ગુજરાતના 30 જિલ્લામાં પહોંચ્યા કોરોના, લોકડાઉન થતા મળ્યો ફાયદો 

જયંતી રવિએ હાલમાં મહત્વનું નિવેદન આપતા હાલ 2350 બેડ તૈયાર થયા છે અને ગુજરાતના ચાર મહાનગરોમાં હોસ્પિટલ તૈયાર થઈ છે. 

ગુજરાતના 30 જિલ્લામાં પહોંચ્યા કોરોના, લોકડાઉન થતા મળ્યો ફાયદો 

અમદાવાદ : ગુજરાતમાં શનિવારે 256 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે અને આ સાથે રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો કુલ 3071 પર પહોંચ્યો છે. હાલ ગુજરાત અને તેમાં પણ અમદાવાદમાં કેસ બમણા થવાનો દર ખૂબ ઊંચો છે. અમદાવાદમાં હાલ જ્યાં દર ચાર દિવસે કેસ બમણા થઈ જાય છે ત્યારે ગુજરાતમાં આ સરેરાશ છ દિવસની છે.

રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ કોરોના અંગેની અપડેટ આપતા જણાવ્યું કે, ગુજરાત જેટલી જ વસતી ધરાવતા દેશો કરતા ગુજરાતની સ્થિતિ ખૂબ જ સારી છે. ઈટાલી અને સ્પેનની વસતિ ગુજરાત જેટલી જ છે. સમયસર લોકડાઉન થતા ઘણો ફાયદો  મળ્યો. ગુજરાતમાં પર્યાપ્ત માત્રામાં દવાઓ ઉપલબ્ધ છે. PPE કીટનો જથ્થો પણ ઉપલબ્ધ છે. 

ગુજરાત રાજ્યમાં કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 3071 પર પહોંચી છે. રાજ્યમાં 30 જિલ્લામાં કોરોનાનો કહેર છે, સુરેન્દ્રનગરમાં ગઈકાલે કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. ગુજરાતમાં 2656 દર્દીઓની હાલત અત્યારે એકદમ સારી છે. ગુજરાત હાલ 35માં દિવસમાં છે અને આટલા સમયમાં સ્પેનમાં 50 હજારથી પણ વધુ કેસ નોંધાયેલા છે. ભારતમાં તાપમાન સાનુકૂળ છે. ગુજરાત જેટલી વસ્તી ધરાવતા દેશોમાં સૌથી વધુ કોરોનાનો કહેર છે. 

જયંતી રવિએ હાલમાં મહત્વનું નિવેદન આપતા હાલ 2350 બેડ તૈયાર થયા છે અને ગુજરાતના ચાર મહાનગરોમાં હોસ્પિટલ તૈયાર થઈ છે. ભારતના અન્ય રાજ્યો અને અનેક દેશ કરતા ગુજરાતમાં સારી સ્થિતી છે. રાજ્યમાં કુલ 61 હોસ્પિટલમાં 10 હજારથી પણ વધુ બેડ તૈયાર થઈ ગયા છે. ગુજરાતમાં દવાનો પર્યાપ્ત જથ્થો છે. n-95 માસ્ક અને કિટનો પુરતો જથ્થો છે અને કોવિડની તમામ હોસ્પિટલો મળી 22 હજાર બેડ તૈયાર થઈ ચુક્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news