close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

મહેમદાવાદ: બાતમીના આધારે દેશી દારૂની હેરાફેરી કરી રહેલા બે લોકો પકડાયા

ખેડા જિલ્લાના મહેમદાવાદમાં ઈલેક્ટ્રીક ગ્રીડ પાસેથી સ્કૂટર પર દેશી દારૂની હેરાફેરી કરતા બે વ્યક્તિઓને પોલીસે બાતમીના આધારે પકડી લીધા. 

Viral Raval Viral Raval | Updated: Nov 18, 2017, 05:35 PM IST
મહેમદાવાદ: બાતમીના આધારે દેશી દારૂની હેરાફેરી કરી રહેલા બે લોકો પકડાયા
સાંકેતિક તસવીર

મહેમદાવાદ: જ્યાં દારૂબંધી છે ત્યાં દારૂની હેરાફેરીઓ જોવા મળી રહી છે. ખેડા જિલ્લાના મહેમદાવાદમાં ઈલેક્ટ્રીક ગ્રીડ પાસેથી સ્કૂટર પર દેશી દારૂની હેરાફેરી કરતા બે વ્યક્તિઓને પોલીસે બાતમીના આધારે પકડી લીધા. આ લોકો પાસેથી લીટર દેશી દારૂ અને એક્ટિવા મળીને કુલ 15000ની આસપાસનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો. પકડાયેલા લોકો સામે દારૂબંધીની કલમ હેઠળ ગુનો નોંધાઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ છે. 

પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ મહેમદાવાદ પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે એક્ટિવા લઈને બે વ્યક્તિઓ દેશી દારૂની હેરાફેરી કરી રહ્યાં છે. મળેલી બાતમીના આધારે પોલીસે ઈલેક્ટ્રીક ગ્રીડ પાસેના માતૃછાયા પેટ્રોલ પંપ પાસે વોચ ગોઠવીને ખેડા તરફથી એક્ટિવા લઈ આવતા ધર્મેશ ઉર્ફે ધમો પૂંજાભાઈ તથા પાછળ બેઠેલા સતિષ રમેશભાઈને પકડ્યાં. 

બંનેના થેલાની તલાશી લેવામાં આવતા તેમાંથી 9 લીટર જેટલો દેશી દારૂ મળી આવ્યો. પોલીસે આ સાથે લગભગ 15000ની કિંમતનો મુદ્દામાલ કબ્જે  કર્યો.