ખેડા ભાજપમાં જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યું, કેસરીસિંહ સોલંકીનો પપ્પુ પાઠક પર મોટો આક્ષેપ
Kheda BJP Politics : માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહનો આક્ષેપ કરતો વીડિયો વાયરલ... આક્ષેપમાં કહ્યું કે, વિપુલ પટેલ અમૂલનો ચહેરો, પપ્પુ પાઠક જ મુખ્ય વહીવટદાર
Trending Photos
Kheda News : ખેડા ભાજપમાં જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ બાલાસિનોરના પૂર્વ ધારાસભ્ય રાજેશ ઉર્ફે પપ્પુ પાઠક પર આક્ષેપો કર્યાં છે.
કેસરીસિંહના આક્ષેપ
કેસરીસિંહે આક્ષેપ કરતા કહ્યું કે, ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેન વિપુલ પટેલ છે માત્ર એક ચહેરો. રાજેશ ઉર્ફે પપ્પુ પાઠક દૂધ ઉત્પાદક સહકારી મંડળીનો તમામ વહીવટ કરે છે. હાલ ચેરમેન વિપુલ પટેલ છે, પણ પપ્પુ પાઠક જ મુખ્ય વહીવટદાર છે.
પપ્પુ પાઠકે ખેડૂત ન હોવા છતાં જમીન ખરીદી
કેસરીસિંહે કહ્યું કે, પપ્પુ પાઠકે વડદલા, કરણપુરા, બાલાસિનોર, હાંડીયા, દેવ, ખેડગોધરા, ભાઠડા, ગધેડા, શાકરિયા, નટવરપુરા સહિતના 10 ગામોમાં જમીન ખરીદી છે. પપ્પુ પાઠક ખેડૂત ન હોવા છતાં પણ તેમને અને તેમના પરિવારના નામે 160 વીઘા જમીન ખરીદી છે. 20 સપ્ટેમ્બર 2009 ના દિવસે સાબિત થયું કે તે ખેડૂત નથી તેમ છતાં 4 સપ્ટેમ્બર 2020 માં પપ્પુ પાઠકે પોતાની હયાતીમાં પરિવારની વારસાઈ કરાવી છે.
બંને નેતા ખેડા જિલ્લા દુધ ઉત્પાદક સહકારી મંડળી સાથે જોડાયેલા
ઉલ્લેખનીય છે કે, રાજેશ ઉર્ફે પપ્પુ પાઠક હાલ ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ડિરેક્ટર છે. તો માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ પણ ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ડિરેક્ટર છે.
કેસરીસિંહ સોલંકીએ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરીને પપ્પુ પાઠક સામે આક્ષેપો કર્યા છે. ‘હાલ ચેરમેન વિપુલ પટેલ છે, પણ પપ્પુ પાઠક જ મુખ્ય વહીવટદાર છે....’ તેવું જાહેરમાં કહી દેતા ખેડાના સહકારી રાજકારણમાં મોટો ગરમાવો આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે