ભાજપના ધારાસભ્યોને પ્રદેશ પ્રમુખે આપ્યું લેશન, એકડા-બગડાની પ્રેક્ટિસ કરવા સૂચના
રાજ્યસભાની ચૂંટણીના જંગ માટે ભાજપે પોતાના ધારાસભ્યો ને એકડા-બગડાની પ્રેક્ટિસ કરવા આદેશ કર્યો છે. કોંગ્રેસના કોઈ ઉમેદવારે ફોર્મ પરત ન ખેંચતા હવે મતદાન નિશ્ચિત છે ત્યારે ભાજપે પોતાના ત્રીજા ઉમેદવાર ને જીતાડવા માટે કમર કસી લીધી છે. એક તરફ કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાની સાથે બીજી તરફ પોતાના ધારાસભ્યો ભૂલ ન કરે તેની તકેદારી પણ ભાજપ રાખી રહ્યું છે.
બ્રિજેશ દોશી, ગાંધીનગર: રાજ્યસભાની ચૂંટણીના જંગ માટે ભાજપે પોતાના ધારાસભ્યો ને એકડા-બગડાની પ્રેક્ટિસ કરવા આદેશ કર્યો છે. કોંગ્રેસના કોઈ ઉમેદવારે ફોર્મ પરત ન ખેંચતા હવે મતદાન નિશ્ચિત છે ત્યારે ભાજપે પોતાના ત્રીજા ઉમેદવાર ને જીતાડવા માટે કમર કસી લીધી છે. એક તરફ કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાની સાથે બીજી તરફ પોતાના ધારાસભ્યો ભૂલ ન કરે તેની તકેદારી પણ ભાજપ રાખી રહ્યું છે.
ભાજપે પોતાના ચૂંટણી એજન્ટ તરીકે કાયદાકીય એક્સપર્ટ પરિન્દુ ભગત,ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીને જવાબદારી શોપી છે. તો કોંગ્રેસે શૈલેષ પરમાર અને અમિત ચાવડાને ચૂંટણી એજન્ટની જવાબદારી સોંપી હતી. વર્તમાન સમયમાં ગૃહ ના સભ્યો ની સંખ્યા 175 છે. એટલે કે એક ઉમેદવારને જીત મેળવવા માટે 35 મતની જરૂર છે. જો કોંગ્રેસની વાત કરવામાં આવે તો વર્તમાન સમયમાં કોંગ્રેસ 68 અને 1 અપક્ષ ધારાસભ્ય નો મત તેમને મળશે. એટલે કે કોંગ્રેસે પોતાના બીજા ઉમેદવારને જીતાડવા અન્ય 3 મતની જરૂર પડશે.
તો બીજી તરફ ભાજપ પાસે તેના 103 ધારાસભ્યો ઉપરાંત 1 એનસીપી અને 2 BTP ના મત તેમને મળવાનો દાવો કરી રહ્યું છે. એટલે કે ભાજપ પાસે અત્યારે 106 મત છે. ત્યારે હાલ ની સ્થિતિ એ ભાજપ પોતાના ત્રીજા જીતાડવા કટોકટ મત છે. તેવામાં ભાજપના કોઈ પણ ધારાસભ્યો નો મત એ રદ થાય તે ભાજપ ને પરવડે તેમ નથી. એટલા માટે જ મુખ્યમંત્રી વિજય રૂપાણી,નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની હાજરીમાં વિધાનસભા ખાતે મળેલ ધારાસભ્યોનીબેઠક માં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ધારાસભ્યો ને બેલેટ પેપર પર એકડા અને બગડા લખવાની પ્રેક્ટિસ ઘરે બેઠા કરવાની સૂચના આપી છે.
આ પહેલા જ્યારે ડો. એસ જય શંકર અને જુગલજી ઠાકોરની રાજ્ય સભાની ચૂંટણીમાં ભાજપના એક સિનિયર કેબિનેટ મંત્રી દ્વારા ખોટો એકડો કરતા તેમનો મત રદ થયો હતો. ત્યારે આ ચૂંટણીમાં એક પણ મત રદ ન થયા તે માટેની સૂચના ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ધારાસભ્યો ને સૂચના આપી છે. ભાજપ એક તરફ કોંગ્રેસના ધારાસભ્યોની વિકેટ પાડી રહ્યું છે ત્યારે પોતાના પક્ષમાં વિકેટો ન પડે તેની પણ તકેદારી રાખવામાં આવી રહી છે. કોંગ્રેસના 5 ધારાસભ્યોના રાજીનામાં બાદ કોંગ્રેસ આક્રમકતાથી આ ચૂંટણી લડવા તૈયારી કરી રહી છે.
ત્યારે ભાજપના ધારાસભ્યોની કોઈ ચૂક પક્ષને મોંઘી પડી શકે તેમ છે ત્યારે ભાજપે પોતાના ધારાસભ્યોને ગાંધીનગર છોડવા મનાઈ ફરમાવી છે તો તેમને એકડા, બગડા માં ભૂલો ન થાય તે માટે ધારાસભ્યોને પ્રેક્ટિસ કરવા સૂચના આપી છે. રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ત્રણ ઉમેદવારો છે જેમને એકડો અને બગડો પ્રમાણે મત આપવા ના રહે છે. રાજ્ય સભાની ચૂંટણીમાં ત્રણેય ઉમેદવારોને પ્રેફેન્સીયલ પદ્ધતિથી મતદાન થતું હોય છે. જેમાં દરેક ઉમેદવારને એકડો અને બગડો એમ 2 મત આપવાના થતા હોય છે. એકડાના મતના મૂલ્યના આધારે જીત નક્કી થતી હોય છે. જો એકડો કરવામાં ભૂલ થાય તો મત રદ્દ થતા હોય છે. તેવા સંજોગોમાં ભાજપ કોઈ ચાન્સ લેવા માંગતું નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube