)
Jignesh Mevani Vs Harsh Sanghvi : ગુજરાત પોલીસ... જે કાયદો અને વ્યવસ્થા જાળવી પ્રજાની સુરક્ષા માટે રાત-દિવસ ખડેપગે ઊભી છે. પણ શું ગુજરાતમાં હવે પોલીસના પટ્ટા ઉતારવા આટલા સહેલા બની ગયા છે? તાજેતરમાં ઉત્તર ગુજરાતના વાવ-થરાદમાં ઘટેલી ઘટનાએ આ સવાલને ફરી ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધો છે.
ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા જિજ્ઞેશ મેવાણીએ જાહેરમાં, એક આઇપીએસ અધિકારીની હાજરીમાં જ, પોલીસને પટ્ટા ઉતારી લેવાની ચિમકી આપી. જનપ્રતિનિધિ તરીકે પ્રશ્નો ઉઠાવવા એ હક છે, પણ આ પ્રકારની જાહેરમાં ધમકી એ પોલીસ ફોર્સના મોરલ સાથેનો સીધો ખિલવાડ નથી?
આ ધમકીના ગણતરીના કલાકોમાં જ ઉત્તર ગુજરાતમાં પોલીસ પરિવારો રોડ પર ઉતરી આવ્યા, અને તેમણે મેવાણી સામે આક્રોશ ઠાલવ્યો. આ ઘટના દર્શાવે છે કે સત્તા કે રાજકારણના દમ પર અપાતી આવી ધમકીઓ જવાનોના મનોબળ પર કેટલી ગંભીર અસર કરી રહી છે.
હવે, આ મુદ્દે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસે તુરંત જ ભાજપના રાજુલાના ધારાસભ્ય હિરાભાઈ સોલંકીનો એક જૂનો વીડિયો વાયરલ કર્યો છે. જેમાં તેઓ પોલીસ સ્ટેશનની અંદર જ એક અધિકારીને પટ્ટા ઉતારવાની ધમકી આપતા દેખાય છે.
સવાલ એ છે કે... આ રાજકારણ માત્ર એક પક્ષ પૂરતું સીમિત છે કે પછી આ એક વ્યવસ્થા બની ગઈ છે? જનપ્રતિનિધિ ભલે પ્રજાનો અવાજ હોય, પણ શું તેમને પોલીસ જેવા સંવેદનશીલ અને શિસ્તબદ્ધ ફોર્સને જાહેરમાં અપમાનિત કરવાનો કે ધમકાવવાનો કોઈ અધિકાર છે?
ગુજરાત પોલીસ દળના હજારો અધિકારીઓ અને જવાનોને બંધારણ દ્વારા કાયદાનું પાલન કરાવવાનો અધિકાર મળ્યો છે. જ્યારે નેતાઓ જ જાહેરમાં તેમના મનોબળને તોડવાનો પ્રયાસ કરે, ત્યારે રાજ્યમાં કાયદાનું રાજ કેવી રીતે સ્થપાશે? શું રાજ્ય સરકારે આ પ્રકારના નિવેદનોને ગંભીરતાથી લઈ, પોલીસના મોરલને સુરક્ષિત કરવા માટે કોઈ કડક પગલાં લેવા જોઈએ? આ ધમકીઓનું રાજકારણ ક્યારે અટકશે? આ એક એવો સવાલ છે, જેનો જવાબ ગુજરાતની પ્રજા અને પોલીસ ફોર્સ બંને ઈચ્છી રહ્યા છે.
ગુજરાત પોલીસ! આ ફોર્સ કોઈ નેતાની મહેરબાનીથી કે દયાથી નથી ચાલતી! આ ફોર્સ કાયદાથી ચાલે છે, બંધારણથી ચાલે છે! છતાં આજે સવાલ છે કે શું ગુજરાતમાં ખાખીનું ગૌરવ રાજકારણીઓના પગ નીચે કચડાઈ રહ્યું છે? શું પોલીસના પટ્ટા ઉતારવા આટલા સહેલા બની ગયા છે?
તાજેતરમાં, કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ જાહેરમાં, એક સિનિયર IPS અધિકારીની હાજરીમાં જ, પોલીસને પટ્ટા ઉતારવાની ચિમકી આપી. જનપ્રતિનિધિ છો, પ્રજાના પ્રશ્નો ઉઠાવો, પણ આ જાહેર ધમકી પોલીસના મોરલ પર સીધો હુમલો નથી? કાયદાના રક્ષકો જ ધમકીનો ભોગ બને, ત્યારે કાયદાનું રાજ ક્યાં જશે?
વિવાદ વધ્યો તો ભાજપ-કોંગ્રેસની ગંદી રાજનીતિ સામે આવી! એક તરફ મેવાણી, તો બીજી તરફ ભાજપના હિરાભાઈ સોલંકીનો વીડિયો વાયરલ થયો – જ્યાં તેઓ પોલીસ સ્ટેશનની અંદર જ દાદાગીરી કરતા દેખાય છે. મુદ્દો કોઈ એક પક્ષનો નથી, મુદ્દો નેતાઓની દાદાગીરીનો છે!
કોંગ્રેસ પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ, વડગામના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી @jigneshmevani80 દ્વારા ગુજરાતમાં બેફામ રીતે ચાલતા નશા ના કારોબાર પર ઉગ્ર રજૂઆત કરતા જાણે કારોબારીઓના ભાગીદાર હોય તેમ ભ્રષ્ટ તંત્રના બચાવમાં ઉતરેલા ઉપમુખ્યમંત્રી ને સંસ્કાર યાદ આવી ગયા.
થોડા સમય પહેલા… pic.twitter.com/DG5OZdsVFt
— Hitendra Pithadiya (@HitenPithadiya) November 24, 2025
નેતાઓને એક વાત સાંભળી લેવી પડશે
પોલીસને પટ્ટા તમારી મહેરબાનીથી નથી મળતા! આ નોકરી કોઈ પાંચ વર્ષનો રાજકીય કરાર નથી! ધારાસભ્ય તમે માત્ર 5 વર્ષ માટે છો, પણ આ ખાખીવર્દી તો નિષ્ઠા અને સમર્પણની ઓળખ છે!
શું ૫ વર્ષનો રાજકારણનો પડછાયો ૫૮ વર્ષની પોલીસ સેવા પર હાવી થઈ જશે? ક્યાં જઈને અટકશે ગુજરાતમાં 'પટ્ટા ઉતારવા'ની આ સત્તાધારી મનમાની?
રાજ્ય સરકારે હવે ચૂપ ન રહેવું જોઈએ. આ રાજનીતિ માત્ર અધિકારીઓનું નહીં, પણ સમગ્ર પોલીસ તંત્રનું અપમાન છે. પોલીસના ગૌરવને પુનઃસ્થાપિત કરવા માટે કડકમાં કડક પગલાં લેવા જરૂરી છે. બસ, બહુ થયું! ધારાસભ્યોની દાદાગીરી બંધ કરો! ગુજરાત પોલીસે કહ્યું છે: 'અમારા પટ્ટા કાયદાના છે, કોઈ નેતાની મહેરબાનીના નહીં!'