જુનાગઢ ન્યૂઝ

કોરોના સંકટમાં નર્સ રુખસાનાબેને દર્દીઓ માટે ફરજ બજાવી કરી ઈદની અનોખી ઉજવણી

કોરોના સંકટમાં નર્સ રુખસાનાબેને દર્દીઓ માટે ફરજ બજાવી કરી ઈદની અનોખી ઉજવણી

રુખસાનાબેન સિવિલ હોસ્પિટલ જૂનાગઢમાં નર્સ તરીકે ફરજ બજાવે છે. આજે મુસ્લિમ બિરાદરોનો પવિત્ર તહેવાર ઈદ હોવા છતાં આ નર્સ બહેને ફરજને પ્રાધાન્ય આપી કોરોના વોર્ડમા ફરજ બજાવી હતી.

May 25, 2020, 09:07 PM IST
સિંહોના ટોળાએ 108 એમ્બ્યુલન્સને અડધો કલાક અટકાવી, ટીમે મહિલાને ગાડીમાં જ પ્રસૂતિ કરાવવી પડી

સિંહોના ટોળાએ 108 એમ્બ્યુલન્સને અડધો કલાક અટકાવી, ટીમે મહિલાને ગાડીમાં જ પ્રસૂતિ કરાવવી પડી

ઉનાના ગીરગઢડામાં આજે અજીબ બનાવ બન્યો હતો. ગીરગઢડામાં એક મહિલાની 108ની એમ્બ્યુલન્સમાં ડિલિવરી કરવાની જરૂર પડી હતી. ગીરગઢડામાં 108 ને કોલ આવતા તાલુકાના ભાખા ગામે 108 એમ્બ્યુલન્સ પહોંચી હતી. પરંતુ પ્રસૂતાને હોસ્પિટલમાં લાવતા સમયે અચાનક સિંહોનું ટોળું રસ્તા વચ્ચે આવી ગયું હતું. જેથી એમ્બ્યુલન્સ સિંહોથી ઘેરાઈ ગઈ હતી. આવામાં પ્રસૂતાની પીડા વધી જતા ઈમરજન્સીમાં એમ્બ્યુલન્સમાં ડિલીવરી કરવાની ફરજ પડી હતી. જોકે,  બાળકી અને માતા બંને સલામત રહ્યાં હતા. 108 ને અડધો કલાક સિંહના ટોળાએ અટકાવતા રસ્તામાં જ ટીમે મહિલાને પ્રસૂતિ કરાવવાની ફરજ પડી હતી. 

May 21, 2020, 12:49 PM IST
જૂનાગઢ જિલ્લામાં વધુ એક કેસ નોંધાયો, 15 વર્ષનો કિશોર બન્યો કોરોનાનો શિકાર

જૂનાગઢ જિલ્લામાં વધુ એક કેસ નોંધાયો, 15 વર્ષનો કિશોર બન્યો કોરોનાનો શિકાર

જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધી કુલ 5 કેસ નોંધાયા છે. હાલ ત્રણ એક્ટિવ કેસ છે.   

May 16, 2020, 11:49 AM IST
ગેરકાયદેસર સિંહદર્શનનો વધારે એક વીડિયો વાયરલ, કડક કાર્યવાહીની માંગ

ગેરકાયદેસર સિંહદર્શનનો વધારે એક વીડિયો વાયરલ, કડક કાર્યવાહીની માંગ

ગીરના જંગલમાં બિનકાયદેસર સિંહ દર્શનની હાટડીઓ હજી પણ ધમધમી રહી છે. આવો જ એક વીડિયો હાલ વાયરલ થઇ રહ્યા છે. ઉનાના અમોદ્રા ગામના ખારા વિસ્તારનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક ભુંડને દોરડાથી બાંધી દીધું હતું. ત્યાર બાદ જંગલ વિસ્તારમાંથી એક સિંહણ આવીને ભૂંડનો શિકાર કરીને લઇ જાય છે. વીડિયોમાં એક વ્યક્તિ બોલતા પણ દેખાય છે કે, હમણા સિંહ આવશે અને લઇ જશે.

May 14, 2020, 10:41 PM IST
સરકારી છુટછાટની અસર સૌરાષ્ટ્રવાસીઓ ભોગવશે? શહેરી હિજરત ચાલુ થતાની સાથે કોરોનાના કેસ બમણા થયા

સરકારી છુટછાટની અસર સૌરાષ્ટ્રવાસીઓ ભોગવશે? શહેરી હિજરત ચાલુ થતાની સાથે કોરોનાના કેસ બમણા થયા

ગુજરાત સરકાર દ્વારા લોકડાઉનનાં ત્રીજા ફેઝમાં પોતાના વતન જવા ઇચ્છતા લોકોને કેટલીક શરતો સાથે છુટછાટ આપવામાં આવી છે. જો કે મોટા પ્રમાણમાં લોકોના એકત્રીત થવું, લોકોની હેરાફેરી જ વાયરસનાં સંક્રમણને ફેલાવે છે. પરંતુ સરકાર દ્વારા મોટા પ્રમાણમાં હેરાફેરીને છુટ આપવામાં આવી છે. જેનું પરિણામ પણ દેખાવા લાગ્યું છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓ જ્યાં 1-2 અથવા તો કેસ જ નહોતા આવતા ત્યાંથી અચાનક કેસની સંખ્યામાં વધારો થવા લાગ્યો છે.

May 12, 2020, 12:27 AM IST
VIDEO કોરોના: જૂનાગઢના આ વિસ્તારમાં 'ચામાચીડિયાની કોલોની'થી લોકોમાં ભયનો માહોલ

VIDEO કોરોના: જૂનાગઢના આ વિસ્તારમાં 'ચામાચીડિયાની કોલોની'થી લોકોમાં ભયનો માહોલ

જયારે ચીનમાંથી કોરોના રોગ ફેલાયો ત્યારે આ રોગ ચામાચીડિયામાંથી ફેલાયો હોવાની અફવાઓ ફેલાઈ હતી, પરંતુ પાછળથી વૈજ્ઞાનિકોએ એ વાતને રદિયો આપી કોરોના ચામાચીડિયાથી ફેલાતો ના હોવાની પુષ્ટિ કરી હતી. પરંતુ જૂનાગઢના લોકો આજે પણ ડરી રહ્યા છે અને એવું માની રહ્યાં છે કે તેમના માટે આ ચામાચીડિયા ઘાતક છે કારણ કે એક મકાનમાં ચામાચીડિયાની એક કોલોની હોવાથી ત્યાં જતા લોકો દરે છે અને વન વિભાગને ફરિયાદ કરી રહ્યા છે.

May 10, 2020, 10:20 AM IST
ગીરમાં સિંહોના થયેલા મોત મામલે મોટો ખુલાસો, આ રોગને કારણે થયા મોત

ગીરમાં સિંહોના થયેલા મોત મામલે મોટો ખુલાસો, આ રોગને કારણે થયા મોત

 સિંહાના મોતની તપાસ કરવામાં આવી તેમાં હિમોગ્લોબીનની ખામી તેમજ બેગેસીયા નામનો રોગ જોવા મળ્યો છે. આ માટે કેનાઈન ડિસ્ટેમ્પર વાઇરસ જવાબદાર નથી.   

May 7, 2020, 04:07 PM IST
લોકડાઉનમાં છુટછાટ મળતાં કેરીની આવકમાં થયો વધારો, જાણો શું બોક્સનો ભાવ

લોકડાઉનમાં છુટછાટ મળતાં કેરીની આવકમાં થયો વધારો, જાણો શું બોક્સનો ભાવ

જૂનાગઢમાં લોકડાઉનમાં છુટછાટની અસર જોવા મળી રહી છે અને યાર્ડમાં કેરીની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે. આજે યાર્ડમાં ત્રણ હજાર બોક્સની આવક થઈ હતી અને ત્રણસોથી સાતસો રૂપીયા જેવો પ્રતિ બોક્સનો ભાવ રહ્યો હતો.

May 7, 2020, 03:32 PM IST
હવે ઘરેબેઠા કરી શકાશે સોમનાથદાદાની પૂજા, કેશુભાઇ પટેલે કરાવ્યો ઇ-સંકલ્પ ડિઝીટલ સેવાનો પ્રારંભ

હવે ઘરેબેઠા કરી શકાશે સોમનાથદાદાની પૂજા, કેશુભાઇ પટેલે કરાવ્યો ઇ-સંકલ્પ ડિઝીટલ સેવાનો પ્રારંભ

 આ સેવાનો પ્રારંભ ટ્રસ્ટના અધ્યક્ષ કેશુભાઇ પટેલે ગાંધીનગર ખાતે પોતાના નિવાસ સ્થાનેથી કોરોના વોરીયર્સ (કોરોના વીરો) જે લોકો કોરોના મહામારીની જંગ સામે પરવા કર્યા વિના પોતાની ફરજ બજાવીને એક યોધ્ધાની જેમ લડે છે તેવા કોરોનાવીરને ભગવાન સોમનાથ શક્તિ આપે અને સમગ્ર વિશ્વને આ કોરોના મહામારીમાંથી મુક્તિ મળે તે માટે મહાપૂજા તેમજ મહામૃત્યુંજય જાપ પુજાનો ઇ-સંકલ્પ કરી પૂજાવિધિ કરવામાં આવી હતી. 

May 7, 2020, 09:19 AM IST
બ્રેકિંગ : ગુજરાતના 32મા જિલ્લામાં કોરોનાની એન્ટ્રી થઈ

બ્રેકિંગ : ગુજરાતના 32મા જિલ્લામાં કોરોનાની એન્ટ્રી થઈ

ગુજરાતના 31 જિલ્લામાં કોરોના (Coronavirus) ના કેસ ફેલાઈ ગયા હતા. ત્યારે હવે રાજ્યના 32મા જિલ્લામાં કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે. અત્યાર સુધી સાવ કોરા રહેલા જુનાગઢ (Junagadh)  જિલ્લામાં લોકડાઉનના 42મા દિવસે કોરોનાની એન્ટ્રી થઈ છે. જુનાગઢ જિલ્લામાં કોરોનાના બે કેસ સામે આવ્યા છે. સૌ પ્રથમ બે કેસ ભેસાણમાંથી મળ્યા છે. ભેસાણ સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોકટર વેકરીયા અને પ્યુનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પ્રથમ બે કેસને કારણે જુનાગઢનું આરોગ્ય તંત્ર દોડતુ થયું છે. બે કેસને પગલે ભેસાણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સિલ કરાયું છે. તો સાથે તબીબ અને પ્યુનના સાથી કર્મચારીઓના નમૂનાઓ લેવાનું શરૂ કરાયું છે

May 5, 2020, 09:22 AM IST
તમાકુની તલબ લાગી હોય તો આ જગ્યાએ મળશે માવા, જ્યાં વેચાણ પર નથી પ્રતિબંધ

તમાકુની તલબ લાગી હોય તો આ જગ્યાએ મળશે માવા, જ્યાં વેચાણ પર નથી પ્રતિબંધ

દેશભરમાં અને ખાસ કરીને ગુજરાત અને સૌરાષ્ટ્રમાં લોકડાઉન દરમિયાન પાન તમાકુના પ્રતિબંધને લઈને વ્યસનીઓની તલબ એટલી હદ વટાવી ગઈ કે તમાકુ સોપારીના કાળા બજાર થવા લાગ્યા અને દોઢસો રૂપીયાની તમાકુના પંદરસો રૂપીયા લેવાતા હતા

May 4, 2020, 08:38 PM IST
દાદાના ધામમાં હજુ પહોંચી શક્યો નથી કોરોના, લોકડાઉનમાં 2.75 કરોડ લોકો કરે છે દાદાના દર્શન

દાદાના ધામમાં હજુ પહોંચી શક્યો નથી કોરોના, લોકડાઉનમાં 2.75 કરોડ લોકો કરે છે દાદાના દર્શન

ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. જોકે ગુજરાતના ધાર્મિક સ્થળો કોરોના મુક્ત રહ્યાં છે. ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા 3700ને પાર પહોંચી ચૂકી છે. ત્યારે દેશના પ્રથમ જ્યોર્તિલિંગ એવા યાત્રાધામ સોમનાથ ખાતે એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી.

Apr 29, 2020, 07:39 PM IST
સૌરાષ્ટ્ર પંથકમાં મોટું સંકટ, અનેક જિલ્લામાં વીજળી સાથે કમોસમી વરસાદ ખાબક્યો

સૌરાષ્ટ્ર પંથકમાં મોટું સંકટ, અનેક જિલ્લામાં વીજળી સાથે કમોસમી વરસાદ ખાબક્યો

સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં હાલ મોટું સંકટ તોળાઈ રહ્યું છે. કોરોનાના કહેર વચ્ચે અહી કમોસમી વરસાદ ખાબકી પડ્યો છે. અમરેલી, રાજકોટ, બોટાદ, ગોંડલ, જસદણ સર્વત્ર કમોસમી વરસાદ પડ્યો છે. બપોર બાદ અહીં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. આ સાથે જ સૌરાષ્ટ્ર પંથકના ખેડૂતોના માથે મોટી મુશ્કેલી ઉભી થઈ છે. કમોસમી વરસાદથી ઉનાળુ પાક નાશ પામી શકે છે. 

Apr 29, 2020, 05:07 PM IST
કેસર કેરીને લાગ્યું કોરોનાનું ગ્રહણ, વેપારીઓને કરોડોના નુકસાનનો ડર

કેસર કેરીને લાગ્યું કોરોનાનું ગ્રહણ, વેપારીઓને કરોડોના નુકસાનનો ડર

આ વખતે જૂનાગઢની પ્રખ્યાત કેસર કેરીને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. 100 કરોડની નિકાસ સામે સવાલ ઊભા થયા છે. મળતી માહિતી મુજબ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ બંધ હોવાના કરાણે ઉના તાલાલા જૂનાગઢ અને કચ્છની કેસર કેરીની નિકાસને અસર થઈ છે. કમોસમી વરસાદ અને ઝાકળના પગલે કેરીમાં ખરલની સમસ્યા થઈ છે. તાલાલા મેંગો માર્કેટ 10મી મેથી શરૂ થવાનો અંદાજો છે. 

Apr 29, 2020, 11:25 AM IST
જૂનાગઢના કમિશ્નરની કોરોના સામે લડવા માટેની જડબેસલાક તૈયારી, હજી સુધી એક પણ કેસ નહી

જૂનાગઢના કમિશ્નરની કોરોના સામે લડવા માટેની જડબેસલાક તૈયારી, હજી સુધી એક પણ કેસ નહી

શહેરમાં કોરોનાનો હજી સુધી એક પણ પોઝિટિવ કેસ આવ્યો નથી, આ સ્થિતી જ જળવાઇ રહે અને શહેરનાં નાગરિકો સુરક્ષીત રહે તે માટે મહાનગર પાલિકાના કમિશ્નર, વહીવટી તંત્ર તથા પોલીસ તંત્રની સાવચેતીના ભાગ રૂપે  લેવાય રહ્યા છે. વિશ્વ આખામાં જ્યારે કોરોનાએ પોતાનો કહેર વર્તાવ્યો છે, ત્યારે હાલ જૂનાગઢ જિલ્લો તેમાંથી બાકાત છે. ખાસ કરીને જૂનાગઢનું વહીવટી તંત્ર આગમચેતીના ભાગ રૂપે પહેલેથી જ એલર્ટ થય ગયું હતું.

Apr 13, 2020, 08:26 PM IST
શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી, વીરપુરમાં રસ્તા પરથી મળી બોર્ડના વિદ્યાર્થીઓએ આપેલી ઉત્તરવહી

શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી, વીરપુરમાં રસ્તા પરથી મળી બોર્ડના વિદ્યાર્થીઓએ આપેલી ઉત્તરવહી

હાલ રાજ્યભરમાં બોર્ડની પરીક્ષાઓ પૂરી થવાની તૈયારીમાં છે. રાજ્યભરના વિદ્યાર્થીઓ હાલ બોર્ડની પરીક્ષા આપી રહ્યાં છે ત્યારે સૌરાષ્ટ્રના વીરપુર પાસેના ઓવરબ્રિજ પર બોર્ડની પરીક્ષાની લખાયેલી ઉત્તરવહીઓ મળી આવી છે. આ ઉત્તરવહી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની છે. આ ઉત્તરવહીઓ આ મહેસાણાની હોવાનું સામે આવ્યં છે. ત્યારે કેવી રીતે શિક્ષણ વિભાગના અધિકારીઓ, જેઓને ઉત્તરવહી સલામત સ્થળે પહોંચાડવાની જવાબદારી આપવામાં આવી છે તેઓ વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરે છે તે જોવા મળ્યું છે.  

Mar 18, 2020, 09:32 AM IST
સોમનાથ રેલવે પ્રોજેક્ટ સામે ખેડૂતોનો વિરોધ, અધિકારીઓ લીલા તોરણે પાછા ફર્યા

સોમનાથ રેલવે પ્રોજેક્ટ સામે ખેડૂતોનો વિરોધ, અધિકારીઓ લીલા તોરણે પાછા ફર્યા

સોમનાથ - કોડીનાર સ્પેશિયલ કોમર્શિયલ રેલવે પ્રોજેક્ટને લઈ વિવાદ. ખેડૂતોના વિરોધ છતાં રેલવે અધિકારી સર્વે માટે આવતા ખેડૂતો રોષે ભરાયા. સૂત્રોચ્ચાર સાથે ખેડૂતોએ પોલિસ પ્રોટેક્શન સાથે આવેલ અધિકારીને સર્વે કરતા અટકાવ્યા. રેલવેના અધિકારી ગેરકાયદેસર સર્વે માટે આવ્યાનો ખેડૂતોનો આક્ષેપ. ગીર સોમનાથ જિલ્લાના સોમનાથથી કોડીનારના વડનગર સુધી 40 કી.મી ખાસ નવી માલવાહક બ્રોડગેજ રેલવે લાઈન બનાવવા સરકાર જય રહી છે. આ માટે રેલ્વે બોર્ડ દ્વારા જાહેરનામું પ્રસિઘ્ઘ કરેલા. જેમાં એક વર્ષ અગાઉ ત્રણેય તાલુકાના હજારો ખેડૂતોએ લેખીત વાંઘા અરજીઓ પણ દાખલ કરી છે. આમ છતાં હાલમાં આ કોમર્શીયલ રેલ પ્રોજેકટ માટે ગ્રામ્ય

Mar 15, 2020, 11:38 PM IST
જૂનાગઢમાં ઘાતક હથિયારો સાથે ઝડપાયા 2 શખ્સ, પોલીસે લોકોને અફવા નહી ફેલાવા કરી અપીલ

જૂનાગઢમાં ઘાતક હથિયારો સાથે ઝડપાયા 2 શખ્સ, પોલીસે લોકોને અફવા નહી ફેલાવા કરી અપીલ

માંગરોળથી ઘાતક હથિયારો સાથે પાંચ શખ્સો ઝડપાયા છે. કટલેરીના ખોટા બીલો બનાવી બાઇકમાં હથિયારો સંતાડીને લાવવામાં આવતાં હતા. પોલીસે હથિયારો, બાઇક અને મોબાઇલ સહીત 1.23 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હથિયારો અંજારથી માંગરોળ લાવવામાં આવી રહ્યા હતા. એક હજાર રૂપીયામાં એક તલવાર ખરીદી પંદરસો રૂપીયામાં વેચવાની હતી. પોલીસે અંજારથી હથિયાર મોકલનાર શખ્સ સહીત છ શખ્સો સામે ગુન્હો નોંધી પાંચ શખ્સોની ધરપકડ કરી છે. આ ઝડપાયેલા હથિયારો અંગે ખોટી અફવા નહીં ફેલાવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે.

Mar 15, 2020, 10:42 PM IST
આવો કેવી તહેવાર? મહાદેવનાં નગરમાં હોળી પ્રગટ્યાં પછી બોલાયછે અપશબ્દો !

આવો કેવી તહેવાર? મહાદેવનાં નગરમાં હોળી પ્રગટ્યાં પછી બોલાયછે અપશબ્દો !

પ્રભાસતીર્થમાં ઉજવાય છે અનોખો હોલીકાઉત્સવ. હોલીકાના પ્રાગટય સમયે મોટા અવાજે બોલાવામાં આવે છે અપશબ્દો. પરંતુ વાસ્તવમાં આ ઉચ્ચારણો અપશબ્દો નહી પરંતુ સંસ્કૃત ભાષાના ઉચ્ચારણો છે. 

Mar 9, 2020, 11:30 PM IST
પરીક્ષામાં નકલી વિદ્યાર્થી બેસાડવા માટે બનાવાતી નકલી રિસિપ્ટ, કૌભાંડ જોઇને ચોંકી ઉઠશો

પરીક્ષામાં નકલી વિદ્યાર્થી બેસાડવા માટે બનાવાતી નકલી રિસિપ્ટ, કૌભાંડ જોઇને ચોંકી ઉઠશો

દસમા અને બારમા ધોરણની પરીક્ષાઓ ચાલુ થઇ છે, ત્યારે પરીક્ષામાં ડમી વિદ્યાર્થીઓને બેસાડવા માટેનું નકલી રીસીપ્ટ બનાવવાના કૌભાંડનો જૂનાગઢ પોલીસે પર્દાફાશ કર્યો છે. એસઓજી પોલીસની ટુકડીએ ગત રાત્રીના રેડ કરી આધુનિક સાધનો સાથે નકલી રીસીપ્ટ સહીત ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે. પોલીસે આ પ્રકરણમાં જૂનાગઢ ભાજપના પૂર્વ ડેપ્યુટી મેયરના પુત્ર અને પુત્રી સામે ફરિયાદ દાખલ કરતા સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. સમગ્ર રાજ્યમાં આજથી દસમા અને બારમા ધોરણની પરીક્ષાઓ શરુ થઇ છે, ત્યારે સબ સલામત હોવાના દાવા કરતા શિક્ષણ વિભાગને મોટી લપડાક મારે તેવું એક મોટું કૌભાંડ જૂનાગઢ પોલીસે ઝડપી પડ્યું છે.

Mar 5, 2020, 05:04 PM IST