ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન પદ્દેથી નરેશ પટેલે આપ્યું રાજીનામું

ખોડલધામના ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ નિવૃત્તિનો માર્ગ અપનાવ્યો છે. 

Updated By: Apr 3, 2018, 09:13 PM IST
ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન પદ્દેથી નરેશ પટેલે આપ્યું રાજીનામું

રાજકોટઃ ખોડલધામના ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ નિવૃત્તિનો માર્ગ અપનાવ્યો છે. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન પદેથી નરેશ પટેલ દ્વારા રાજીનામુ આપવામાં આવ્યું છે. નરેશ પટેલે ચેરમેન પદેથી રાજીનામું આપતા અનેક તર્કવિતર્ક સર્જાયા છે. તેમના રાજીનામાંથી પટેલ સમાજ અને રાજકારણ ક્ષેત્રમાં ખળભળાટ મચ્યો છે. તેમણે એક વ્યક્તિના વધુ પડતા વર્ચસ્વથી કંટાળીને આ નિર્ણય લીધો હોવાનું માનવામાં આવી રહ્યું છે. તો ટ્રસ્ટના આંતરીક રાજકારણથી વ્યથિત હતા તે પણ એક પ્રશ્ન છે.

નરેશ પટેલવા વ્યક્તિત્વ પર વાત કરીએ તો, તેઓ સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિ અને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન છે. કાગવડ ખાતે બનેલા ખોડલધામ મંદિરના નિર્માણમાં તેમણે મોટો ફાળો આપ્યો છે. ખોડલધામની વાત કરવામા આવે તો ખોડલધામ લેઉઆ પટેલ સમાજનું મોટુ સંગઠન છે અને સમાજમાં નરેશ પટેલનું વર્ચસ્વ પણ જોવા મળે છે.  

નરેશ પટેલના રાજીનામા બાદ રાજકોટમાં પાટીદાર વિદ્યાર્થીઓએ પરેશ ગજેરા વિરુદ્ધ નારા લગાવ્યા છે.. રાજકોટના સરદાર પટેલ ભવન ખાતે વિદ્યાર્થીઓએ એકઠાં થઈને પરેશ ગજેરા વિરુદ્ધ નારા લગાવ્યા.. વિદ્યાર્થીઓમાં પરેશ ગજેરા વિરુદ્ધ નારાજગી જોવા મળી છે.. મહત્વનું છે કે નરેશ પટેલના રાજીનામાના સમાચાર બાદ પરેશ ગજેરાએ રાજીનામાનો ઈનકાર કર્યો હતો..

ગત શનિવારે નરેશ પટેલ દ્વારા રાજીનામું આપવામા આવ્યું હતુ. જોકે હાલ તો ખોડલધામના ટ્રસ્ટીઓ દ્વારા તેમને મનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.