Gujarat Vidhansabha 2022 ગાંધીનગર : માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ પ્રોટેમ સ્પીકર તરીકે શપથ લીધા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત યોગેશ પટેલને શપથ લેવડાવ્યા હતા. પ્રોટેમ સ્પીકરની શપથવિધિમાં મુખ્યમંત્રી, સંસદીય બાબતોના મંત્રી હાજર રહ્યાં હતા. જેના બાદ 15 મી વિધાનસભા ગૃહના તમામ નવા સભ્યો ધારાસભ્ય તરીકે શપથ લેશે. પ્રોટેમ સ્પીકર ચૂંટાયેલા યોગેશ પટેલે સૌથી પહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ધારાસભ્ય તરીકેના શપથ લેવડાવ્યા હતા. ત્યારે સવારથી ધીરે ધીરે તમામ ધારાસભ્યો ગૃહમાં પ્રવેશી રહ્યાં છે. પરંતુ આ વચ્ચે એક અદભૂત દ્રશ્ય જોવા મળ્યુ હતું. એક ધારાસભ્યએ ગૃહમાં પ્રવેશતા પહેલા દરવાજાને નતમસ્તક થઈ પ્રણામ કર્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ધારસભ્ય છે સંજય કોરડીયા, જેઓ ગૃહમાં જતા પહેલા તેને નતમસ્તક પ્રણામ કરતા જોવા મળ્યા હતા. ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણીમાં જીતેલા તમામ ધારાસભ્યોની આજે શપથવિધિ છે, ત્યારે તમામ ધારાસભ્યો ગુજરાત વિધાનસભાની અંદર પહોંચી રહ્યા હતા ત્યારે જુનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાએ મંદિરની જેમ વિધાનસભા ગૃહમાં પ્રવેશ કર્યો હતો. 


આવુ કરવાનું કારણ તેમણે જણાવ્યું હતું કે, વિધાનસભા ગૃહને પોતે ધારાસભ્ય તરીકે મંદિર માને છે. લોકોની સુખાકારીના કાર્યો અહીંથી તેમણે હવે કરવાના છે અહીં પ્રણામ કર્યાં.