ગુજરાતમાં કોરોના: છેલ્લા 24 કલાકમાં નવા 256 દર્દીઓ, કુલ પોઝિટિવ કેસ 3071

ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવિએ આજે પ્રેસ કોન્ફરન્સમાં કોરોના વાયરસને લઈને લેટેસ્ટ અપડેટ્સ આપ્યાં. ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 256 કેસ પોઝિટિવ આવ્યાં છે. જે ચિંતાજનક સમાચાર છે. ગુજરાતમાં કોરોનાના કેસનો આંકડો 3071 પર પહોંચ્યો છે. આ સાથે જ અમદાવાદમાં કોરોના વાયરસના કુલ 2003 કેસ થયા છે. સુરતમાં કોરોનાના 496 કેસ નોંધાયા છે. જ્યારે વડોદરામાં આંકડો 230 કેસ મળી આવ્યાં છે. રાજ્યમાં કુલ 282 લોકો રિકવર થયા છે. જ્યારે અત્યાર સુધીમાં 133 લોકોએ જીવ ગુમાવ્યાં છે. 

Updated By: Apr 25, 2020, 10:02 PM IST
ગુજરાતમાં કોરોના: છેલ્લા 24 કલાકમાં નવા 256 દર્દીઓ, કુલ પોઝિટિવ કેસ 3071

ઝી મીડિયા બ્યુરો, ગાંધીનગર: ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવિએ આજે પ્રેસ કોન્ફરન્સમાં કોરોના વાયરસને લઈને લેટેસ્ટ અપડેટ્સ આપ્યાં. ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 256 કેસ પોઝિટિવ આવ્યાં છે. જે ચિંતાજનક સમાચાર છે. ગુજરાતમાં કોરોનાના કેસનો આંકડો 3071 પર પહોંચ્યો છે. આ સાથે જ અમદાવાદમાં કોરોના વાયરસના કુલ 2003 કેસ થયા છે. સુરતમાં કોરોનાના 496 કેસ નોંધાયા છે. જ્યારે વડોદરામાં આંકડો 230 કેસ મળી આવ્યાં છે. રાજ્યમાં કુલ 282 લોકો રિકવર થયા છે. જ્યારે અત્યાર સુધીમાં 133 લોકોએ જીવ ગુમાવ્યાં છે. 

કુલ દર્દીઓની સંખ્યા 3071 થઈ
ગુજરાતમાં કોરોના વાયરસના કુલ દર્દીઓની સંખ્યા 3071 થઈ. જેમાં 2626 દર્દીઓ સ્ટેબલ કન્ડિશનમાં છે જ્યારે 30 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 282 લોકોને ડિસ્ચાર્જ કરી દેવાયા છે અને 133 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં અત્યાર સુધી 48,315 ટેસ્ટ હાથ ધરાયા છે. 

નવા કેસ ક્યાં ક્યાં નોંધાયા
જિલ્લાવાર પરિસ્થિતિ જોઈએ તો સાંજે 5 વાગ્યા સુધીમાં અમદાવાદમાં આજે નવા 182 કેસ નોંધાયા છે. જ્યારે વડોદરામાં નવા 7 કેસ, સુરતમાં 34 કેસ, આણંદમાં 5, બનાસકાંઠામાં 11, ભાવનગરમાં 5, છોટાઉદેપુરમાં 2, ગાંધીનગરમાં 4, મહિસાગરમાં 1, પંચમહાલમાં 2, પાટણમાં 1, સુરેન્દ્રનગરમાં 1, કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 6 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 17 લોકોને ડિસ્ચાર્જ અપાયા છે. 

હાલ કેટલા લોકો છે કોરોન્ટાઈન
રાજ્યમાં હાલ 32119 લોકો હોમ કોરોન્ટાઈન કરાયા છે. જ્યારે 3565 લોકો સરકારી ફેસિલીટીમાં કોરોન્ટાઈન છે. 246 લોકો પ્રાઈવેટ ફેસિલીટીમાં કોરોન્ટાઈન છે. આમ કુલ કોરોન્ટાઈન લોકોની સંખ્યા 36,730 છે. 

No photo description available.

આ અગાઉ આજે સવારે પ્રેસ કોન્ફરન્સમાં આરોગ્ય સચિવ જયંતિ રવિએ  અપડેટ્સ અંગે જણાવ્યું કે, આ એક અભૂતપૂર્વ વાઇરસ છે. WHo એ પણ તેને મહામારી જાહેર કરી છે. 210 દેશ કરતાં વધુ દેશોમાં તેનુ સંક્રમણ વિસ્તર્યું છે. ભારતના 32 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં કોરોના પહોંચી ગયો છે. ગુજરાતના ત્રણ જિલ્લાના બાદ કરતાં તમામ સ્થળે કોરોના પહોચ્યો છે. હજી પણ બધા વિસ્તારમાં પહોચશે એ હકીકત છે. પણ એને ધીમો કરવા માટેના પ્રયાસો થઇ રહ્યાં છે.  તેના વિકાસની ગતિ ઘટાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. 

જુઓ LIVE TV

તેમણે એમ પણ કહ્યું કે લોકાડાઉનને લીધે તેની ગતિ પર કાબુ મેળવવામાં સફળતા મળી છે. આ રોગથી લુપ્ત ન રહી શકીએ, પણ તેની ગતિને નિયંત્રિત કરી શકીએ. આ સ્થિતિ હજુ બે મહિના ચાલશે. ભય, અફવા અને માસ ઇન્ફર્મેશનનું વાતાવરણ આપણને પાલવે નહિ. તેથી અફવાઓ ન ફેલાવવા માટે અમારી અપીલ છે. જ્યારે આખા સમાજ દેશમાં સંક્રમણ ફેલાતુ હોય ત્યારે સચેત રહેવુ જોઇએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube