'રાજકારણમાં જવું કે ન જવું એ મારો સમાજ નક્કી કરશે, સમય આવશે અને સમાજ આદેશ કરશે તો મારે વિચારવું પડશે'

આજની પાટીદાર હોદ્દેદારોની બેઠક પહેલા ખોડલધામ નરેશ પટેલ સાથે વાતચીત કરવામાં આવી છે. તેમણે આજે રાજનીતિમાં  આવવાના એંધાણ આપતા ખળભળાટ  મચ્યો છે. ખોડલધામ નરેશ પટેલે આજે એક મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.

'રાજકારણમાં જવું કે ન જવું એ મારો સમાજ નક્કી કરશે, સમય આવશે અને સમાજ આદેશ કરશે તો મારે વિચારવું પડશે'

ઝી ન્યૂઝ/ રાજકોટ: પાટીદાર અનામત આંદોલનના કેસ મામલે આજે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેના કારણે રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આજે સાંજે મળનાર બેઠકમાં પાટીદારો સામેના કેસ પાછા ખેંચવા અંગે મહત્વપૂર્ણ બેઠક થઈ રહી છે. આ બેઠકમાં આંદોલનમાં મૃતક પાટીદાર યુવાનોના પરિવારને નોકરીની માંગ પણ કરવામાં આવનાર છે. આજે સાંજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને સાંજે 6.30 વાગે પાટીદાર અગ્રણીઓની ખાસ બેઠક મળશે. 

આજની પાટીદાર હોદ્દેદારોની બેઠક પહેલા ખોડલધામ નરેશ પટેલ સાથે વાતચીત કરવામાં આવી છે. તેમણે આજે રાજનીતિમાં  આવવાના એંધાણ આપતા ખળભળાટ  મચ્યો છે. ખોડલધામ નરેશ પટેલે આજે એક મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, મેં મારો પ્રવાસ લેઉવા પટેલ સમાજનું પ્રભુત્વ છે તેવા તાલુકાઓમાં શરૂ કર્યો છે. અને સૌરાષ્ટ્રભરના તમામ તાલુકાઓ હવે પુરા થવામાં છે. આગામી 15 તારીખથી મારો પ્રવાસ ગુજરાતભરમાં શરૂ થવાનો છે. આજે મુખ્યમંત્રી સાથે બેઠક છે. જેમાં પાટીદારના અનેક હોદ્દેદારો આવવાના છે. આજની બેઠકમાં પાટીદાર આંદોલનના મિત્રોને સાથે રાખીને તેમના જે પ્રશ્નો સરકાર સામે મૂકવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, એક સમયે સરકારે અમને વિશ્વાસમાં લઈને જણાવ્યું હતું કે પાટીદાર આંદોલન વખતના કેસ પાછા ખેંચવાના છે અને આંદોલન વખતે ભોગ બનેલા યુવાનોના પરિવારજનોને શું આપવાનું છે તે બાબતે ચર્ચા થનાર છે.

રાજનીતિમાં જોડાવા અંગે ખોડલધામ નરેશન પટેલે જણાવ્યું છે કે, અત્યારે મેં કોઈ જ રાજનીતિમાં જવાનું વિચાર્યું નથી. પરંતુ હા... રાજકારણમાં જવું કે ન જવું એ મારો સમાજ નક્કી કરશે. સમાજનો બહોળો વર્ગ કહેશે તો મારી પાસે કોઈ વિકલ્પ રહેશે નહી અને મારે રાજનીતિમાં જોડાવું પડશે. હવે આગામી સમય નક્કી કરશે મારે આગળ શું કરવાનું છે. સમય આવશે અને સમાજ આદેશ કરશે તો મારે વિચારવું ચોક્ક વિચારવું પડશે. 

નરેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, જે શબ્દોથી મને જગદીશભાઈએ મને નવાજ્યો છે, તેમનો આભાર માનું છું. રાજકારણમાં જવું કે ન જવું તે મારો સમાજ નક્કી કરશે. અત્યારે રાજકારણમાં જવાનો મારો કોઈ વિચાર નથી. મને સમાજ આદેશ કરશે તેમ આગળનો નિર્ણય થશે. સમાજ મને મોટા પાયે આદેશ કરશે તો મારી પાસે કોઈ વિકલ્પ નથી અને મારે રાજકારણમાં આવવું પડશે.

ખોડલધામ અત્યાર સુધી બેલેન્સ કરીને વાતચીત કરતી આવી છે. તમે જોતા હશો કે ઘણી બધી સંસ્થા એક તરફી રહીને કામ કરતી રહે છે, પરંતુ ખોડલધામ સંસ્થાએ હંમેશાં ભાજપના નેતા આવે, કોંગ્રેસના નેતા આવે કે આપના નેતા આવે દરેકને સરખી રીતે માન આપ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news