રાજકોટ : રહીશોએ દારૂના અડ્ડા પર રેડ પાડી, દારૂ વેચનારા સામાન છોડીને ભાગી ગયા

ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે, પણ કાયદાનુ પાલન થતુ નથી. ગુજરાતમાં અનેક જગ્યાઓએ દારૂની હાટડીઓ ધમધમે છે. આવી હાટડીઓથી સ્થાનિક લોકો પરેશાન છે. તેથી જ ક્યારેક જનતા કાયદો પોતાના હાથમાં લેવા મજબૂર બને છે. રાજકોટવાસીઓ પણ દારૂબંધીનો કાયદાનો વિરોધ દર્શાવ્યો હતો. રોષમાં આવેલા રાજકોટવાસીઓએ દારૂના અડ્ડા પર રેડ પાડી હતી. રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર આવેલી સોસાયટીના રહીશોએ દારૂનું વેચાણ કરતા અડ્ડા પર જનતા રેડ પાડીને તમામ સામાન વિખેરી નાંખ્યો હતો.

Updated By: Sep 22, 2019, 04:05 PM IST
રાજકોટ : રહીશોએ દારૂના અડ્ડા પર રેડ પાડી, દારૂ વેચનારા સામાન છોડીને ભાગી ગયા

રાજકોટ :ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે, પણ કાયદાનુ પાલન થતુ નથી. ગુજરાતમાં અનેક જગ્યાઓએ દારૂની હાટડીઓ ધમધમે છે. આવી હાટડીઓથી સ્થાનિક લોકો પરેશાન છે. તેથી જ ક્યારેક જનતા કાયદો પોતાના હાથમાં લેવા મજબૂર બને છે. રાજકોટવાસીઓ પણ દારૂબંધીનો કાયદાનો વિરોધ દર્શાવ્યો હતો. રોષમાં આવેલા રાજકોટવાસીઓએ દારૂના અડ્ડા પર રેડ પાડી હતી. રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર આવેલી સોસાયટીના રહીશોએ દારૂનું વેચાણ કરતા અડ્ડા પર જનતા રેડ પાડીને તમામ સામાન વિખેરી નાંખ્યો હતો.

વડોદરાના ફાર્મહાઉસમાં ચાલતી દારૂની મહેફિલ પર પોલીસે પાડી રેડ, 35 નબીરા પકડાયા 

રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર આવેલી ક્રિષ્ણા પાર્ક સોસાયટીના રહીશઓએ ખરાબ રોડ-રસ્તા અને દેશી દારૂના મુદ્દે રોષ વ્યક્ત કર્યો હતો. સોસાયટીની મહિલાઓએ જે.કે. ચોક પાસે આવેલ દારૂના અડ્ડા પર જનતા રેડ પાડી હતી. જેમાં સ્થાનિકોએ દેશી દારૂ તથા આથાનો નાશ કર્યો હતો. તો સાથે જ દારૂની તૈયાર પોટલીઓનો પણ નાશ કર્યો હતો. જેને કારણે દેશી દારૂ વેચતા લોકો ફરાર થયા હતા. દારૂની હાટડી પર દારૂ પીને ટલ્લી થયેલા દારૂડિયા પણ નજરે ચઢ્યા હતા. 

આજે રવિવારે રાજ્યની તમામ RTO ઓફિસ ખુલ્લી, સાંજે આટલા વાગ્યા સુધી કરાવી શક્શો તમારા કામ

સ્થાનિકોએ કહ્યું હતું કે, આ મામલે અમે વારંવાર રજૂઆત કરી હતી, પણ તેમ છતાં કોઈ સમાધાન થયું ન હતું. તેથી અમે જાતે જ જનતા રેડ પાડવામાં મજબૂર બન્યા હતા. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :