ ધાર્મિક જગ્યાઓને દૂર કરી અનઅધિકૃત દબાણ હટાવવામાં આવ્યા હતા.
SURAT: આત્મવિશ્વાસ વધારવા અનોખી પહેલ, દિવ્યાંગોને 45 ફૂટ ઉંચી દિવાલ પર ચડાવવામાં આવશે અને...
જોકે આ અંગે સ્થાનિકોએ ડિમોલિશનની કામગીરીનો વિરોધ પણ દર્શાવ્યો હતો. વોર્ડ નંબર 4 ના કોંગ્રેસના નગરસેવિકા રચનાબેન નંદાણીયા દ્વારા ડીમોલિશનની કામગીરીનો વિરોધ દર્શાવ્યો હતો. પરંતુ રેલવે વિભાગ દ્વારા ચાર દિવસ અગાઉ જ દબાણકર્તાઓને નોટિસ આપી જગ્યા ખાલી કરવાની સૂચના આપવામાં આવી હતી અને તેમ છતાં દબાણો દૂર ન થતા આજે ડિમોલિશનની કડક કાર્યવાહી રેલવે વિભાગ દ્વારા હાથ ધરી અનઅધિકૃત દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube