JEE એડવાન્સનું પરિણામ જાહેર, અમદાવાદની શબનમ સહાય રાજ્યમાં પ્રથમ

દેશભર આવેલી 23 IIT સંસ્થાઓમાં પ્રવેશ માટે લેવામાં આવેલી JEE એડવાન્સનું પરિણામ જાહેર કરાયું છે. ત્યારે મહારાષ્ટ્રના બલરામપુરનો કાર્તિકેય ગુપ્તા 372માંથી 346 માર્ક મેળવી દેશભરમાં પ્રથમ ક્રમાંકે આવ્યો છે. તો અમદાવાદની શબનમ સહાય રાજ્યમાં પ્રથમ સ્થાને અને દેશભરમાં 10માં સ્થાને આવી છે. 

JEE એડવાન્સનું પરિણામ જાહેર, અમદાવાદની શબનમ સહાય રાજ્યમાં પ્રથમ

અતુલ તિવારી/અમદાવાદ: દેશભર આવેલી 23 IIT સંસ્થાઓમાં પ્રવેશ માટે લેવામાં આવેલી JEE એડવાન્સનું પરિણામ જાહેર કરાયું છે. ત્યારે મહારાષ્ટ્રના બલરામપુરનો કાર્તિકેય ગુપ્તા 372માંથી 346 માર્ક મેળવી દેશભરમાં પ્રથમ ક્રમાંકે આવ્યો છે. તો અમદાવાદની શબનમ સહાય રાજ્યમાં પ્રથમ સ્થાને અને દેશભરમાં 10માં સ્થાને આવી છે. 

સાથે જ વિદ્યાર્થીની કેટેગરીમાં શબનમ સહાય સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન હાંસિલ કર્યું છે. ધોરણ 12 સાયન્સમાં 95% મેળવનારી શબનમ સહાયે JEE એડવાન્સની પરીક્ષામાં 372 માર્કમાંથી 308 માર્ક મેળવીને પોતાના માતા -પિતા સાથે પોતાનું પણ સ્વપ્ન સાકાર કર્યું છે.

ફીમાં વધારો કરતા વડોદરાની એમ.એસ યુનિવર્સીટી ફરી એકવાર આવી વિવાદમાં

  • JEE એડવાન્સનું પરિણામ વેબસાઈટ પર જાહેર કરાયું 
  • અમદાવાદની શબનમ સહાય રાજ્યમાં આવી પ્રથમ સ્થાને
  • મહિલા કેટેગરીમાં શબનમ દેશભરમાં પ્રથમ સ્થાને આવી
  • દેશભરમાં 10માં સ્થાને આવી અમદાવાદની શબનમ સહાય
  • શબનમે JEE એડવાન્સની પરીક્ષામાં 372 માર્કમાંથી 308 માર્ક મેળવ્યા
  • મહારાષ્ટ્રના બલરામપુરનો કાર્તિકેય ગુપ્તા દેશભરમાં પ્રથમ
  • કાર્તિકેય ગુપ્તા 372માંથી 346 માર્ક મેળવ્યા
  • દેશભરની 23 IIT સંસ્થાઓમાં પ્રવેશ માટે લેવાય છે JEE એડવાન્સ 

પોતાની આ ભવ્ય સફળતાનો શ્રેય શબનમે પોતાના માતા -પિતાને આપ્યો હતો. રોજ 8 કલાકનો અભ્યાસ કરનારી શબનમના પિતા પોતે IIMમાં પ્રોફેસર છે તો તેની માતા પોતે આર્કિટેક છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે JEE એડવાન્સની પરીક્ષામાં 33,349 વિદ્યાર્થીઓ અને 5356 વિદ્યાર્થીનીઓ સફળ રહી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news