જુનાગઢ ન્યૂઝ

ગીરસોમનાથ : લોકોને પજવતો ત્રીજો દીપડો પકડાયો, પાંજરાને બદલે વન કર્મીના ઘરે પહોંચ્યો દીપડો

ગીરસોમનાથ : લોકોને પજવતો ત્રીજો દીપડો પકડાયો, પાંજરાને બદલે વન કર્મીના ઘરે પહોંચ્યો દીપડો

ગીર-સોમનાથના લોકોને હવે ધીરે ધીરે દીપડાના આતંક (Leopard Attack)માંથી મુક્તિ મળી રહી છે. ત્યારે ગીર સોમનાથના ઉના નજીક સીમાસી ગામની સીમમાંથી વધુ એક દીપડો પાંજરે પુરાયો છે. વનવિભાગે (Forest Department) દીપડાને જામવાળા એનિમલ કેર સેન્ટરમાં ખસેડ્યો છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ દિવસમાં જિલ્લાના અલગ અલગ વિસ્તારમાંથી ત્રણ જેટલા દીપડા પાંજરે પૂરાયા છે. જેને પગલે લોકો અને સ્થાનિક તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. બગસરા પંથકમાં 7 વર્ષના માનવભક્ષી દીપડાને ઠાર મરાયો હતો. આ દીપડાનું પીએમ જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે પીએમ કરી અગ્નિદાહ દેવામાં આવ્યો હતો.

Dec 13, 2019, 11:37 AM IST
અમરેલી : આખુ વનતંત્ર સાપરમાં દીપડીને શોધી રહ્યું હતું, ને તે કાગદડીની સીમમાં પાંજરે પૂરાઈ

અમરેલી : આખુ વનતંત્ર સાપરમાં દીપડીને શોધી રહ્યું હતું, ને તે કાગદડીની સીમમાં પાંજરે પૂરાઈ

અમરેલીના બગસરાના કાગદડી ગામની સીમમાંથી આખરે એક માનવભક્ષી દીપડી પાંજરે પૂરાઈ છે. આખુ વનતંત્ર સાપરમાં દીપડીને શોધી રહ્યું હતું, ને દીપડી કાગદડીની સીમમાં પાંજરે પૂરાઈ છે. ત્યારે આ સમાચાર મળતા જ અમરેલીના હજ્જારો ખેડૂતોને રાહતના સમાચાર મળ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી અમરેલી જિલ્લામાં દીપડાનો આંતક વધી ગયો હતો, આ દીપડાઓ માનવભક્ષી બની ગયા હતા, જેને કારણે ખેડૂતોના માથા પર મોત મંડરાઈ રહ્યું હતું. જેને પગલે સ્થાનિક રહેવાસીઓ દ્વારા ભારે વિરોધ દર્શાવાયો હતો. આખરે દીપડા દેખાય ત્યાં ઠાર મારવાના ઓર્ડર આપ્યા હતા. આ વચ્ચે મંગળવારની સવારે દીપડી પકડાયાના સારા સમાચાર મળ્યાં છે. 

Dec 10, 2019, 09:39 AM IST
જુનાગઢ ફરવા ગયેલા ગોધરાના ચાર યુવકોને અંધારામાં મળ્યું મોત, ઊંડા પાણીમાં ગરક થઈ કાર

જુનાગઢ ફરવા ગયેલા ગોધરાના ચાર યુવકોને અંધારામાં મળ્યું મોત, ઊંડા પાણીમાં ગરક થઈ કાર

પંચમહાલ જિલ્લાના ગોધરા પાસેના રામપુરા ગામના ગુમ થયેલા ચાર યુવાનોની કાર (Accident) જુનાગઢ પાસેથી એક નદીના ઊંડા પાણીમાંથી મળી આવી છે અને સાથે બે યુવાનોની લાશ મળી આવી છે. બે દિવસ પહેલા ચાર યુવાનો જુનાગઢ (Junagadh) માં ફરવા આવ્યા હતા. પરંતુ રવિવારે વહેલી સવારથી ગુમ થઇ ગયા હતા અને ત્યાર પછી રામપુરા ગામના લોકો અને પોલીસ શોધી રહી હતી.

Dec 10, 2019, 09:14 AM IST
MLA હર્ષદ રીબડીયાની ચીમકી, ‘વિનવિભાગ દીપડા નહિ પકડે, તો હું ભડાકે દઈશ, કોઈ આડું આવ્યું તો...’

MLA હર્ષદ રીબડીયાની ચીમકી, ‘વિનવિભાગ દીપડા નહિ પકડે, તો હું ભડાકે દઈશ, કોઈ આડું આવ્યું તો...’

દિવસેને દિવસે વિસાવદર બગસરા ધારી તાલુકાના 17 ખેડૂતો અને ખેત મજૂરોને માનવભક્ષી દીપડાએ ફાડી ખાધા છે. તો આજે વહેલી સવારે બગસરામાં એક ખેડૂતને દીપડા (Leopard Attack) એ ફાડી ખાડો છે. ત્યારે વિસાવદરના ખેડૂત પુત્ર કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડીયા હથિયાર લઈ ખેડૂતોના રક્ષણ માટે આગળ આવ્યા છે. હર્ષદ રીબડીયા (Harshad Ribadiya) એ વનવિભાગને 15 દિવસમાં ખેડૂતોના રેવન્યુ વિસ્તારમાંથી દીપડા ઉપાડી લેવા માટે ચીમકી ઉચ્ચારી છે. તેમણે ચીમકી આપતા કહ્યું કે, તમે કાર્યવાહી નહી કરો તો હું ખુદ દીપડાને ભડાકે દઈશ. કોઈ આડું આવ્યું એને પણ છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દઈશ...’ તેવા આક્રોશ સાથે ખેડૂતોના રક્ષણ માટે ખેડૂત પુત્ર હર્ષદ

Dec 7, 2019, 03:25 PM IST
અમાનવીય કૃત્યનો પુરાવો આપતો Video, ગળુ દબાવીને જંગલી બિલાડીના બચ્ચાના મોઢામાં નાંખી લાકડી

અમાનવીય કૃત્યનો પુરાવો આપતો Video, ગળુ દબાવીને જંગલી બિલાડીના બચ્ચાના મોઢામાં નાંખી લાકડી

પ્રાણીઓને હેરાનગતિ કરવાના કિસ્સા અનેકવાર સામે આવતા હોય છે. જેમાં કેટલાક નરાધમો મૂંગા પ્રાણીઓને એવી રીતે પરેશાન કરે છે, કે માનવતા પણ શરમાઈ જાય છે. જંગલમાં રહેતા પ્રાણીઓના વિસ્તારમાં જઈને તેઓને એવી રીતે હેરાન-પરેશાન કરવામાં આવે છે કે દયા આવી જાય. ત્યારે ગુજરાતમાં જંગલી બિલાડીની પજવણી કરવાનો વીડિયો સામે આવ્યો છે. જંગલના આરક્ષિત પ્રાણીઓની પજવણી આ વીડિયો Video જોઈને તમારુ હૃદય દ્રવી ઉઠશે, અને તમને આ નરાધમ શખ્સો સામે ફીટકાર વરસાવશો. 

Dec 7, 2019, 02:37 PM IST
VIDEO - સિંહની પજવણીઃ ગીરના બે ડાલામથ્થાને પરેશાન કરતો વીડિયો વાયરલ

VIDEO - સિંહની પજવણીઃ ગીરના બે ડાલામથ્થાને પરેશાન કરતો વીડિયો વાયરલ

ધારી(Dhari) ગીર પૂર્વના(Gir East) વીરપુરથી ગઢીયા વચ્ચેનો વીડિયો(Video) હોવાનું અનુમાન. સિંહોથી માત્ર 5થી 10 ફૂટના અંતરે તેમની પાછળ કાર દોડાવામાં આવી છે. વન વિભાગે વાહનચાલકને શોધી કાઢવા કાર્યવાહી હાથ ધરી.

Dec 3, 2019, 09:10 PM IST
Viral Video : દક્ષિણ ભારતીય કલેક્ટરને લાગ્યો ગુજરાતના કસુંબીનો રંગ, કીર્તિદાન ગઢવી સાથે રેલાવ્યા સૂર

Viral Video : દક્ષિણ ભારતીય કલેક્ટરને લાગ્યો ગુજરાતના કસુંબીનો રંગ, કીર્તિદાન ગઢવી સાથે રેલાવ્યા સૂર

ગુજરાતમાં જે પણ આવે તે ગુજરાતીઓના રંગે રંગાઈ જતુ હોય છે. આવા અનેક પુરાવા છે. દક્ષિણ ભારતથી આવેલા લોકો હોય, ઉત્તર ભારતીયો હોય કે પછી બંગાળી, થોડા વર્ષોમાં જ તેઓ ગુજરાતી પરંપરાને આત્મસાત કરતા દેખાય છે. ત્યારે ગુજરાતના આઈએએસને ગુજરાતનો કસુંબી રંગ લાગ્યો છે. સુરેન્દ્રનગરના કલેક્ટર કે.રાજેશ (K. Rajesh) લોકગાયક કીર્તિદાન ગઢવી (Kirtidan Gadhvi) સાથે ઝવેરચંદ મેઘાણીનું ગીત લલકારતા જોવા મળ્યા છે. જોતજોતામાં આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (Viral Video) થયો છે. 

Nov 29, 2019, 11:15 AM IST
કેનાઈન વાયરસથી મુક્ત થયેલા 33 સિંહોને જંગલમાં નહિ છોડાય, લેવાયો આ નિર્ણય

કેનાઈન વાયરસથી મુક્ત થયેલા 33 સિંહોને જંગલમાં નહિ છોડાય, લેવાયો આ નિર્ણય

ગત ઓક્ટોબર મહિનામાં ગીરના જંગલ (Gir Lions) માં પ્રાણીઓ માટે જીવલેણ કહી શકાય તેવો સીડીસી એટલે કેનાઈન ડિસ્ટેમ્પર વાયરસ (canine distemper virus) ફેલાયો હતો. જેની સૌથી મોટી અસર એશિયાટીક લાયન્સને થઈ હતી. આ વાયરસને કારણે ગીરમાંથી ટપોટપ 23 સિંહોના મોત થયા હતા. જેને પગલે વનવિભાગ પણ દોડતું થયું હતું. આગમચેતીના ભાગરૂપે ગીરના કેટલાક સિંહોને એનિમલ કેર સેન્ટર (Animal care center) માં રાખવામાં આવ્યા હતા અને તેમનું રસીકરણ કરાયું હતું. જોકે, હવે પૂરતી ચકાસણી કરાયા બાદ એક પણ સિંહમાં આ વાયરસ ન મળી આવતા હવે આ 33 સિંહોને કેદમાંથી મુક્તિ મળશે. પરંતુ તેઓ જંગલમાં કુદરતી વિહાર નહિ કરી શકે. આ પાછળ એક ચોક્કસ કારણ છે.

Nov 26, 2019, 11:16 AM IST
Video : એક યુવકે માતાના માંડવામાં ગાઈ રહેલા કલાકારને સટાસટ થપ્પડ લગાવ્યાં

Video : એક યુવકે માતાના માંડવામાં ગાઈ રહેલા કલાકારને સટાસટ થપ્પડ લગાવ્યાં

જાહેર કાર્યક્રમોમાં જ્યારે કાર્યક્રમ કરનાર વ્યક્તિ જ પોતાની મર્યાદા વટાવી જાય ત્યારે લોકો બરાબરની ધોકાવાળી કરી છે. આવું જં કંઈક બોટાદમાં યોજાયેલ માતાજીના માંડવાના કાર્યક્રમમાં થયું હતું. કાર્યક્રમમાં કલાકાર પ્રભાત સોલંકી દારૂ પીને પહોંચતા એક યુવકે તેમને ચાલુ કાર્યક્રમમાં લાફા ઝીંક્યા હતા. 

Nov 25, 2019, 02:56 PM IST
Video : કોઈએ વિચાર્યું પણ નહિ હોય કે ચોટીલામાં સિંહ પહોંચશે, એકસાથે 2 સિંહોના આંટાફેરા

Video : કોઈએ વિચાર્યું પણ નહિ હોય કે ચોટીલામાં સિંહ પહોંચશે, એકસાથે 2 સિંહોના આંટાફેરા

ગીરના સિંહો હવે પોતાની હદ વટાવી રહ્યાં છે. ગીરના સિંહો (Gir Lions) હવે જંગલ છોડીને રહેણાંક વિસ્તારોમાં આવી રહ્યા છે તેવા કિસ્સાઓ રોજ બને છે. પણ ગીરના વનરાજાઓએ હવે દૂરના વિસ્તારોમાં પણ ભ્રમણ કરતા જોવા મળી રહ્યાં છે. કોઈએ વિચાર્યું પણ નહિ હોય કે ચોટીલામાં (Chotila) સિંહ દેખાશે. ત્યારે બધાના આશ્ચર્ય વચ્ચે ચોટીલા પંથકમાં સિંહો પહોંચ્યા છે. ચોટીલામાં સિંહનો વીડિયો (lion Video) દેખા દેતા ખેડૂતો તથા લોકો ચિંતાતુર બન્યા છે. તો બીજી તરફ વનવિભાગે (Forest Department) પણ ચોટીલામાં સિંહ આવ્યા હોવાની પુષ્ટિ કરી છે. 

Nov 19, 2019, 04:43 PM IST
દીવ ફરવા જતા કોઈની નજર પડતી તેવી રસપ્રદ બાબત જાણીએ, ફેમસ જલંધર બીચની છે વાત

દીવ ફરવા જતા કોઈની નજર પડતી તેવી રસપ્રદ બાબત જાણીએ, ફેમસ જલંધર બીચની છે વાત

દેશમાં અલગ અલગ જગ્યાઓ પર પ્રયાગ આવેલા છે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં કર્ણ પ્રયાગ, રુદ્ર પ્રયાગ, નંદપ્રયાગ સોન પ્રયાગ, વિષ્ણુ પ્રયાગ છે. પણ બહુ ઓછા લોકોને ખબર છે કે ગુજરાતમાં પણ એક પ્રયાગ આવેલું છે. ગીર સોમનાથના ઉના પાસે ગુપ્ત પ્રયાગ આવેલું છે. પ્રયાગના જીર્ણોદ્ધાર માટે શ્રી મુક્તાનંદ બાપુ અપાર મહેનત કરી રહ્યા છે. એક સમયે ખંડેર બની ગયેલ આ અમૂલ્ય વિરાસત માટે અથાગ પરિશ્રમ અને મહેનતના પરિણામે ગુપ્ત પ્રયાગ હવે પ્રવાસન માટે લોકપ્રિય બની રહ્યું છે. 

Nov 19, 2019, 08:23 AM IST
કચ્છમાં કરા સાથે વરસાદ પડ્યો, સૌરાષ્ટ્ર પંથકમાં ઠેરઠેર વરસાદી માહોલ

કચ્છમાં કરા સાથે વરસાદ પડ્યો, સૌરાષ્ટ્ર પંથકમાં ઠેરઠેર વરસાદી માહોલ

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રમાં આજે મોટાપાયે જોવા મળી છે. કચ્છ તથા સૌરાષ્ટ્રના વાતાવરણમાં આજે બપોર બાદ અચાનક પલટો આવ્યો હતો. કચ્છના કચ્છના મંજલ રેલડીયા વિસ્તારમાં કરા સાથેનો વરસાદ વરસી પડ્યો. બરફના કરા પડતા લોકો પણ ચોંક્યા હતા. ખાવડા વિસ્તારમાં પણ કરા સાથે વરસાદ વરસ્યો હતો. તો બીજી તરફ, ભૂજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. અનેક વિસ્તારોમાં આશરે 1 ઈંચ થી વધુ વરસાદ પડ્યો છે. અબડાસાના કનકપરથી સુખપર સુધી વરસાદ પડ્યો છે. વરસાદ બાદ સમગ્ર કચ્છ પંથકમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું. ભૂજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના જેમા કુરન ખાવડા (પશ્ચિમ) વિસ્તારમાં સવારથી જ

Nov 14, 2019, 04:57 PM IST
અદભૂત Video : સોમનાથના કાર્તિકી પૂર્ણિમાના મેળાનો રાતનો નજારો જોઈને આંખો પર વિશ્વાસ નહિ થાય

અદભૂત Video : સોમનાથના કાર્તિકી પૂર્ણિમાના મેળાનો રાતનો નજારો જોઈને આંખો પર વિશ્વાસ નહિ થાય

સોમનાથ મહાદેવ (Somnath temple) ના સાનિધ્યમાં પારંપરિક કાર્તિકી પૂર્ણિમા (Kartik Poornima) નો મેળો યોજાય છે. આ મેળા મહોત્સવમાં મોટી સંખ્યામાં માનવમહેરામણ ઉમટી પડે છે. લોકો આખુ વર્ષ આ મેળાની રાહ જોઈને બેસે છે. ત્યારે ડ્રોન કેમેરાથી મેળાનો અવકાશી નજારો કેદ કરાયો હતો. ઉપર આકાશથી જોતા મેળાનો અદભૂત નજારો કેદ થયો છે. ત્યારે આ વીડિયો તમારું મન મોહી લેશે.

Nov 14, 2019, 09:20 AM IST
મહા વાવાઝોડાનું સંકટ ટળતા હવે સોમનાથનો કાર્તિકી પૂનમનો મેળો યોજાશે, જાહેર થઈ તારીખ

મહા વાવાઝોડાનું સંકટ ટળતા હવે સોમનાથનો કાર્તિકી પૂનમનો મેળો યોજાશે, જાહેર થઈ તારીખ

મહા વાવાઝોડાના પગલે કેન્સલ કરાયેલ ગીર સોમનાથ (Somnath) નો કાર્તિકી પૂનમનો હવે ફરીથી યોજાશે. 11થી 15 નવેમ્બર દરમિયાન કાર્તિકી પૂર્ણિમાના મેળાનું આયોજન કરાયું છે. વાવાઝોડું (maha cyclone) દરિયામાં સમી જતા આ કાર્તિકી પૂર્ણિમાના મેળાનું ફરીથી આયોજન કરવામાં આવ્યું છે. સોમનાથમાં થનારો કાર્તિકી પૂર્ણિમાનો મેળો વિશ્વભરમાં પ્રખ્યાત છે.

Nov 8, 2019, 03:39 PM IST
ગિરનારના ઉતાવળિયા પરિક્રમાર્થીઓને ગીર જંગલમાં ઘૂસવુ ભારે પડ્યું, વન વિભાગે કરાવી ઉઠક-બેઠક

ગિરનારના ઉતાવળિયા પરિક્રમાર્થીઓને ગીર જંગલમાં ઘૂસવુ ભારે પડ્યું, વન વિભાગે કરાવી ઉઠક-બેઠક

જુનાગઢ (Junagadh) ના ગિરનારમાં દર વર્ષે યોજાતી લીલી પરિક્રમા (girnar parikrama) યાત્રિઓના ધસારાને પગલે શરૂ કરી દેવામાં આવી છે. ભવનાથમાં પરિક્રમાર્થીઓનો ધસારો વધતા સરકારી તંત્ર અને વન વિભાગે રાત્રે 12ના ટકોરે ઇટવા દરવાજો ખુલ્લો મૂક્યો હતો. ત્યારે ઉતાવળિયા પરિક્રમાર્થીઓ સામે વન વિભાગે લાલ આંખ કરી હતી. સમય પહેલા જ ગીર અભ્યારણ્ય (Gir Santury) માં પ્રવેશ કરનાર મુસાફરોને ઉઠકબેઠક કરાવી હતી.

Nov 8, 2019, 10:44 AM IST
મધદરિયે ચકરાવા લેતા ‘મહા’ ચક્રવાતનો Video આવ્યો સામે, જુઓ

મધદરિયે ચકરાવા લેતા ‘મહા’ ચક્રવાતનો Video આવ્યો સામે, જુઓ

હાલ મહા વાવાઝોડું (maha cyclone) દીવના (Diu) દરિયા કાંઠાથી 220 કિલોમીટર દૂર છે. પરંતુ આ વાવાઝોડું ગુજરાતના દરિયા કાંઠે ટકરાવાનું નથી. દરિયા કાંઠે તેની માત્ર અસર જોવા મળશે. ત્યારે મધ દરિયે ચક્રવાતની સ્થિતિ કેવી છે તેનો Video સામે આવ્યો છે. વેરાવળનાં માછીમારે પોતાના મોબાઈલ કેમેરામાં દરિયાના દ્રશ્યો વીડિયોમાં કેદ કર્યા છે. ઉના અને કોડીનાર વચ્ચેનાં દરિયાનાં આ દ્રશ્યો છે. જેમાં ભારે પવન સમુદ્રમાં ઘુમરી મારતો હોવાનો વીડિયો સ્પષ્ટ જોઈ શકાય છે. 

Nov 7, 2019, 08:31 AM IST
ગિરનાર લીલી પરિક્રમા : સમય પહેલા જ પહોંચી ગયા ઉતાવળિયા પરિક્રમાર્થીઓ...તંત્રની દોડધામ વધી

ગિરનાર લીલી પરિક્રમા : સમય પહેલા જ પહોંચી ગયા ઉતાવળિયા પરિક્રમાર્થીઓ...તંત્રની દોડધામ વધી

ગરવા ગિરનારમાં યોજાતી લીલી પરિક્રમા (girnar parikrama) કારતક સુદ અગિયારસની તા. 8 નવેમ્બર, 2019 શુક્રવાર મધ્યરાત્રિથી શરૂ થશે. ત્યારે જુનાગઢ (Junagadh) જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધી દ્વારા એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. એક અખબારી યાદી બહાર પાડી જણાવાયું છે કે, વિધિવિધાન અને પરંપરાગત રીતે પ્રારંભ થયા પછી જ ગિરનારના જંગલ (Gir forest) ના રૂટ ઉપર પ્રવેશ આપવામાં આવશે.

Nov 6, 2019, 10:48 AM IST
ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો, કોડીનાર માર્કેટ યાર્ડમાં હરાજી માટેની 8000 ગુણ મગફળી પલળી

ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો, કોડીનાર માર્કેટ યાર્ડમાં હરાજી માટેની 8000 ગુણ મગફળી પલળી

સમગ્ર રાજ્યમાં મહા વાવાઝોડાની વ્યાપક અસર દેખાવાની શરૂઆત થઈ છે. જેમાં સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે. ગઈકાલથી ગુજરાતના આ બંને પ્રાંતોમાં વરસાદનું આગમન થયું છો. તો ક્યાંક વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હાલ સૌથી મોટું સંકટ ખેડૂતોના માથે છે. આવામાં કોડીનારના માર્કેટિંગ યાર્ડમાં 8 હજાર ગુણ મગફળી પલળી ગઈ છે. 

Nov 2, 2019, 08:55 AM IST
યુવકની અવળચંડાઈ, મોતના ડર વગર હાથમાં સિગરેટથી રોકેટ ફોડ્યું, અને હાથમાં જ ફૂટ્યું, જુઓ Viral Video

યુવકની અવળચંડાઈ, મોતના ડર વગર હાથમાં સિગરેટથી રોકેટ ફોડ્યું, અને હાથમાં જ ફૂટ્યું, જુઓ Viral Video

ફટાકડા સાવચેતીથી ફોડવા (FireCrackers Ban) જોઈએ એવી અનેક સૂચનાઓ છતા પણ કેટલાક લોકો જોખમી ફટાકડા સાથે ખેલ કરતા હોય છે. ફટાકડાથી દાઝી જવાના પણ અનેક બનાવો સામે આવતા હોય છે. તો કેટલાકના જીવ જતા હોય છે. તેમ છતાં લોકો આવી અવળચંડાઈ કરવાથી દૂર રહેતા નથી. જુનાગઢ (Junagadh) નો એક વાયરલ વીડિયો (Viral Video) સામે આવ્યો છે, જેમાં એક યુવક હાથમાં રોકેટ લઈને ફોડી રહ્યો છે, એ પણ સિગરેટથી...

Oct 30, 2019, 01:27 PM IST
ગુજરાતની પ્રખ્યાત રાસ મંડળીની બસનો રાજસ્થાનમાં અકસ્માત, 2ના મોત, બિહાર કાર્યક્રમમાં જઈ રહ્યા હતા

ગુજરાતની પ્રખ્યાત રાસ મંડળીની બસનો રાજસ્થાનમાં અકસ્માત, 2ના મોત, બિહાર કાર્યક્રમમાં જઈ રહ્યા હતા

સુરેન્દ્રનગરની પ્રખ્યાત એવી જોરાવનગર ભરવાડ માલધારી રાસ મંડળી ટીમને રાજસ્થાન (Rajasthan) માં અકસ્માત (Accident) નડ્યો છે. ગુજરાતથી બિહાર જઈ રહેલી ઓરકેસ્ટ્રા દાંડિયાની ટીમની બસ આદર્શ નગર પાલરાની પાસે દુર્ઘટનાગ્રસ્ત બની હતી. જેમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. તો 15થી વધુ લોકો ઘાયલ થયા છે. જોકે, આ અકસ્માત એટલો ગમખ્વાર હતો કે તેમાં મોતનો આંકડો વધવાની આશંકા છે. 

Oct 27, 2019, 02:31 PM IST