ખેડા ન્યૂઝ

અનોખું વિરોધ પ્રદર્શન: આણંદમાં બેન્ડ વાજા સાથે ગધેડાઓ પાસે રીક્ષા ખેંચાવી, શહેરમાં ચકચાર

અનોખું વિરોધ પ્રદર્શન: આણંદમાં બેન્ડ વાજા સાથે ગધેડાઓ પાસે રીક્ષા ખેંચાવી, શહેરમાં ચકચાર

દાવોલ ગામના કોઠીયાપુરામાં રહેતા સંજયભાઈ ચાવડાએ આણંદની અમીન ઓટોમાંથી સાત માસ પૂર્વે  રીક્ષા ખરીદી હતી. પરંતુ રીક્ષા ખરીદ્યા બાદ રિક્ષામાંથી અવાજ આવતો હોવાથી તેઓ દ્વારા વારંવાર ડિલરનાં વર્કશોપમાં રીપેર કરવા લઈ જતા હતા.

May 16, 2022, 04:16 PM IST
ખેડામાં એલિયનની રહસ્યમયી વસ્તુ પડવાનો સિલસિલો ચાલુ, વધુ એક ગોળો આકાશમાંથી પડ્યો

ખેડામાં એલિયનની રહસ્યમયી વસ્તુ પડવાનો સિલસિલો ચાલુ, વધુ એક ગોળો આકાશમાંથી પડ્યો

Mysterious Space Debris : ખેડામાં આકાશમાંથી રહસ્ય વરસી રહ્યુ છે. ખેડાના ખેતરોમાં સતત બે દિવસથી રહસ્યમયી ગોળા આકાશમાંથી પડી રહ્યા છે. આ ગોળાનુ રહસ્ય હજી ઉકેલાયુ નથી, પણ આ એલિયન સાથે જોડાયેલા પદાર્થ હોવાની વાતો વહેતી થઈ છે 

May 14, 2022, 12:48 PM IST
આણંદમાં આકાશમાંથી વરસેલા ગોળાની તપાસ શરૂ કરાઈ, કોઈ મોટા રહસ્યોના સંકેત

આણંદમાં આકાશમાંથી વરસેલા ગોળાની તપાસ શરૂ કરાઈ, કોઈ મોટા રહસ્યોના સંકેત

આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના દાગજીપુરા, ખાનકુવા અને શિલી જીતપુરામાં આકાસમાંથી ગોળા પડવાની ઘટનાને લઈને ચકચાર મચી જવા પામી છે. જેની આજે એફએસએલ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ભાલેજ પોલીસે ગઈકાલે આ અવકાશી ગોળા કબ્જે કર્યા હતા, જેના બાદ આજે FSL દ્વારા તપાસ આરંભાઈ છે, આ તપાસ બાદ જ આ ગોળા હકીકતમાં શાના છે તે માલૂમ પડશે. 

May 13, 2022, 12:35 PM IST
ડાયરામાં નોટોનો વરસાદ જોયો હશે પરંતુ અહીં તો ઢગલા થયા! મધ્યરાત્રીએ ફરી કીર્તિદાને રમઝટ બોલાવી

ડાયરામાં નોટોનો વરસાદ જોયો હશે પરંતુ અહીં તો ઢગલા થયા! મધ્યરાત્રીએ ફરી કીર્તિદાને રમઝટ બોલાવી

આણંદનાં વલાસણમાં બેટી બચાવો માટે એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગુજરાતના લોકલાડીલા કલાકાર કીર્તિદાન ગઢવી આવવાના હતા. હવે ગઢવી આવવાના હોવાથી લોકો ભેગા થાય તે સ્વાભાવિક છે.

May 7, 2022, 09:04 AM IST
કપડવંજ સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, મહિલા ગેંગરેપ કેસમાં 3 ને ફાંસીની સજા સંભળાવાઈ

કપડવંજ સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, મહિલા ગેંગરેપ કેસમાં 3 ને ફાંસીની સજા સંભળાવાઈ

બળાત્કારના કિસ્સાઓમાં ગુજરાતમા ન્યાયપ્રક્રિયા ઝડપી બની છે. આરોપીઓને ઝડપી સજા સંભળાવવામાં આવી રહી છે, તો સાથે જ શોષણ થનારાઓને ન્યાય મળી રહ્યો છે. ત્યારે કપડવંજ સેશન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. નિર્માલી સીમ વિસ્તારમાં યુવતી પર  થયેલા ગેંગરેપ અને હત્યાનો ચુકાદો આવ્યો છે. 2018 ના વર્ષમાં પરણિત મહિલા પર 3 ઈસમોએ ગેંગરેપ ગુજારી મહિલાની હત્યા કરી હતી. ત્યારે કપડવંજ સેશન્સ કોર્ટે ત્રણેય આરોપીઓને ફાંસીની સજા ફટકારી છે. સરકારી વકીલ મિનેષ પટેલે 26 લોકોની જુબાની અને 45 દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા. એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ વી‌.પી અગ્રવાલે આ ચુકાદો આપ્યો હતો.

Apr 29, 2022, 03:12 PM IST
મહમૂદ ગઝનીએ સોમનાથ મંદિરનું લૂટેલું ઘન પરત લાવવા મુસ્લિમ યુવકે કરી માંગ, આપ્યુ લૂંટેલી વસ્તુઓનું લિસ્ટ

મહમૂદ ગઝનીએ સોમનાથ મંદિરનું લૂટેલું ઘન પરત લાવવા મુસ્લિમ યુવકે કરી માંગ, આપ્યુ લૂંટેલી વસ્તુઓનું લિસ્ટ

આજે એક તરફ હિન્દુ મુસ્લિમો વચ્ચે નફરતની રાજનીતી રમાઈ રહી છે, ત્યારે મૂળ ભરૂચ જિલ્લાનાં અને હાલમાં આણંદ શહેરમાં રહેતા મુસ્લિમ યુવકે પોતાનાં પિતાનાં અધુરા રહેલા સ્વપ્નને સાકાર કરવા માટે મહમંદ ગઝની દ્વારા સોમનાથ મંદિર પર હુમલાઓ કરી લુંટીને અફધાનિસ્તાન લઈ જવામાં આવેલી સંપત્તિને દેશમાં પરત લાવવા માટે ચળવળ ચલાવી છે, અને આ માટે તેઓએ સોમનાથ મંદિર ટ્રસ્ટને પત્ર લખ્યો છે. તેમજ તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિને પણ પત્ર લખીને સોમનાથ મંદિરની લુંટમાં લઈ જવાયેલી ઐતિહાસિક સંપત્તિ દેશમાં પરત લાવવા માટે માંગ કરનાર છે

Apr 29, 2022, 01:19 PM IST
હિંસા વચ્ચે કોમી એકતાની મહેંક, મસ્જિદ આવતા જ શોભાયાત્રાનું ડીજે બંધ કરાયું, મુસ્લિમ અગ્રણીઓએ કર્યું સ્વાગત

હિંસા વચ્ચે કોમી એકતાની મહેંક, મસ્જિદ આવતા જ શોભાયાત્રાનું ડીજે બંધ કરાયું, મુસ્લિમ અગ્રણીઓએ કર્યું સ્વાગત

આણંદના પરીખભુવન વિસ્તારમાં પોથી યાત્રામાં કોમી એકતાના દ્રશ્યો સર્જાયા શોભાયાત્રા મસ્જિદ પાસે પહોંચતા જ ડીજે બંધ કરી દેવાયું હતું

Apr 24, 2022, 09:10 AM IST
હિંસા વચ્ચે કોમી એકતાનું આનાથી મોટું ઉદાહરણ નહિ મળે, હિન્દુ-મુસ્લિમ મિત્રોની એકસાથે અંતિમયાત્રા નીકળી

હિંસા વચ્ચે કોમી એકતાનું આનાથી મોટું ઉદાહરણ નહિ મળે, હિન્દુ-મુસ્લિમ મિત્રોની એકસાથે અંતિમયાત્રા નીકળી

આણંદ જિલ્લાના વાસદ તારાપુર સિક્સ લેન હાઇવે પર બોરસદ નજીક સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં પેટલાદ તાલુકાના સુંદરા ગામના બે જીગરજાન હિન્દૂ મુસ્લિમ મિત્રોના કરુણ મોત થયા હતા. ત્યારે સુંદરા ગામમાં બંને મિત્રોની અંતિમ યાત્રા એકસાથે નીકળી હતી. આ અંતિમ યાત્રામાં કોમી એકતાનુ પ્રતિક જોવા મળ્યુ હતું. એક તરફ કુરાનની આયતોનું પઠન થઈ રહ્યુ હતું, તો બીજી તરફ ‘રામ બોલો રામ’નાં જાપ થઈ રહ્યા હતા. આમ, બંને મિત્રોની અંતિમ યાત્રા તોફાની તત્વો માટે એક મિસાલ રૂપ છે. તેમની વિદાયએ આખુ ગામ ચોધાર આસુંએ રડી પડ્યુ હતું. 

Apr 22, 2022, 04:29 PM IST
કર્ણાટકથી આવેલા મુસાફરો મણિલક્ષ્મી તીર્થ પહોંચે તે પહેલા બસને આણંદ પાસે અકસ્માત, 12 ઘાયલ

કર્ણાટકથી આવેલા મુસાફરો મણિલક્ષ્મી તીર્થ પહોંચે તે પહેલા બસને આણંદ પાસે અકસ્માત, 12 ઘાયલ

Bus Accident : આણંદ રેલવે સ્ટેશનથી નીકળેલી બસ હજી તો બોરસદ પહોંચી ત્યા જ મળસ્કે અકસ્માત થયો, 12 ઘાયલ મુસાફરોમાં ચારની હાલત અતિગંભીર છે

Apr 22, 2022, 07:47 AM IST
ખંભાતમાં હિંસા બાદ મોટી કાર્યવાહી, તોફાનીઓના ગેરકાયદે દબાણ પર બુલડોઝર ફેરવાયું

ખંભાતમાં હિંસા બાદ મોટી કાર્યવાહી, તોફાનીઓના ગેરકાયદે દબાણ પર બુલડોઝર ફેરવાયું

રામનવમીના દિવસે ખંભાતમાં થયેલી હિંસાના તોફાનીઓ સામે સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તોફાનીઓના ગેરકાયદે દબાણ પર બુલડોઝર ફરી વળ્યું છે. ખંભાતના શકરપુરમાં ગૃહ વિભાગની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે. કોમી રમખાણ વાળા વિસ્તારમાં ગેરકાયદેસર લારી-કેબિનો પર બુલડોઝર ફરી વળ્યુ છે. યૂપી અને એમપીની જેમ ગુજરાતમાં પણ મોટી કાર્યવાહી કરાઈ છે. તોફાનીઓના ગેર કાયદે દબાણો દૂર કરવામાં આવ્યા છે. પોલીસના મોટા કાફલા સાથે ગેરકાયદેસર દબાણો દૂર કરાયા છે. ટ્રેક્ટરો સાથે તોફાનીઓના દબાણો પર સપાટો ફેરવાયો છે. 

Apr 15, 2022, 01:49 PM IST
જો કોઈ ડેટા એન્ટ્રીનું કામ કરવાની લાલચ આપે તો ચેતી જજો, નહિ તો આવું થઈ શકે છે

જો કોઈ ડેટા એન્ટ્રીનું કામ કરવાની લાલચ આપે તો ચેતી જજો, નહિ તો આવું થઈ શકે છે

આણંદમાં ડેટા એન્ટ્રીના કામના બહાને ઓનલાઈન ઠગાઈ કરતી ટોળકી ઝડપાઇ  સુરતથી ચાલતુ હતું આખુ નેટવર્ક, ચાર શખ્સોની ધરપકડ કરાઈ જે તે વ્યક્તિને ફોન કરીને ડેટા એન્ટ્રી કરવાની લાલચ આપી પોતાની જાળમાં ફસાવતા

Apr 13, 2022, 02:51 PM IST
ખંભાતના રમખાણોમાં મોટો ખુલાસો, રામનવમીના જુલુસ પર પથ્થરમારો કરવા બહારથી લોકો બોલાવાયા હતા

ખંભાતના રમખાણોમાં મોટો ખુલાસો, રામનવમીના જુલુસ પર પથ્થરમારો કરવા બહારથી લોકો બોલાવાયા હતા

communal clash in Gujarat : તપાસ એજન્સીની પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે. જે દિવસ શોભાયાત્રાની મંજૂરી મળી તે દિવસે આ ષડયંત્ર રચવામાં આવ્યું હતું. આ માટે ખંભાતની બહારથી લોકો બોલાવવામાં આવ્યા હતા

Apr 13, 2022, 10:47 AM IST
તાન્યા મર્ડર કેસનો ચુકાદો : પટેલ પરિવારના ત્રણેય સદસ્યોને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

તાન્યા મર્ડર કેસનો ચુકાદો : પટેલ પરિવારના ત્રણેય સદસ્યોને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

Tanya abduction murder case : 22 વર્ષના મીત પટેલના માથે દેવુ થઈ ગયુ હતુ, તેથી તેણે પરિવારજનો અને મિત્રોના મદદથી તાન્યાનું અપહરણ રચીને ખંડણી માંગવાનો પ્લાન બનાવ્યો હતો. માસુમ તાન્યાનું અપહરણ કરીને 70 ફુટ ઉંચેથી મહીસાગર નદીમાં ફેંકીને નિર્મમ હત્યા કરાઈ હતી

Apr 13, 2022, 09:34 AM IST
અમૂલ દૂધ બાદ હવે અમૂલ બટર પણ મોંઘુ થયું, ડેરીએ કર્યો ભાવમાં વધારો

અમૂલ દૂધ બાદ હવે અમૂલ બટર પણ મોંઘુ થયું, ડેરીએ કર્યો ભાવમાં વધારો

amul butter price hike : ધતા જતા ભાવો વિશે અમૂલના એમડી આર સોઢીએ સ્પષ્ટતા કરી કે, દૂધના ભાવ આગામી સમયમાં વધતા રહેશે, પણ ઘટશે નહિ. જેથી દૂધના ભાવમાં ઘટાડાની કોઈ શક્યતા નથી

Apr 8, 2022, 08:48 AM IST
પરીક્ષા બોર્ડની છે, જિંદગીની નહીં…ફરી એકવાર ધો.10નો વિદ્યાર્થી ચાલુ પરીક્ષાએ ઢળી પડ્યો, પરીક્ષાખંડમાં પ્રાણપંખેરૂ ઉડી ગયું

પરીક્ષા બોર્ડની છે, જિંદગીની નહીં…ફરી એકવાર ધો.10નો વિદ્યાર્થી ચાલુ પરીક્ષાએ ઢળી પડ્યો, પરીક્ષાખંડમાં પ્રાણપંખેરૂ ઉડી ગયું

ખેડા જિલ્લાના માતર તાલુકાના લીંબાસી ગામમાં બોર્ડની પરીક્ષા દરમિયાન ચાલુ પેપરે એક દિવ્યાંગ વિદ્યાર્થીનુ મોત થતા ખળભળાટ મચ્યો છે. સ્નેહ કાંનલભાઈ ભોઈ નામનો વિદ્યાર્થી લીંબાસીની નવચેતન સ્કુલમાં ધોરણ. 10ની પરીક્ષા આપી રહ્યો હતો.

Apr 5, 2022, 07:36 AM IST
હીટવેવની આગાહી વચ્ચે ગુજરાતનું વાતાવરણ બદલાયું, આણંદમાં ધુમ્મસથી થયેલા અકસ્માતમાં 8 ઘાયલ

હીટવેવની આગાહી વચ્ચે ગુજરાતનું વાતાવરણ બદલાયું, આણંદમાં ધુમ્મસથી થયેલા અકસ્માતમાં 8 ઘાયલ

accident in anand due to fog : વહેલી સવારથી જ મધ્ય ગુજરાતના અનેક શહેરોમાં ધુમ્મસનુ સામ્રાજ્ય છવાયુ છે, જેને કારણે આણંદમાં આઈસર અને ટેમ્પો એકબીજા સાથે અથડાયા હતા

Mar 31, 2022, 09:40 AM IST
મકાનના બાંધકામમાં આવેલી સગીરાને માલિકે પાછળથી પકડી લીધી, આખરે પીંખીને જ છોડી

મકાનના બાંધકામમાં આવેલી સગીરાને માલિકે પાછળથી પકડી લીધી, આખરે પીંખીને જ છોડી

rape case : આણંદના ઓડમાં ત્રણ બાળકોના પિતા 15 વર્ષની કિશોરી પર દુષ્કર્મ આચર્યા બાદ પીડિતની પિતરાઈ બહેન પર પણ દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો   

Mar 27, 2022, 01:46 PM IST
Love Jihad કાયદાની ઐસી કી તૈસી, વિધર્મી યુવકે પોલેન્ડની લાલચ આપી યુવતીને દુબઈ મોકલી, 4 મહિના રૂમમાં પૂરી હવસ સંતોષી

Love Jihad કાયદાની ઐસી કી તૈસી, વિધર્મી યુવકે પોલેન્ડની લાલચ આપી યુવતીને દુબઈ મોકલી, 4 મહિના રૂમમાં પૂરી હવસ સંતોષી

Love Jihad Law in Gujarat : યુવતીના માતા પિતાને એવું હતું કે તેમની દીકરી પોલેન્ડમાં છે. પણ નડિયાદમાં ચાર માસ સુધી એક રૂમમાં ગોંધાઈને યુવતી વિધર્મી યુવકના હવસનો શિકાર બનતી રહી

Mar 25, 2022, 10:44 AM IST
યુવકને વિદેશ જવાની ઘેલછામાં મળી નકલી ડિગ્રી, આણંદથી પકડાયુ વિદેશ મોકલવાનુ મોટું કૌભાંડ

યુવકને વિદેશ જવાની ઘેલછામાં મળી નકલી ડિગ્રી, આણંદથી પકડાયુ વિદેશ મોકલવાનુ મોટું કૌભાંડ

આણંદમાં નકલી માર્કશીટ બનાવી વિદેશ મોકલવાનું કૌભાંડ ઝડપાયું  બે ભેજાબાજોએ યુવકને રૂપિયાના બદલીમાં રાજસ્થાનની યુનિ.ની નકલી ડિગ્રી પધરાવી

Mar 25, 2022, 08:17 AM IST
અનોખો જુગાડ : આણંદવાસીઓને ગમી ગયો શેરડીનો રસ વેચવાનો આ દેશી જુગાડ 

અનોખો જુગાડ : આણંદવાસીઓને ગમી ગયો શેરડીનો રસ વેચવાનો આ દેશી જુગાડ 

પોતાનું કામ સરળ કરવા માટે આજકાલ લોકો દેશી જુગાડ કરતા હોય છે. ક્યારેક આ દેશી જુગાડ અન્ય લોકોને એટલા ગમી જાય છે કે, ઈન્ટરનેટના આશિકો આ ઈન્ડિયન જુગાડના પ્રેમમાં પડી જાય છે. આવો જ એક દેશી જુગાર મહારાષ્ટ્રના શખ્સે અપનાવ્યો છે, જે આણંદના નાગરિકોને ગમી ગયો છે. આણંદ શહેરમાં શેરડીના રસના કોલાનું મસીન સાથેનો ઠેલો લાવવા લઈ જવા માટે મહારાષ્ટ્ર મૂળના શખ્સે એક અનોખો જુગાડ કર્યો છે. ઠેલા સાથે જૂની મોટર સાયકલ જોડી દીધી છે. જેનાથી તે આસાનીથી શેરડીના રસની લારીને એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરફેર કરી શકાય છે. 

Mar 24, 2022, 12:55 PM IST