ખેરાલુ બેઠકનું ગણિત : વર્ચસ્વ ઠાકોરોનું, બંને ઉમેદવાર પણ ઠાકોર, નિર્ણય હવે પ્રજા પર...

21 તારીખના રોજ યોજાનારી રાજ્યની 6 વિધાનસભાની પેટાચૂંટણી (Gujarat VidhanSabha By Election 2019) ઓમાં મહેસાણા (Mehsana) જિલ્લાની ખેરાલુ (Kheralu) બેઠકનો સમાવેશ થાય છે. જ્યારથી ગુજરાત રાજ્ય અસ્તિત્વનાં આવ્યુ ત્યારથી આ બેઠક અસ્તિત્વમાં આવી છે. ભરતજી ડાભી વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં પાટણ બેઠક પરથી વિજેતા થતાં અહી પેટાચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસ (Congress) તરફથી બાબુજી ઠાકોર (Babuji Thakor) તો ભાજપ (BJP) તરફથી અજમલજી ઠાકોર (Ajmalji Thakor) સામસામને ટકરાશે. રાજકીય સમીકરણની વાત કરીએ તો ખેરાલુ વિધાનસભા સીટ પર ઠાકોર સમાજ (Thakor Samaj) નું પ્રભુત્વ રહેલું છે. જેથી હાલ બંને પક્ષો દ્વારા ઠાકોર સમાજના ઉમેદવારોને મેદાને ઉતારાયા છે. ત્યારે આવો જોઇએ આ બેઠકનું જ્ઞાતિ સમીકરણ શું કહે છે...
ખેરાલુ બેઠકનું ગણિત : વર્ચસ્વ ઠાકોરોનું, બંને ઉમેદવાર પણ ઠાકોર, નિર્ણય હવે પ્રજા પર...

ગૌરવ પટેલ/અમદાવાદ :21 તારીખના રોજ યોજાનારી રાજ્યની 6 વિધાનસભાની પેટાચૂંટણી (Gujarat VidhanSabha By Election 2019) ઓમાં મહેસાણા (Mehsana) જિલ્લાની ખેરાલુ (Kheralu) બેઠકનો સમાવેશ થાય છે. જ્યારથી ગુજરાત રાજ્ય અસ્તિત્વનાં આવ્યુ ત્યારથી આ બેઠક અસ્તિત્વમાં આવી છે. ભરતજી ડાભી વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં પાટણ બેઠક પરથી વિજેતા થતાં અહી પેટાચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસ (Congress) તરફથી બાબુજી ઠાકોર (Babuji Thakor) તો ભાજપ (BJP) તરફથી અજમલજી ઠાકોર (Ajmalji Thakor) સામસામને ટકરાશે. રાજકીય સમીકરણની વાત કરીએ તો ખેરાલુ વિધાનસભા સીટ પર ઠાકોર સમાજ (Thakor Samaj) નું પ્રભુત્વ રહેલું છે. જેથી હાલ બંને પક્ષો દ્વારા ઠાકોર સમાજના ઉમેદવારોને મેદાને ઉતારાયા છે. ત્યારે આવો જોઇએ આ બેઠકનું જ્ઞાતિ સમીકરણ શું કહે છે...

બળદેવજી ઠાકોરના અલ્પેશ ઠાકોર માટે તીણા વેણ, ‘મારા વેવાઈના દીકરાને મારાથી વધારે કોઈ ના ઓળખે’

બાબુજી ઠાકોરની રાજકીય સફર
બાબુજી 1979થી રાજકારણમાં સક્રિય છે અને ખેરાલુ તાલુકાના લીમડી ગામના રેહવાસી છે. નાનકડા ગામમાંથી આવતા બાબુજી લીમડી ગામના સરપંચ રહી ચૂક્યા છે. લીમડીની દૂધ મંડળીના પ્રમુખ છે. બાબુજી ઠાકોર સમાજના અગ્રણી પણ છે અને સમાજ કલ્યાણના અનેક કાર્યો સાથે જોડાયેલા છે. 

અજમલજી ઠાકોરની રાજકીય સફર
અજમલજી ખેરાલુ તાલુકાના મલેકપુર ગામના રહેવાસી છે. તેઓ ગ્રામ સેવક પણ રહી ચૂક્યા છે. છેલ્લાં 6 વર્ષથી ખેરાલુ તાલુકા ભાજપ ના મહામંત્રી તરીકે કાર્યરત છે. ખેરાલુ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન પદે પણ છે. 

કઈ જ્ઞાતિના કેટલા મતદાર

  • ઠાકોર 62621
  • ક્ષત્રિય 26000
  • ચૌધરી 18329
  • દલિત 17000
  • મુસ્લિમ 14000
  • પાટીદાર 11000
  • પ્રજાપતિ 9090
  • બ્રાહ્મણ 6000
  • રબારી 6604
  • રાવળ 6000
  • દેવીપૂજક 5000
  • દરજી 1900
  • બારોટ 1800
  • સીંઘી 1800
  • સુથાર 1800
  • મોદી 1100
  • શાહ 600

અને અન્ય 15000 મત મળી કુલ 2 લાખ 59 હજાર મતદાતાઓ આ બેઠકમાં નોંધાયેલા છે.  

બેઠકનો ઈતિહાસ
બેઠકનો સૌથી રસપ્રદ ઈતિહાસ એે છે કે તેના પર શંકરજી ઓખાજી પરિવારનો દબદબો જોવા મળે છે. એવી એક પણ ચૂંટણી નથી જ્યારે આ પરિવારના નેતાએ ચુંટણીમાં ઝંપલાવ્યું ન હોય. વર્ષ 1967ની વિધાનસભાની ચૂંટણીને બાદ કરતાં સતત વર્ષ 2002ની વિધાનસભાની ચૂંટણીમા શંકરજી ઓખાજી ચુંટણી લડ્યા હતા. ત્યાર બાદ વર્ષ 2007થી તેમના પુત્ર ભરતજી શંકરજી આ બેઠક પર ચૂંટણી લડી રહ્યા છે. તેઓ 2007, 2012 અને 2017માં ધારાસભ્ય પદે ચૂંટાયા હતા. 

ખેરાલુ અત્યાર સુધી કોનુ રાજ રહ્યું...

  • 1962

નટવર મગનલાલ પટેલ, કોંગ્રેસ - 16497 (5019 મતે વિજય)
શંકરજી ઓખાજી ઠાકોર, સ્વતંત્રપક્ષ - 11478

  • 1967

વી. વી. પરીખ, કોંગ્રેસ - 14212 (223 મતે વિજય)
એમ કે ઠાકોર, સ્વતંત્ર પક્ષ - 13989 

  • 1972

શંકરજી ઓખાજી ઠાકોર, કોંગ્રેસ - 25543 (4468 મતે વિજય)
વસંતલાલ વીરજીલાલ પરીખ, અપક્ષ - 21075

  • 1975

શંકરજી ઓખાજી ઠાકોર, કોંગ્રેસ - 20659 (11 મતે વિજય)
મોહનભાઇ નાથુભાઇ દેસાઇ, અપક્ષ - 20648

  • 1980

મોહનભાઇ નાથુભાઇ દેસાઇ, જનતા પાર્ટી - 37537 (11589 મતે વિજય)
શંકરજી ઓખાજી ઠાકોર કોંગ્રેસ(આઇ) - 25948

  • 1985

શંકરજી ઓખાજી ઠાકોર, અપક્ષ - 27284 (1180 મતે વિજેતા)
મોહનભાઇ નાથુભાઇ દેસાઇ, કોંગ્રેસ - 26104

  • 1990

શંકરજી ઓખાજી ઠાકોર, જનતાદળ - 53065 (33734 મતે વિજય)
હજુરજી હાજાજી ઠાકોર, કોંગ્રેસ - 19331

  • 1995

શંકરજી ઓખાજી ઠાકોર, કોંગ્રેસ - 39968 (1371 મતે વિજય)
ચાંદસિંહ સરદારસિંહ રાણા, ભાજપ - 38597

  • 1998

શંકરજી ઓખાજી ઠાકોર, કોંગ્રેસ - 34013 (2023 મતે વિજય)
વિપુલ માનસિંહભાઇ ચૌધરી, રાજપા - 31990

  • 2002

રમીલાબેન દેસાઈ, ભાજપ - 70300 (18923 મતે વિજય)
શંકરજી ઓખાજી ઠાકોર કોંગ્રેસ 51377

  • 2007

ભરતજી શંકરજી ડાભી, ભાજપ - 57757 (17323 મતે વિજય)
રમીલાબેન રામભાઇ દેસાઈ, કોંગ્રેસ - 40434

  • 2012

ભરતજી શંકરજી ડાભી, ભાજપ - 68195 (18386 મતે વિજય)
બાબુજી ઉજામજી ઠાકોર, કોંગ્રેસ - 49809

  • 2017

ભરતજી શંકરજી ડાભી, ભાજપ - 59847 (21415 મતે વિજય)
મુકેશકુમાર મોધજીભાઇ ચૌધરી, અપક્ષ-  38432

ચાલુ વર્ષની ખેરાલુની પેટાચૂંટણીમાં શંકરજી ઓખાજીના પરિવારનો સભ્ય મેદાને નથી. પણ બંને પક્ષે ઠાકોર ઉમેદવાર હોવાથી જંગ રસાકસી ભર્યો બન્યો છે. 2017ની ચૂંટણીમાં કોંગ્રેસે અલ્પેશ ઠાકોરના કહેવાથી રામજી સોનાજી ઠાકોરને ઉમેદવાર બનાવ્યા હતા, જે ત્રીજા નંબરે 38254 મતે સાથે રહ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news