Jetpur : પરપ્રાંતિય મજૂરોના બે બાળકો રમતા-રમતા ટ્રેન નીચે કચડાયા, ત્યાં જ થયું મોત

જેતપુર ટ્રેનની અડફેટે (train accident) આવી જતા 2 બાળકોના અરેરાટીભર્યા મોત નિપજ્યા છે. બંને બાળકો રમતા સમયે જેતપુરથી પસાર થઈ રહેલી ત્રિવેન્દ્રપુરી-વેરાવળ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવ્યા હતા. ત્યાં જ તેમનુ કમકમાટીભર્યુ મોત નિપજ્યુ હતું. ત્યારે બંને બાળકોના મૃતદેહને સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ ઘટનાની જાણ થતાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. 

Jetpur : પરપ્રાંતિય મજૂરોના બે બાળકો રમતા-રમતા ટ્રેન નીચે કચડાયા, ત્યાં જ થયું મોત

નરેશ ભાલિયા/જેતપુર :જેતપુર ટ્રેનની અડફેટે (train accident) આવી જતા 2 બાળકોના અરેરાટીભર્યા મોત નિપજ્યા છે. બંને બાળકો રમતા સમયે જેતપુરથી પસાર થઈ રહેલી ત્રિવેન્દ્રપુરી-વેરાવળ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવ્યા હતા. ત્યાં જ તેમનુ કમકમાટીભર્યુ મોત નિપજ્યુ હતું. ત્યારે બંને બાળકોના મૃતદેહને સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ ઘટનાની જાણ થતાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. 

માતાપિતા સૂતા હતા ત્યારે બાળકો રમતા રમતા ટ્રેન પાસે પહોંચ્યા 
જેતપુરમાં ભાદર નદીના પુલ પાસે મહાકાળી ફિનિસીંગ વકર્સ નામનું સાડી ફિનિસીંગનું કારખાનું આવેલુ છે. આ કારખાનામાં મૂળ બિહારના શંભુરામ પ્રસાદ અને સિદેની મંડલ નામના બે શખ્સ કામ કરે છે. બંને પરપ્રાંતિય પરિવાર જમીન પર સૂતા હતા, ત્યારે તેમના બાળકો નજીક રમી રહ્યા હતા. શંભુરામ પ્રસાદનો 11 વર્ષનો દીકરો આર્યન અને સિદેની મંડલનો 7 વર્ષીય દીકરો દીપુ ત્યાં રમતા હતા. 

ઘટનાની જાણ થતા લોકટોળા ઉમટ્યા 
આ દરમિયાન બાળકો ભાદર નદીના પુલ ઉપર આવેલ ટ્રેનના પાટા પાસે આવી ચડ્યા હતા. બંનેનું ધ્યાન હતું અને ટ્રેન ક્યારે આવી ગઈ તે તેમને ખબર ન પડી. અચાનક ટ્રેન આવી જતા બંને બાળકોને ટ્રેને અડફેટે લીધા હતા. ઘટના સ્થળે જ બંને બાળકોના મોત થયા હતા. ટ્રેને બાળકોને અડફેટે લેતા ટ્રેનને પણ ઉભી રાખી દેવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકોના ટોળા ટોળા ઉમટી પડ્યા હતા. બંને બાળકોના મૃતદેહને જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા. બંને બાળકોના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news