ઘોઘા-દહેજ ફેરી સર્વિસ વિશે કરાઈ છે મોટી જાહેરાત, ભાવનગરને થશે જબરદસ્ત ફાયદો

ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ રો-રો ફેરી સર્વિસ વિશે મહત્વનું નિવેદન આપ્યું છે

 ઘોઘા-દહેજ ફેરી સર્વિસ વિશે કરાઈ છે મોટી જાહેરાત, ભાવનગરને થશે જબરદસ્ત ફાયદો

ભાવનગર : PM મોદીનું સ્વપ્ન ઘોઘા-દહેજ ફેરી સર્વિસ માત્ર ફેરી સર્વિસ ન રહી એપ્રિલમાં રો-રો ફેરી સર્વિસ તરીકે ચાલુ થશે. આ વાતની જાહેરાત કરી છે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ. વર્ષ 2012માં ખાત મુહુર્ત કર્યા બાદ નવેમ્બર 2017માં ઘણી તકનીકી તેમજ અન્ય તકલીફો વચ્યે ભાવનગર ઘોઘા દહેજ વચ્ચે માત્ર પેસેન્જર ફેરી સર્વિસ ચાલુ કરવામાં આવી હતી. હાલ ઘોઘા દહેજ રો-રો ફેરી સર્વિસ માટે PM મોદીએ રશિયા પાસેથી રો-રો ફેરી સર્વિસ જહાજની ખરીદી કરી છે. આ જહાજમાં 1 હજાર મુસાફરો અને 300 જેટલી કાર તેમજ અન્ય વાહનોની ક્ષમતા છે અને ટુંક સમયમાં ભારત લાવવામાં આવશે. આ ફેરી સર્વિસ ચાલુ થતા ભાવનગરના ઉદ્યોગોને પણ વેગ મળશે.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘોઘા-દહેજ રો-રો (રોલ ઓન-રોલ આઉટ) ફેરી સેવાનું ઉદ્ઘાટન કર્યું હતું. તે પ્રસંગે તેમણે એક સભાને પણ સંબોધી હતી અને પછી મોદીએ પોતે રો-રો ફેરીમાં મુસાફરી કરી હતી. આ પ્રકલ્પને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને દરિયાઈ માર્ગે જોડવાના પ્રયાસ રૂપે જોવાઈ રહ્યો છે. મોદીએ અહીં જનસભાને સંબોધતા કહ્યું હતું કે નવા સંકલ્પ સાથે નવા ભારત, નવા ગુજરાતની દિશામાં અણમોલ ઉપહાર સમગ્ર દેશને મળી રહ્યો છે. આ પ્રોજેક્ટથી દરિયાઈ માર્ગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વચ્ચેનું મુસાફરીનું અંતર ઘટશે. મોદીએ આ પ્રોજેક્ટને ભારત જ નહીં પરંતુ દક્ષિણ એશિયાનો સૌથી મોટો પ્રોજેક્ટ ગણાવ્યો હતો. આ સમયે મોદી મનમોહનસિંહની નેતૃત્વવાળી યુપીએની સરકાર પર પ્રહાર કરવાનું પણ ચૂક્યા ન હતા. તેમણે કહ્યું હતું કે પર્યાવરણના નામ પર આ પ્રોજેક્ટમાં અડચણો ઊભી કરવામાં આવી હતી.

ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ રો-રો ફેરી સર્વિસ વિશે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે ભાવનગર એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે, આગામી એપ્રિલ માસથી ઘોઘા-દહેજ વચ્ચે કાર્ગો ફેરી કાર્યરત થઇ જશે. એપ્રિલમાં બીજા સપ્તાહમાં ઘોઘા-દહેજ વચ્ચે 1000 પેસેન્જર તેમજ 150 ટ્રક તેમજ 80 ફોર વ્હીલની ફેરફેર થશે અને ભાવનગર સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર બની જશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news