કાલોલ: ગૌવંશ તસ્કરીનો આરોપી કોરોના પોઝિટિવ, PSI સહિત 6 પોલીસકર્મીઓ ક્વોરન્ટાઈન કરાયા

કાલોલના વેજલપુરના ગૌવંશ તસ્કરી ( cattle smuggling) ના કેસમાં આરોપીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ (Corona Positive)  આવ્યો અને હવે આરોપીના સંપર્કમાં આવેલા વેજલપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ (PSI) સહિત 6 પોલીસકર્મીઓ અને 6 આરોપીઓને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યાં છે. 
કાલોલ: ગૌવંશ તસ્કરીનો આરોપી કોરોના પોઝિટિવ, PSI સહિત 6 પોલીસકર્મીઓ ક્વોરન્ટાઈન કરાયા

જયેન્દ્ર ભોઈ, પંચમહાલ: કાલોલના વેજલપુરના ગૌવંશ તસ્કરી ( cattle smuggling) ના કેસમાં આરોપીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ (Corona Positive)  આવ્યો અને હવે આરોપીના સંપર્કમાં આવેલા વેજલપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ (PSI) સહિત 6 પોલીસકર્મીઓ અને 6 આરોપીઓને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યાં છે. 

આરોપીના સંપર્કમાં આવેલા પોલીસકર્મીઓને હોમ ક્વોરન્ટાઈન જ્યારે આરોપીઓ પૈકી એકને ગોધરા સરકારી ક્વોરન્ટાઈન અને અન્ય 5 આરોપીઓને કાલોલ સબજેલ ખાતે ક્વોરન્ટાઈન કરવા પડ્યા છે. 

અત્રે જણાવવાનું કે વેજલપુરના સદ્દામ યુસુફ ગોધીયાને ગૌવંશને કતલ કરવાના ઈરાદે પોલીસે ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ તેનો કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો જે પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં હડકંપ મચ્યો હતો. ત્યારબાદ સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી. આરોપીના રહેઠાણ વિસ્તારને કન્ટેઈન્મેન્ટ એરિયા જાહેર કરાયો. 

જુઓ LIVE TV

આરોગ્યની 14 ટીમો આગામી 28 દિવસ સુધી વેજલપુરમાં તમામ લોકોની ચકાસણ પણ કરશે. પોઝિટિવ દર્દીના પરિવારજનો સહિત 13 સગાઓને ગોધરા દારૂલ ઉલુમ ખાતે ક્વોરન્ટાઈન કરાયા. કોન્ટેક્ટ ટ્રેસિંગ બાદ 100થી વધુ લોકોને હોમ ક્વોરન્ટાઈન કરાયા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news