ભાઇએ બહેનને કહ્યું તારા બોયફ્રેન્ડની મને ખબર છે, મને ખુશ રાખીશ તો કોઇને નહી કહું અને...

ભાઇ બહેનના પવિત્ર સંબંધને કલંકિત કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં શહેરના પોશ વિસ્તારમાં રહેતી સગીરાને અચાનક ચક્કર આવતા તેને હોસ્પિટલે લઇ જવાઇ હતી. જ્યાં તબીબ દ્વારા ચેક કરાતા તે પાંચ માસની સગર્ભા હોવાનું સામે આવતા પરિવાર પર જાણે આભ ફાટી પડ્યું હતું. જો કે સગીરાની પુછપરછ કરવામાં આવતા તેના જ પિતરાઇ દ્વારા તેના પર અનેક વખત દુષ્કર્મ આચરાયું હોવાનું સામે આવ્યું હતું. 

Updated By: Jun 19, 2021, 06:15 PM IST
ભાઇએ બહેનને કહ્યું તારા બોયફ્રેન્ડની મને ખબર છે, મને ખુશ રાખીશ તો કોઇને નહી કહું અને...
પ્રતિકાત્મક તસ્વીર

રાજકોટ : ભાઇ બહેનના પવિત્ર સંબંધને કલંકિત કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં શહેરના પોશ વિસ્તારમાં રહેતી સગીરાને અચાનક ચક્કર આવતા તેને હોસ્પિટલે લઇ જવાઇ હતી. જ્યાં તબીબ દ્વારા ચેક કરાતા તે પાંચ માસની સગર્ભા હોવાનું સામે આવતા પરિવાર પર જાણે આભ ફાટી પડ્યું હતું. જો કે સગીરાની પુછપરછ કરવામાં આવતા તેના જ પિતરાઇ દ્વારા તેના પર અનેક વખત દુષ્કર્મ આચરાયું હોવાનું સામે આવ્યું હતું. 

BHUJ: વરસાદ મન મુકીને વરસ્યા બાદ કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું, નખત્રાણા બંન્ને ધોધ સજીવન

આ અંગે સગીરાની માતાએ આજીડેમ પોલીસ મથકમાં આરોપી પિતરાઇ ભાઇ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદમાં તેણે જણાવ્યું કે, સગીર વયની 12 માં ધોરણમાં અભ્યાસ કરે છે. તે પોતાનાં ફ્રેન્ડ સમીર સાથે સોશિયલ મીડિયા થકી સંપર્કમાં હતી. જો કે આ વાતની જાણ તેના ભાઇ ભૌતિક ઉર્ફે રવિ જેઠવાને થતા તેણે યુવતીને ધમકાવી હતી. તેની વાતચીતનો સ્ક્રીનશોટ લઇને પોતાના મોબાઇલમાં લઇ લીધો હતો. 

ખેડાની એક શાળાના અનોખો અભિગમ, બાળકો માટે તૈયારી કરાયુ કુદરતી વાતાવરણ

ભૌતિકે પુત્રીને બ્લેકમેઇલ કરવાનું શરુ કર્યું અને પિતાને અને ભાઇને જાણ નહી કરવાનાં બદલામાં તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. આમ છ મહિનામાં બે વાર દુષ્કર્મ આચર્યું હતું. જેના કારણે તરૂણી ગર્ભવતી બની હતી. પોલીસે મહિલાની ફરિયાદના આધારે આરોપી સામે અપહરણ, દુષ્કર્મ, પોક્સો અને ધમકી સહિતનાં ગુના દાખલ કર્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube