કેશુભાઇએ મને તક આપી પણ મે વિશ્વાસઘાત કરી તેમની સરકાર ઉથલાવી, તેનું પરિણામ મને મળ્યું

14 મી વિધાનસભાના 8માં સત્રનો પ્રારંભ થઇ ચુક્યો છે. પ્રથમ દિવસે જ મુખ્યમંત્રી અને વિધાનગૃહના નેતા વિજય રૂપાણીએ 14 મી ગુજરાત વિધાનસભાના આઠમા સત્રના પ્રથમ દિવસે જ ગૃહમાં શોકદર્શક ઉલ્લેખને રજુ કરીને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ અને માધવસિંહ સોલંકી સહિત ચાર પૂર્વ દિવંગત રાજ્યમંત્રીઓ અને ધારાસભ્યોને શોકાંજલી અર્પીત કરવામાં આવી હતી. જ્યારે જામનગર ગ્રામ્ય ધારાસભ્ય રાઘવજી પટેલે વિધાનસભા ગૃહમાં દુખ વ્યક્ત કરતા કહ્યું કે, કેશુભાઇએ મને ટિકિટ અપાવી હતી. એમની જ સરકાર મે ઉથલાવી દીધી હતી. મને આઝે પણ આ વાતનો રંજ છે કે હું તે વખતે સરકાર પાડ્યો હતો. કદાચ એના કારણે જ મને ડાયાબીટીસ અને બી.પીનો રોગ થઇ ગયો હતો. 
કેશુભાઇએ મને તક આપી પણ મે વિશ્વાસઘાત કરી તેમની સરકાર ઉથલાવી, તેનું પરિણામ મને મળ્યું

અમદાવાદ : 14 મી વિધાનસભાના 8માં સત્રનો પ્રારંભ થઇ ચુક્યો છે. પ્રથમ દિવસે જ મુખ્યમંત્રી અને વિધાનગૃહના નેતા વિજય રૂપાણીએ 14 મી ગુજરાત વિધાનસભાના આઠમા સત્રના પ્રથમ દિવસે જ ગૃહમાં શોકદર્શક ઉલ્લેખને રજુ કરીને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ અને માધવસિંહ સોલંકી સહિત ચાર પૂર્વ દિવંગત રાજ્યમંત્રીઓ અને ધારાસભ્યોને શોકાંજલી અર્પીત કરવામાં આવી હતી. જ્યારે જામનગર ગ્રામ્ય ધારાસભ્ય રાઘવજી પટેલે વિધાનસભા ગૃહમાં દુખ વ્યક્ત કરતા કહ્યું કે, કેશુભાઇએ મને ટિકિટ અપાવી હતી. એમની જ સરકાર મે ઉથલાવી દીધી હતી. મને આઝે પણ આ વાતનો રંજ છે કે હું તે વખતે સરકાર પાડ્યો હતો. કદાચ એના કારણે જ મને ડાયાબીટીસ અને બી.પીનો રોગ થઇ ગયો હતો. 

આ અંગે રાઘવજી પટેલે જણાવ્યું કે, મે જે સમયે ભુલ કરી હતી તેનો મને આજીવન રંજ રહેશે. જે રંજ વ્યક્ત કરવા માટેનો આજે મને શ્રેષ્ઠ તક મળી છે અને કેશુભાઇને શ્રદ્ધાંજલી આપતી વખતે મારા મનમાં પડેલી વાત બહાર આવી ગઇ. કેશુભાઇએ કરેલા અન્યાય કબુલ કર્યો અને મે એમ પણ કહ્યું હતું કે, ભુલ કરીનેમે પાપ કર્યું અને એ પાપની મને સજા પણ મળી ચુકી છે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ પૂર્વ રાજ્યમંત્રીઓ સુંદર ચૌહાણ, બાબરભાઇ તડવી, રજનીકાંત રજવાડી અને રોહિતભાઇ પટેલના દુ:ખદ અવસા અંગે શોક વ્યક્ત કરીને સદ્ગત સભ્યોને શ્રદ્ધાંજલી પાઠવી હતી. પૂર્વ ધારાસભ્યો દિનકરભાઇ દેસાઇ, ચંદ્રાબેન શ્રીમાળી, ધારશીભાઇ ખાનપુરા, જોધાઝી ઠાકોર, નરેશ કનોડિયા, મેઘજીભાઇ કણઝરીયા અને ભુપેન્દ્રસિંહ ખાંટના નિધન અંગે દુક વ્યક્ત કરીને આ સભ્યોને શ્રદ્ધા સુમન પાઠવ્યા હતા. 

ગૃહના નેતા તરીકે CM રૂપાણીએ પૂર્વ મુખ્યમંત્રી સ્વ માધવસિંહ સોલંકીએ તેમના મુખ્યમંત્રીકાળ દરમિયાન ઉદ્યોગ, વીજળી, શિક્ષણ, સામાજિક કલ્યાણ અને સાહિત્ય અને સંસ્કૃતિના ઉત્થાન માટે વિકાસને નવી દિશા આપી હોવાનું સ્મરણ કર્યું હતું. મુખ્યમંત્રીના અનુસાર રાજ્યશાળાઓમાં મધ્યાન ભોજન યોજના શરૂ કરનાર સ્વ માધવસિંહ સોલંકીએ કુશળ પ્રશાસક, દીર્ઘદ્રષ્ટા અને ગ્રામજગતના ઉત્થાન અંગે વિચકક્ષણ રાજપુરૂષ તરીકેનું યોગદાન હંમેશા યાદ રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news