જુનાગઢ ન્યૂઝ

ચમત્કાર સર્જાયો, ગોપીનાથજી મહારાજ સ્વરૂપની મૂર્તિને પરસેવો આવ્યો
Miracle In Temple : બોટાદના ગઢડા ગોપીનાથજી મંદિરમાં મહારાજ સ્વરૂપની મૂર્તિને પરસેવો થતો હોવાનો વીડિયો વાયરલ, મંદિરના ચેરમેને વીડિયો અંગે પુષ્ટી કરી, લોકોમાં કુતૂહલ સર્જાયું
May 15, 2022, 01:24 PM IST
આ દ્રશ્યો તમને વિચલિત કરી દેશે, ક્યારેય વાંદરાનો શિકાર ન કરનાર સિંહે એક ઝાટકે કપિરાજને કાપી નાંખ્યો
કહેવત છે કે, સિંહ કભી ઘાસ નહિ ખાતા, ત્યારે ગીરના જંગલમાં સિંહના ઘાસ ખાતા દ્રશ્યો પણ જોવા મળ્યા છે. ત્યારે ફરી એકવાર ગીર જંગલમા અદભૂત ઘટના બની છે. ક્યારેય વાંદરાનો શિકાર ન કરનાર સિંહે એક ઝાટકે કપિરાજને કાપી નાંખ્યો હતો. જેનો પુરાવા રૂપે વીડિયો પણ સામે આવ્યો છે.
May 13, 2022, 12:13 PM IST
સિંહ-દીપડા જે પ્રાણીઓનો શિકાર કરે છે તેમની ગણતરી હાથ ધરાઈ, ગીર જંગલમાં મોટું અભિયાન
ગીર જંગલ સિંહ સિવાય અનેક પ્રાણીઓનું ઘર છે. ત્યારે આ ઘરમા વસતા તૃણાહારી પ્રાણીઓની વસ્તી ગણતરી વન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે. ગીર જંગલ સહિત દરીયા કિનારે પણ તૃણાહારી પ્રાણીઓની ગણતરી કરવામાં આવશે. વન વિભાગે ખાસ અલગ અલગ ટીમ બનાવી ગણતરી હાથ ધરવામાં આવી છે.
May 10, 2022, 09:51 AM IST
વિશ્વની સૌપ્રથમ ઘટના: જૂનાગઢમાં અંધ થઇ ગયેલા સિંહને નવી દ્રષ્ટી આપી જીવન બચાવી લેવાયું
પ્રાણી સંગ્રહાલય સિંહોના સફળ બ્રીડિંગ સેન્ટર તરીકે દેશમાં પ્રથમ હરોળનું ઝૂ છે, ત્યારે હવે સિંહોની સર્જરી કરીને સિંહોના સફળ ઓપરેશન કરીને સફળતા મેળવી છે.
May 8, 2022, 07:23 PM IST
ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા! 1 રૂપિયો પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે ગરીબોની કસ્તુરી!
ડૂંગળીનું વાવેતર કરનાર ખેડુતોને હાલ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. આજે ડુંગળીના બજાર ભાવ તળીયે જતા ખેડૂત મુશ્કેલીમાં મુકાયા છે. ડુંગળીની ઉપજ કરવામાં જેટલો ખર્ચ થયો તેની અડધી કિંમત પણ નથી મળતી તેવું ખેડૂતો જણાવી રહ્યા છે.
May 8, 2022, 12:15 PM IST
અમરેલી પોલીસે કર્મચારીઓને કપાસિયા તેલ ન વાપરવાનું વિચિત્ર ફરમાન કર્યુ, બાદમા રદ કર્યું
અમરેલી પોલીસે પોતાના કર્મચારીઓને મોકલેલો એક મેસેજ ચર્ચાના કેન્દ્રએ ચઢ્યો છે. અમરેલીની પોલીસે પોતાના કર્મચારીઓને ખોરાકમા 'કપાસીયા તેલ'નો વપરાશ ટાળવા સુચના આપી હતી. જોકે. આ સૂચના વિવાદમાં આવતા જ અમરેલી પોલીસ હરકતમાં આવી હતી. કપાસિયા તેલ વાપરવા બાબતે થયેલ મેસેજ અમરેલી જિલ્લાના પોલીસ વડાએ રદ કર્યો હતો.
May 6, 2022, 12:37 PM IST
હરીહરાનંદ બાપુ અને ઋષિભારતી બાપુના વિવાદ વચ્ચે થઈ ‘મહિલા’ પાત્રની એન્ટ્રી
હરિહરાનંદ ભારતીના શિષ્ય સ્વમાનંદ સ્વામીએ ઋષિ ભારતી સામે ગંભીર આક્ષેપ, કહ્યું ઋષિ ભારતીને આશ્રમમાંથી કાઢી મૂક્યા બાદ તેઓ ગુરુબહેન સાથે રહેતા હતા, ઋષિ ભારતી પર ધમકી આપવાનો આક્ષેપ
May 5, 2022, 01:41 PM IST
આ સમાચાર વાંચ્યા બાદ તમે તમારા બાળકને રમવા જ નહી જવા દો, ચોંકાવનારો કિસ્સો
શહેરમાં બપોરના સમયે વિડીયા વિસ્તારની અંદર રમી રહેલા ત્રણ બાળકો પર જર્જરિત મકાનનો રવેશ તૂટી પડતા એક બાળકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુંહ તું. જ્યારે અન્ય બે બાળકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં સોમનાથના ધારાસભ્ય વેરાવળ નગરપાલિકાનાં પ્રમુખ અને માછીમાર અગ્રણીઓ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. બાળકોને ઉત્તમમાં ઉત્તમ સારવારની વ્યવસ્થા કરી હતી.
May 4, 2022, 10:12 PM IST
જંગલનો કાયદો કોણે તોડ્યો, શાંત બેસેલા સિંહની પાછળ ટ્રેક્ટર દોડાવ્યું
Lion Harassment In Gir: રાત્રિના સમયે સિંહ પાછળ ટ્રેક્ટર દોડાવી પજવણી કરાઈ હતી. કેટલાક યુવાનો દ્વારા સિંહની પજવણી કરી વધુ એક જંગલના નિયમોનો ભંગ કર્યો છે
May 4, 2022, 01:07 PM IST
ચાર દિવસથી ગુમ હરીહરાનંદ બાપુ મળ્યા, મહારાષ્ટ્રમાં એક સેવક સાથે થયો ભેટો
Missing Hariharanand Bapu Found : ચાર દિવસથી ગુમ જૂનાગઢ ભારતી આશ્રમના ગાદીપતિ હરીહરાનંદ બાપુ મળી ગયા, મહારાષ્ટ્રથી એક સેવકને મળ્યા બાપુ, બાપુને વડોદરા લાવવામાં આવી રહ્યા છે
May 4, 2022, 10:27 AM IST
Amreli News : ખોટી દવા આપીને રોકડી કરી લેતો બોગસ ડોક્ટર પકડાયો
ગુજરાતમાં એક તરફ જ્યા ફાર્મા સેક્ટર વધી રહ્યો છે, ત્યા લેભાગુ ડોક્ટરો દુકાનો ખોલીને રોકડી કરવા બેસી ગયા છે. રોજેરોજે ગુજરાતમાં બોગસ તબીબો પકડાઈ રહ્યા છે. રાજુલા તાલુકાના ડુંગર પોલીસ સ્ટેશનમાં આવતા માંડલ ગામમાં ગેરકાયદેસર પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટરને પોલીસે ઝડપી પાડ્યો છે.
May 4, 2022, 09:59 AM IST
ભારતી આશ્રમના ગુમ હરિહરાનંદ બાપુને શોધવા પોલીસે લોકોની મદદ માંગી, માહિતી આપનારને રિવોર્ડ અપાશે
બે દિવસ વિત્યા છતા ભારતી આશ્રમના ગુમ હરિહરાનંદ બાપુનો હજી સુધી કોઈ પત્તો લાગ્યો નથી. ત્યારે ગુમ હરિહરાનંદ બાપુને શોધવા માટે પોલીસે લોકોનો સહારો લીધો છે. વડોદરાના વાડી પોલીસે પોલીસે સોશિયલ મીડિયામાં જાહેરાત આપી હરિહરાનંદ બાપુની માહિતી આપવા લોકોને વિનંતી કરી છે. પોલીસે કહ્યુ કે, જે આ વિશે માહિતી આપશે તેને વડોદરા પોલીસ રિવોર્ડથી સન્માનિત કરશે.
May 4, 2022, 08:06 AM IST
સિંહ મનુષ્ય લોહીનો તરસ્યો બન્યો, બગસરામાં ખેત મજૂરની બાળકીને ઉપાડીને ફાડી ખાધી
અમરેલીમાં સિંહ મનુષ્ય લોહીનો તરસ્યો બન્યો. બગસરાના કડાયા ગામે ખેત મજૂરની બાળકીને સિંહ ઉપાડી ગયો હતો. લગભગ અડધો કિલોમીટર સુધી બાળકીને ઢસડી લઈ જઈને સિંહે તેનો શિકાર કર્યો હતો. બાળકીનું સિંહના હુમલાથી મોત થતા ગ્રામજનોમાં રોષ વ્યાપી ગયો હતો. વનવિભાગ ઘટના સ્થળે પહોચ્યું હતું. ત્યારે ગ્રામજનોએ સિંહને પાંજરે પૂરો પછી મૃતદેહ સ્વીકારશે તેવી માંગ કરી હતી.
May 3, 2022, 08:15 AM IST
ભર ઉનાળામાં ચોમાસા જેવો માહોલ; અમરેલીમાં મીની વાવાઝોડા વચ્ચે કેટલાક ગામોમાં મેઘરાજાની બેટીંગ
ઉલ્લેખનીય છે કે, રાજ્યભરના કેટલાક વિસ્તારમાં આગામી ત્રણ દિવસ વાતાવરણમાં પલટો જોવા મળવાનો છો. ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી સહિતના ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે પવન અને માવઠુ થાય તેવી શક્યતા વ્યકત્ કરી છે. જેથી માર્કેટયાર્ડે વેપારીઓ-ખેડૂતોને સાવચેત રહેવા સૂચના આપીછે.
May 2, 2022, 05:05 PM IST
તાલાલાની સવાર ભૂકંપથી થઈ, વહેલી સવારે 4 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો
તલાલાથી ઉત્તર-પૂર્વ ૧૩ કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું તલાલાનાં ધાવા ગીર સહિતના ગામોની અંદર ભૂકંપની સૌથી વધારે અસર અનુભવાઇ ગીર સોમનાથ :તાલાલા તાલુકામાં વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. સવારે 6 વાગ્યે અને 58 મિનિટે તાલાલાની ધરતીમાં ધ્રુજારી થઈ હતી. સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટ અનુસાર 4.0 રિક્ટર સ્કેલ પર ભૂકંપ નોંધાયો છે. ભૂકંપના આંચકાથી ભરઊંઘમાં રહેલા લોકો સફાળા જાગ્યા હતા, અને ઘરની બહાર દોડી આવ્યા હતા.
May 2, 2022, 08:05 AM IST
વિસાવદરના ખેડૂતોએ પ્રધાનમંત્રી પીઠ થાબડે તેવુ કામ કર્યું, વચેટિયાઓને પડતા મૂકીને જાતે માર્કેટિંગ કરશે
Gujarat Farmers : ખેડૂતોની આવક બમણી કરવા અને આત્મનિર્ભર બને તેવા હેતુથી વિસાવદરના 306 વધુ ખેડૂતો એકત્ર થઈને મંડળીની સ્થાપના કરી છે, જે પોતાનું પ્રોડક્ટ્સનું જાતે માર્કેટીંગ કરશે. તેમના આ પ્રયાસે અન્ય ખેડુતોને નવો રાહ ચિંધ્યો છે
Apr 30, 2022, 08:29 AM IST
ફળોનો રાજા ગણાતી કેસર કેરીની બજારમાં ધમારેદાર એન્ટ્રી, જાણો 10 કિલોના કેટલા પડ્યા ભાવ?
ફાળોના રાજા ગણાતી ગીરની કેસર કેરીની બજારમાં એન્ટ્રી થઈ છે. તાલાલા માર્કેટિંગ યાર્ડ ખાતે હરાજીનો વિધિવત પ્રારંભ થયો છે. સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પ્રથમ બોક્સ ગૌશાળાના લાભાર્થે 16,500માં ખરીદ્યું. યાર્ડમાં 10 કિલો બોક્સના ભાવ સરેરાશ 800 થી 1500 રૂપિયા. પ્રથમ દિવસે 4 હજાર બોક્સની આવક થઈ.
Apr 26, 2022, 04:50 PM IST
જૂનાગઢમાં ધોરણ 12 સાયન્સની પરીક્ષામાં પેપર નબળું જતા વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત
Standard 12 Science Student Suicide In Junagadh: પરીક્ષામાં તેનું છેલ્લું પેપર નબળું જતા બોર્ડની પરીક્ષામાં સારા માર્કસ ન આવવાની ચિંતામાં ગઈકાલે તેણે પોતાના જ ઘરમાં રૂમમાં પંખામાં દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી જીવન ટૂંકાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી
Apr 21, 2022, 04:19 PM IST
હવે કેશોદથી મુંબઇ માત્ર માત્ર 1 કલાક 25 મિનિટમાં પહોંચી જશો, આ તારીખથી પોરબંદર-દિલ્હી ફ્લાઇટ શરૂ થશે
આજે ૭૨ સીટની ક્ષમતા વાળા પ્લેનનો પ્રથમ કેશોદ મુંબઈ ફ્લાઇટનો શુભારંભ થયો જેમાં ૭૨ મુસાફરોએ મુસાફરીનો લાભ લીધો કેશોદ એરપોર્ટમાં કોમર્શીયલ વિમાની સેવા શરૂ થતાં મુસાફરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Apr 17, 2022, 07:03 PM IST
જુનાગઢ જિલ્લાના લોકો માટે ખુશીના સમાચાર, 16 એપ્રિલથી શરૂ થશે કેશોદ-મુંબઈ વિમાન સેવા
16 એપ્રિલથી કેશોદ-મુંબઈ વિમાન સેવા ફરી શરૂ થવાની છે. આ સેવા સપ્તાહમાં ત્રણ દિવસ મળશે.
Apr 13, 2022, 07:13 PM IST