ક્યારે કંકુના કરશે ભાજપ! કમુરતા અને હોળાષ્ટક પણ ગયા, પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત ક્યારે?
Gujarat BJP New President : પાટીલ બદલાશે તેવું લગભગા છેલ્લાં ચાર મહિનાથી ગુજરાતમાં સંભળાઈ રહ્યું છે, પરંતું હવે પાટીલ ક્યારે બદલાશે તેવો સવાલ થઈ રહ્યો છે... કમુરતા બાદ હોળાષ્ટક પણ જતા રહ્યા છતાં ગુજરાત ભાજપમાં કંઈ નક્કી થઈ શક્યુ નથી
Trending Photos
Gujarat Politics : કમુરતા જતા રહ્યા, હવે તો હોળાષ્ટક પણ જતા રહ્યાં. પરંતું ભાજપ નવા પ્રદેશ પ્રમુખ કે જિલ્લા પ્રમુખોના નામ પર ફાઈનલ મહોર મારી શકી નથી. પહેલીવાર એવું બન્યું છે કે, ભાજપમાં નિર્ણયો લેવામાં આટલો સમય લાગ્યો હોય. છેક ડિસેમ્બર, 2024 થી ચર્ચા ચાલી રહી છે કે, સીઆર પાટીલને બદલે નવા પ્રદેશ પ્રમુખ આવશે. પરંતુ 2025 નો માર્ચ મહિનો પણ અડધો થઈ ગયો છે, છતાં ભાજપ કોઈ વાત પર સહમતી સાધી શકી નથી. ત્યારે હવે ક્યારે નામોની જાહેરાત થશે તેવું જોવું રહ્યું.
હજી સુધી નથી થઈ નામની જાહેરાત
સીઆર પાટીલ હવે મોદી સરકારના નવા મંત્રી બની ગયા છે. ગુજરાતમાં હવે કમુરતા ઉતરવાની રાહ જોવાઈ રહી હતી. કમુરતા ઉતરતા ઉત્તરાયણ સુધીમાં નવા અધ્યક્ષના નામની જાહેરાત થઈ જાય તેવી સંભાવના હતી. છેક જાન્યુઆરીથી કમુરતા ઉતર્યા ત્યારથી ગુજરાતમાં નવો ગણગણાટ શરૂ થયો છે. ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કોણ બનશે તેની ચર્ચાઓ તેજ બની છે. વિવિધ નામ માર્કેટમાં ફરી રહ્યાં છે. એક તરફ ભાજપ દ્વારા સરપ્રાઈઝ એન્ટ્રીને લઈને ઉત્સુકતા છે, તો બીજી તરફ, હવે એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે, ચાલુ સાંસદ અથવા ધારાસભ્ય પૈકી કોઈ એકને ભાજપ પ્રદેશ પ્રમુખ બનાવી શકાય છે. આ ઉપરાંત ઓબીસી થિયરી પર પણ અનેક નામોની ચર્ચા ચાલી રહી છે. પરંતું નામની જાહેરાત ન થઈ.
હાલ કોઈ શુભ મુહૂર્ત નથી, તો ભાજપ શું કરશે
ફેબ્રુઆરીમાં લાંબી રાહ જોયા બાદ માર્ચ આવ્યો, અને હોળાષ્ટક આવ્યું. હોળાષ્ટકમાં નામની જાહેરાત ન થઈ તે સમજી શકાય. પરંતું હવે તો હોળાષ્ટક પણ ઉતરી ગયા છે. ત્યારે નામની જાહેરાત ક્યારે થશે તે સળગતો સવાલ છે. જોકે, બીજી વાત એ પણ છે કે, ભલે હોળાષ્ટક ઉતરી ગયા હોય, પરંતું હાલ કોઈ શુભ મુહૂર્ત નથી. સામાન્ય રીતે, હોળાષ્ટક પછી, લગ્ન, મુંડન વગેરે શુભ કાર્યો માટે શુભ મુહૂર્ત મળવાનું શરૂ થાય છે, પરંતુ આ વર્ષે કમુરતાં 14 માર્ચથી જ શરૂ થઈ ગયો છે, તેથી હવે લગ્ન માટે શુભ મુહૂર્ત 14 એપ્રિલથી ઉપલબ્ધ થશે. ગઈકાલે (14 માર્ચ) હોળાષ્ટક પૂરો થઈ ગયા છે, પણ લગ્ન માટે હજુ એક મહિના સુધી કોઈ શુભ મુહૂર્ત નથી. ભાજપ હંમેશા સારું મુહૂર્ત સાચવવામાં માને છે, આવામાં જો હજી પણ નવા પ્રદેશ પ્રમુખના નામની જાહેરાતમાં વિલંબ થાય તો નવાઈ નહિ.
ભાજપ માટે સૌથી મોટી કામગીરી નવા પ્રદેશ પ્રમુખની પસંદગી છે. હાલ જે નામો ચર્ચામાં છે તેના પર એક નજર કરીએ તો, રાજ્યસભાના સાંસદ મયંક નાયક અને મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ આ સ્પર્ધામાં મોખરે છે. બંનેના નામની ચર્ચા ચાલી રહી છે. હવે બીજી ચર્ચા એવી પણ ચાલી રહી છે કે, સંઘ સાથે નિકટતા ધરાવતા નેતાને પણ પસંદગીમાં પ્રાધાન્ય મળશે. મયંક નાયક અને અર્જુનસિંહ ચૌહાણ બંને સંઘ સાથે નિકટતા ધરાવે છે.
ભાજપ પ્રમુખ બનવામાં ક્ષત્રિયોનું વર્ચસ્વ
ગુજરાતમાં રાજકીય ઈતિહાસ રહ્યો છે કે, ભાજપનુ સુકાન મોટાભાગે પાટીદાર અને ક્ષત્રિય નેતાને જ સોપાયું છે. જો આ રાજકીય ગણિત આધારે અનુમાન કરવામાં આવે તો, ક્ષત્રિય નેતાઓમાં પૂર્વ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ શિક્ષણમંત્રી કેબિનેટ મંત્રી ઈન્દ્રવિજયસિંહ જાડેજાના નામ ટોચ પર ચાલી રહ્યા છે. જોકે, કોની પસંદગી થશે તે તો સમય આવ્યે ખબર પડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે