જુનાગઢ ન્યૂઝ

જૂનાગઢમાં ACBનું સફળ ઓપરેશન, નાયબ મામલતદાર લાંચ લેતાં ઝડપાયા

જૂનાગઢમાં ACBનું સફળ ઓપરેશન, નાયબ મામલતદાર લાંચ લેતાં ઝડપાયા

જૂનાગઢ કલેકટર કચેરીની જમીન શાખાના નાયબ મામલતદાર લાંચ લેતાં ઝડપાયા છે. અરજદારની જમીન બિનખેતી કરવા લાંચ માંગવામાં આવી હતી. અરજદારની ACB માં ફરીયાદને લઈને ટ્રેપ ગોઠવતાં નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાઈ ગયા હતા

Sep 23, 2020, 11:11 PM IST
ખેડૂતોએ તંત્રના ટ્રેકટર અટકાવતાં હોબાળો, તંત્રની કોન્ટ્રાક્ટર સામે મીઠી નજર ના આક્ષેપ

ખેડૂતોએ તંત્રના ટ્રેકટર અટકાવતાં હોબાળો, તંત્રની કોન્ટ્રાક્ટર સામે મીઠી નજર ના આક્ષેપ

ખેડૂતો અને સ્થાનિકોનો આક્ષેપ છે કે છેલ્લા કેટલાય વર્ષોથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. પરંતુ પાલિકાના તંત્રનું પેટનું પાણી હલતું નથી. જેથી આખરે ના છૂટકે ટ્રેક્ટરોને અટકાવવાની ફરજ પડી છે.

Sep 10, 2020, 06:32 PM IST
પ્રવાસન ફરી ધમધમશે: 1 ઓક્ટોબરથી સમગ્ર રાજ્યનાં સફારી પાર્ક અને ઝુ ખુલ્લા મુકાશે

પ્રવાસન ફરી ધમધમશે: 1 ઓક્ટોબરથી સમગ્ર રાજ્યનાં સફારી પાર્ક અને ઝુ ખુલ્લા મુકાશે

* પહેલી ઓક્ટોબરથી તમામ ઝુ અને સફારી પાર્ક ફરી લોકો માટે ખુલશે * કોરોના સ્થિતીમાં તમામ પ્રાણી સંગ્રહાલયો અને સફારી પાર્ક હતા લોકો માટે બંધ * અનલોક 4 અંતર્ગત છુટછાટ મળતાં સરકારના નિર્દેશ અનુસાર શરૂ થશે સિંહ દર્શન * જૂનાગઢના સક્કરબાગ ઝુ અને ગીરમાં દેવળીયા સફારી પાર્ક શરૂ કરાશે * લાંબા સમય પછી લોકો માણી શકશે સિંહ દર્શનનો લ્હાવો * જો કે અભ્યારણ્યો તેના નિયમ મુજબ 16 ઓક્ટોબરથી ખુલશે

Sep 5, 2020, 11:14 PM IST
પરેશ ધાનાણી ઘેડ પંથકની મુલાકાતે, ખેડૂતો સાથે મુલાકાત કરી સરકારને ઘેરવાનો પ્રયાસ

પરેશ ધાનાણી ઘેડ પંથકની મુલાકાતે, ખેડૂતો સાથે મુલાકાત કરી સરકારને ઘેરવાનો પ્રયાસ

* વિપક્ષ નેતા પરેશ ધાનાણી જૂનાગઢ જીલ્લાના ઘેડ પંથકની મુલાકાતે * ભારે વરસાદને કારણે ઘેડ પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી * વિપક્ષ નેતાએ ઘેડ પંથકમાં ફરીને પરિસ્થિતી જાણી સરકારમાં રજૂઆત કરશે * વિપક્ષ નેતા સાથે ત્રણ ધારાસભ્યો જીલ્લા તાલુકાના પ્રમુખો સહીતના ઉપસ્થિત

Sep 4, 2020, 08:40 PM IST
અમરેલી જેલના VIP બેરેકમાં ચાલતા PUC સેન્ટરનો થયો પર્દાફાશ, મોટું નેટવર્ક પકડાયું

અમરેલી જેલના VIP બેરેકમાં ચાલતા PUC સેન્ટરનો થયો પર્દાફાશ, મોટું નેટવર્ક પકડાયું

અમરેલી પોલીસ દ્વારા જેલમાં ચાલતા અનેક ગોરખધંધાનો પર્દાફાશ કરાયો છે. અમરેલી જિલ્લા જેલના યાર્ડ નંબર 5 માં આવેલી બેરેક ન.9 અને 10 મા વીઆઈપી અને માથાભારે કેદીઓ દ્વારા મોટી સંખ્યામાં મોબાઇલ ફોનનો ઉપયોગ કરી જુદી જુદી જેલમાં વાત કરાતી હતી

Aug 25, 2020, 04:49 PM IST
પોરબંદર ત્રિપલ મર્ડર કેસમાં ચોંકાવનારો વળાંક, હેતલને પામવાની ભૂખમાં બીજા બેને મારી નાંખ્યા

પોરબંદર ત્રિપલ મર્ડર કેસમાં ચોંકાવનારો વળાંક, હેતલને પામવાની ભૂખમાં બીજા બેને મારી નાંખ્યા

પોરબંદર વન વિભાગમાં મહિલા બીટ ગાર્ડ તરીકે ફરજ બજાવતા હેતલ કિર્તી સોલંકી અને તેના પતિ કિર્તી સોલંકી અને રોજમદાર તરીકે કામ કરતા નાગાજણ ભુરા આગઠ 15મી ઓગસ્ટથી બરડા જંગલમાં લાપતા બન્યા હતા 

Aug 19, 2020, 04:59 PM IST
જુનાગઢ યુનિવર્સિટી: જો પરીક્ષા યોજાય તો વિદ્યાર્થીઓને વિમા કવચ આપવાની NSUI ની માંગ

જુનાગઢ યુનિવર્સિટી: જો પરીક્ષા યોજાય તો વિદ્યાર્થીઓને વિમા કવચ આપવાની NSUI ની માંગ

* નરસિંહ મહેતા યુનિ. ખાતે કુલપતિને આપ્યું આવેદનપત્ર * NSUI મહામંત્રી નિખીલ સવાણી સહીતના કાર્યકરોએ આપ્યું આવેદનપત્ર * યુનિ. ના પરીક્ષાર્થીઓ માટે વિમા પોલીસી લેવામાં આવે તેવી કરી રજૂઆત * કોરોના સ્થિતીમાં જો કોઈ વિધાર્થી સંક્રમીત થાય તો તેને મળી શકે રાહત * યુનિ. ની આગામી પરીક્ષાને લઈને વિધાર્થીના હિતમાં કરી રજૂઆતો

Aug 18, 2020, 11:11 PM IST
કોરોનાની અસરઃ સુમસામ બન્યા પ્રવાસન સ્થળો, જુનાગઢમાં પ્રવાસીઓની સંખ્યામાં મોટો ઘટાડો

કોરોનાની અસરઃ સુમસામ બન્યા પ્રવાસન સ્થળો, જુનાગઢમાં પ્રવાસીઓની સંખ્યામાં મોટો ઘટાડો

જુનાગઢ શહેરમાં અનેક ફરવાલાયક સ્થળો છે. તહેવારોની રજાઓમાં અનેક લોકો શહેરની મુલાકાતે આવતા હોય છે. પરંતુ કોરોના મહામારીને કારણે પ્રવાસન ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે.   

Aug 12, 2020, 09:50 PM IST
ગિરનારમાં અલૌલિક નજારો સર્જાયો, 500 પગથિયા પાસેના જટાશંકર મહાદેવ પર કુદરતી અભિષેક થયો

ગિરનારમાં અલૌલિક નજારો સર્જાયો, 500 પગથિયા પાસેના જટાશંકર મહાદેવ પર કુદરતી અભિષેક થયો

જૂનાગઢ (junagadh)  શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. આવામાં શહેરભરમાં ઠેરઠેર પાણી થઈ ગયું છે. ગિરનાર પર્વત (girnar) પર 6 ઇંચ વરસાદ પડતાં ગિરનારના પગથિયા પર પાણી વહેવા લાગ્યું છે. જોકે, ગિરનાર પર્વત પર વરસાદને લઈને અલૌકિક નજારો સર્જાયો છે. ગિરનારની જૂની સીડી પર 500 પગથિયા નજીક આવેલ પ્રસિદ્ધ જટાશંકર મહાદેવ પર કુદરતી અભિષેક થઈ રહ્યો છે. પર્વતમાંથી આવતાં વરસાદી પાણીને લઈને કુદરતી રીતે જટાશંકર મહાદેવ પર જલધારા થતી જોવા મળી. જટાશંકર મહાદેવ એક ગુફામાં બિરાજે છે અને ગુફામાંથી જ કુદરતી રીતે પાણી આવે છે, જે મહાદેવજી પર પડી રહ્યું છે. આમ જાણે મહાદેવજી પર ગંગાજીનો અભિષેક થતો હોય તેવા

Aug 7, 2020, 10:07 AM IST
સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘાવી માહોલ, દરિયા કાંઠાના મુખ્ય રસ્તાઓ પર ઢીંચણ સમા પાણી ભરાયા

સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘાવી માહોલ, દરિયા કાંઠાના મુખ્ય રસ્તાઓ પર ઢીંચણ સમા પાણી ભરાયા

સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. દરિયા કાંઠા વિસ્તારમાં વરસાદની દે ધનાધન બેટિંગ જોવા મળી રહી છે. અહીં સુત્રાપાડા, કોડીનાર અને ઉનાના દરિયા કાંઠાના ગામોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સૂત્રાપાડામાં 8 કલાકમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. કોડીનારમાં સારો એવો વરસાદ વરસ્યો છે. તો સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના ગામોમાં વરસાદ ખાબક્યો છે. તો વેરાવળમાં પોણા 1.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. તાલાલા અને ગીર ગઢડામાં ધીમીધારે વરસાદની શરૂઆત થઈ છે. ધોધમાર વરસાદથી દરિયા કાંઠાના મુખ્ય રસ્તાઓ પર ઢીંચણ સમા પાણી ભરાયા છે. આમ, લાંબા બ્રેક બાદ સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું આગમન થયું છે. 

Aug 4, 2020, 08:56 AM IST
સુદામા અને ગાંધીભૂમિનો છે આજે જન્મદિવસ, આ રીતે પડ્યું હતું પોરબંદર નામ

સુદામા અને ગાંધીભૂમિનો છે આજે જન્મદિવસ, આ રીતે પડ્યું હતું પોરબંદર નામ

પોરબંદર આમ તો હજારો વર્ષથી સુદામા નગરી તરીકે ઓળખાતુ આવ્યું છે. પરંતુ વિક્રમ સવંત પ્રમાણે જોઈએ તો પોરબંદરની સ્થાપના વિક્રમ સંવત 1046ના શ્રાવણી પુનમના દિવસે થઈ હતી. આ શહેરને ગાંધી જન્મભૂમિ, સુરખાબી નગર જેવી અનેક ઉપમાઓ મળી છે. 

Aug 3, 2020, 02:02 PM IST
ધંધુકા રોડ પર ગેસના બાટલા ભરેલા ટ્રકમા બ્લાસ્ટ, બાજુથી પસાર થઈ રહેલી કારમાં સવાર 4 ઈજાગ્રસ્ત

ધંધુકા રોડ પર ગેસના બાટલા ભરેલા ટ્રકમા બ્લાસ્ટ, બાજુથી પસાર થઈ રહેલી કારમાં સવાર 4 ઈજાગ્રસ્ત

ધંધુકા ફેદરા રોડ પર હરીપુરા પાટીયા પાસે આજે મોટી ઘટના સર્જાઈ હતી. ગેસના બાટલા ભરેલા ટ્રકમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટમાં ચાર લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા. તમામ ઈજાગ્રસ્તોને ધંધુકાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બ્લાસ્ટને પગલે સમગ્ર રોડ પર અફરાતફરી મચી ગઈ હતી. 

Aug 2, 2020, 01:10 PM IST
રાજુલા-જાફરાબાદ બોર્ડર નજીક એક અઠવાડિયામા 2 સિંહના મોત મામલે વનવિભાગ થયું સતર્ક

રાજુલા-જાફરાબાદ બોર્ડર નજીક એક અઠવાડિયામા 2 સિંહના મોત મામલે વનવિભાગ થયું સતર્ક

રાજુલા જાફરાબાદ બોર્ડર નજીક એક અઠવાડિયામાં 2 સિંહના મોત મામલે વનવિભાગ સતર્ક થયું છે. રાજુલા - જાફરાબાદ બંને રેન્જ વિસ્તારમા સિંહોના હેલ્થની ચકાચણી કરવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાયા છે. 

Jul 30, 2020, 09:25 AM IST
જુનાગઢ : ભાજપના કોર્પોરેટર રાજુ નંદવાણીનું કોરોનાથી મોત

જુનાગઢ : ભાજપના કોર્પોરેટર રાજુ નંદવાણીનું કોરોનાથી મોત

જૂનાગઢ મહાનગરપાલિકામાં ભાજપના વોર્ડ નં 6ના કોર્પોરેટર રાજુભાઈ નંદવાણીનું કોરોનાથી નિધન થયું છે. થોડા દિવસ અગાઉ તબિયત લથડતાં તેઓને રાજકોટ ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેના બાદ તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રાજુભાઈ નંદવાણી સિંધી સમાજના મોભી હતા. સાથે જુનાગઢના અગ્રણી વેપારી પણ હતા. રાજુભાઈ નંદવાણીના નિધનથી સિંધી સમાજ અને ભાજપમાં ઘેરા શોકની લાગણી છવાઈ છે. 

Jul 23, 2020, 10:26 AM IST
જુનાગઢ: માણાવદર નજીક ખારા ચેકડેમમાં ડૂબી જતાં એક વ્યક્તિનું મોત

જુનાગઢ: માણાવદર નજીક ખારા ચેકડેમમાં ડૂબી જતાં એક વ્યક્તિનું મોત

જુનાગઢમાં એક વ્યક્તિનું પાણીમાં ડુબી જવાથી મોત થયું છે. માણાવદર નજીક ખારા ચેક ડેમ પાસે આ ઘટના બની છે. જો કે, યુવકનું ચેક ડેમમાં ડુબી જતા આસપાસના સ્થાનિક લોકો સ્થળ પર દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરાઇ હતી. ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી ગઇ અને મૃતદેહને ચેક ડેમમાંથી બહાર કાઢવાની તજવીજ હાથ હતી. આ ઉપરાંત પોલીસ દ્વારા મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

Jul 22, 2020, 10:06 PM IST
શ્રાવણ મહિના માટે સોમનાથ મંદિરના દર્શનના સમયમાં કરાયો મોટો ફેરફાર

શ્રાવણ મહિના માટે સોમનાથ મંદિરના દર્શનના સમયમાં કરાયો મોટો ફેરફાર

શ્રાવણ માસમાં ગુજરાતના પ્રખ્યાત સોમનાથ મંદિર (somnath temple)ના સમયમા ફેરફાર કરાયો છે. દર્શનાર્થીઓ સરળતાથી દર્શન કરી શકે તેના માટે આ નિર્ણય લેવાયો છે. શનિવાર રવિવાર અને સોમવારના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. શ્રાવણ મહિનામાં મંદિર સવારે 6. 30 ના બદલે 6 વાગ્યે ખોલવામાં આવળશે. તો સાંજે 7.30 ના બદલે 9.15 સુધી મંદિર ખુલ્લુ રખાશે. જેથી ભક્તો વધુ સમય લાભ લઈ શકે. રાજ્ય સરકારના સુત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ, ધાર્મિક સ્થાનો માટે અગાઉની ગાઇડલાઇન જ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. રાજ્યના તમામ મોટા ધાર્મિક સ્થાનો અને શિવમંદિરોને જુની ગાઇડલાઇન મુજબ નિયમોનુ પાલન કરવા સુચના અપાઈ છે. જરુર પડે તો જે-તે

Jul 19, 2020, 07:52 AM IST
ઉના: ભાચામાં નરાધમ પિતાએ સગી દિકરી પર 3 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું, 7 માસનો ગર્ભ રહેતા ભાંડો ફુટ્યો

ઉના: ભાચામાં નરાધમ પિતાએ સગી દિકરી પર 3 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું, 7 માસનો ગર્ભ રહેતા ભાંડો ફુટ્યો

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાનાં ભાચા ગામે વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં સગા પિતાએ સગીર વયની પુત્રી પર જ દુષ્કર્મ આચર્યાનો ચકચારી કિસ્સો સામે આવ્યો હતો. ત્રણ વર્ષની સગીર વયની પુત્રી પર 3 વર્ષથી દુષ્કર્મ આચરતો હતો. જો કે પાપ ત્યારે બહાર આવ્યું જ્યારે પુત્રીને 7 માસનો ગર્ભ રહી ગયો હતો. 

Jul 17, 2020, 05:31 PM IST
સુરત, અમદાવાદ અને મુંબઈથી આવતા લોકોને ચેક કર્યા વગર અમરેલીમાં એન્ટ્રી નહિ મળે

સુરત, અમદાવાદ અને મુંબઈથી આવતા લોકોને ચેક કર્યા વગર અમરેલીમાં એન્ટ્રી નહિ મળે

અમરેલી જિલ્લામાં હાલ કોરોના સંક્રમણના વધી રહેલા કેસોને ધ્યાને લઇ સઘન તપાસ કરતા જાણવા મળ્યું છે કે, મોટાભાગના પોઝિટિવ કેસો સુરત જિલ્લામાં, અમદાવાદ જિલ્લામાં કે મુંબઈથી આવેલા લોકોના છે. જેથી સુરત, અમદાવાદ અને મુંબઈથી આવતા વાહનો અને મુસાફરોનું સઘન મેડિકલ ચેકઅપ તે અત્યંત જરૂરી બન્યું છે. જેના અનુસંધાને જિલ્લા મેજિસ્ટ્રેટ આયુષ ઓક દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે, સુરત, અમદાવાદ કે મુંબઈથી આવતા તમામ મુસાફરો અને વાહનોને આવવા માટે લાઠીની ચાવંડ ચેકપોસ્ટ ખાતે આરોગ્ય ચકાસણી અને સ્ક્રીનિંગ કરાવી અમરેલી જિલ્લામાં પ્રવેશવા ફરમાવ્યું હતું. સુરત, અમદાવાદ કે મુંબઈથી આવતા વાહનો અને મુસાફરો ચાવંડ

Jul 16, 2020, 03:11 PM IST
લો બોલો ! એક તો સરકારી ભરતી થતી જ નથી અને જે થાય છે તેમાં પણ કૌભાંડો, પોરબંદર પાલિકાનું મહાકૌભાંડ

લો બોલો ! એક તો સરકારી ભરતી થતી જ નથી અને જે થાય છે તેમાં પણ કૌભાંડો, પોરબંદર પાલિકાનું મહાકૌભાંડ

નગરપાલિકા દ્વારા વર્ષ 2017-18માં 321 રોજમદાર કર્મચારીઓની ભરતીને લઈને વિવાદ ઉભો થયો છે. કોંગ્રેસ આગેવાન દ્વારા દ્રારા સરકારના ઓડીટ રીપોર્ટના આધારે આક્ષેપ કરવામાં આવ્યો છે કે, નગરપાલિકાના નિયામકની મંજૂરી વગર અને ગેરકાયદેસર રીતે આ ભરતી કરીને એક વર્ષના 1.34 કરોડ રૂપિયા પગાર પેટે ચુકવી ગેરરીતી કરવામાં આવી છે. 

Jul 15, 2020, 12:41 AM IST
ન માત્ર ઓર્ગેનિક પરંતુ પવિત્ર કેરી: ખેડૂત દ્વારા અનોખી પદ્ધતી કરવામાં આવી રહી છે ખેતી

ન માત્ર ઓર્ગેનિક પરંતુ પવિત્ર કેરી: ખેડૂત દ્વારા અનોખી પદ્ધતી કરવામાં આવી રહી છે ખેતી

ગીર પંથકના ખેડૂતે પોતાની ખેત પદ્ધતિમાં સંપૂર્ણ આયુર્વેદિક વસ્તુઓના ઉપયોગ સાથે ઉત્તમ ખેતી કરી રહ્યા છે. તો સાથે સાથે બારેમાસ કેરી આપતા આંબાના ઝાડ પણ વિકસાવ્યા છે. સપ્રાંત સમય માં ખેત પેદાશોમાં મોટા ભાગે રસાયણિક દવાઓનું પ્રમાણ મોટા ભાગે જોવા મળે છે. ખેડૂતો પણ વધુ અને ઝડપી ઉત્પાદન મેળવવા રસાયણિક દવાઓનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે.

Jul 14, 2020, 10:50 PM IST