Junagadh News : જૂનાગઢમાં હિટ એન્ડ રનમાં ત્રણ મિત્રોના કમકમાટીભર્યા મૃત્યુ થયા છે. ઈકો કારે બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં માણાવદરના એક અને બાંટવાના બે યુવાનોએ જીવ ગુમાવ્યા છે. મોડી રાતે આ ઘટના બની હતી, જેમાં એક ઈકો કાર બાઈકને ફંગોળીને નીકળઈ ગઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોના કોના મોત થયા 


  • બાંટવાના 28 વર્ષના રામ પરેશભાઈ 

  • બાંટવાના ભરત મોરી, 16 વર્ષ 

  • માણાવદરના હરદાસ ઓડેદરા, 34 વર્ષ 


બાટવાના પાજોદ પાસે આ અકસ્માત સર્જાયો હતો. જેમાં મોડી રાતે એક ઈકો કારે બાઈકને ટક્કર મારી હતી. બાઈક પર ત્રણ યુવકો સવાર હતા. કાર ચાલક અકસ્માત સર્જીને નાસી છૂટ્યો હતો. ત્યારે ત્રણેય યુવકો નીચે પટકાયા હતા. આમ, ત્રણ જુવાનજોધ યુવકોના મોતથી ગામમાં માતમ છવાયો છે. હાલ પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 


ચોથા સ્ટેજના કેન્સરની પીડિત વિદ્યાર્થી આપી રહી છે બોર્ડની પરીક્ષા


આ અકસ્માતના નજરે જોનારા સ્થાનિક રામભાઈએ જણાવ્યું કે, ઈકો ગીડી 100થી વધારેની સ્પીડે દોડી રહી હતી. તેણે બાઈકને ફંગોળી હતી. 


તો બીજી તરફ, અમદાવાદ માં એક દિવસમાં બે અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે. એક ઘટનામાં વસ્ત્રાલમાં કાર ચાલકે મહિલા એક્ટીવા ચાલકને અડફેટે લેતા મહિલા એક્ટીવા ચાલકનું ઘટના સ્થળ પર મોત થયું છેય ત્યારે બીજી ઘટનાની વાત કરવા માં આવે તો કેશવબાગ ચાર રસ્તા પર મહિલા કાર ચાલકે મહિલા એક્ટીવા ચાલકને હડફેટે લેતા એક્ટીવા ચાલક મહિલા ગંભીર રીતે ઈજા થતા સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યારે બંને કેસમાં ટ્રાફીક પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. 


સુરતમાં દીપડાની સંખ્યા અઢી ગણી વધી, વનવિભાગે જંગલ પર નજર રાખવા લીધું મોટું પગલું