ગુજરાત સરકારે જાહેર કરેલા કૃષિ રાહત પેકેજથી કિસાન સંઘ પણ નારાજ
Kisan Sangh Allegations : ગુજરાત સરકારે ખેડૂતો માટે જે રાહત પેકેજ જાહેર કર્યું તે અંગે કિસાન સંઘે કહ્યું કે, સરકારે કોઇ માપદંડ જાહેર કર્યા વગર જ રાહત પેકેજ જાહેર કર્યું છે
Trending Photos
)
Gujarat Farmers Help : ગુજરાત સરકારે જાહેર કરેલા કૃષિ રાહત પેકેજથી ભારતીય કિસાન સંઘ પણ નારાજ છે. કૃષિ નુકસાની સામે સરકારે જાહેર કરેલ રાહત પેકેજ ખૂબ ઓછું ગણાવ્યું.
રાજ્ય સરકારના કૃષિ પેકેજ ઉપર ભારતીય કિસાન સંઘ પ્રદેશ મહામંત્રી આર. કે. પટેલે જણાવ્યું કે, સરકારે કયા માપદંડના આધારે ગણતરી કરી તે સમજાતું નથી. નુકસાની ખરેખર જેને થઈ છે, તેની સામે સરકારની રકમ કંઈ જ નથી. આગામી સમયમા ખેડૂતો આક્રોશિત થશે તો કિસાન સંઘ તેમાં જોડાશે. સરકારે કોઇ માપદંડ જાહેર કર્યા વગર જ રાહત પેકેજ જાહેર કરી દીધું છે.
તેમણે આગળ કહ્યું કે, ખેડૂતોના માસ સમૂહમાં મદદ કરી છે તે આવકારદાયક છે. સરકારે રાહત પેકેજ અંગે પુનઃ વિચારણા કરવાની જરૂરું છે. 100 ટકા નુકસાની અને 25 ટકા નુકસાની બંનેને સરખું વળતર કેમ હોય શકે. 10,000 કરોડના ઐતિહાસિક પેકેજની વાતો સરકાર કરતી હોય તો, ખેડૂતોના ભાગે શું આપ્યું એ મોટો પ્રશ્ન છે. ખેડૂતોનો ખર્ચાની વાત કરીએ તો, પર વીધે 18000 થી 28000 જેટલો ખર્ચ છે. આજે પ્રકારનું ખેડૂતોને નુકસાન થયું છે તે ખર્ચ પહેલા નુકસાનને બહાર કાઢવાનું પણ નથી.
કિસાન સંઘે કહ્યું કે, સરકાર અને સમાજ જેને ખરેખર નુકસાન થયું છે એના માટે કશું નથી. સમાજના સૃષ્ટિઓ સમાજના ઉદ્યોગપતિઓએ આગળ આવવું જોઈએ. સરકારે પોતાની મર્યાદા બતાવી દીધી કે બે હેક્ટર પૈસા આપી શકીશું. સમાજે હવે આગળ આવવું પડશે. ખેડૂતોમાં સરકારના પેકેજથી અસંતોષ છે. ખેડૂતોમાં આક્રોશ છે. જો ખેડૂતો આગળ આવશે તો ભારતીય કિસાન સંઘ પણ ખેડૂતોના પડખે રહેશે.
આર.કે પટેલે કહ્યું કે, સરકારે જે આધારે આ પેકેજ જાહેર કર્યું છે તેનો આધાર મૂકવુ જોઈએ. ખેડૂતો માટે ઘાસચારો પણ ન આવે એ પ્રકારનું પેકેજ છે. સરકારે પુનઃ વિચાર કરવાની અમારી માંગ છે. સરકારે પિયત અને બિન પીયતની બાબત કાઢી નાંખી એ આવકારદાયક છે.
તો બીજી તરફ, ખેડૂતોને સરકારે આપેલી સહાય સામે અમિત ચાવડાએ આકરા પ્રહાર કરતા કહ્યું કે, રાજ્યના દરેક ખેડૂતના માથે 56 હજારનું દેવું છે. ખેડૂતોની વહારે આવવાને બદલે ખેડૂતોને સરકાર પડીકું આપી રહી છે. આજે જગતનો તાત તમામ રીતે હેરાન છે અને આર્થિક રીતે પાયમાલ છે. રાજ્યમાં ત્રણ દાયકાથી ભાજપનું શાસન છે. એક તરફ રૂઠી છે અને સરકાર દયાહીન દેખાઈ રહી છે. સરકાર કહે છે ઐતિહાસિક પેકેજ જાહેર કર્યું છે. પરંતું ખેડૂતો કહે છે આ પેકેજ નહીં પડીકું છે. ખેડૂત દેવામાં ડૂબી જશે તો આત્મહત્યાનો દોર ગુજરાતમાં વધારે ચાલશે. દ્વારકામાં ખેડૂતે આત્મહત્યા કરી. સાચા અર્થમાં સરકાર ખેડૂત વિરોધી છે. ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવા કોંગ્રેસની માંગ છે. જો દેવા માફી નહી આપવામાં આવે તો આગામી સમયે કોંગ્રેસ ખેડૂતો સાથે રહી આંદોલન કરશે. પાક વીમો નથી જેના કારણે સરકાર સામે ખેડૂતોએ ભીખ માંગાવી પડે છે. ગુજરાતમાં પાક વીમા લાગુ કરવામાં આવે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














