10 પોઈન્ટમાં જાણો શું છે ‘વાયુ’ વાવાઝોડું, જે ગુજરાતના માથા પર તાંડવ કરશે

લક્ષ્યદ્વીપ ટાપુઓના ગ્રૂપ પાસેથી અરબ સાગરની ઉપર બનેલ વાવાઝોડુ તોફાન વાયુની રફ્તાર ધીરેધીરે વધી રહી છે. આ તોફાન બુધવાર સુધી ગંભીર ચક્રવાતી તોફાનના રૂપમાં તબદીલ થવાની શક્યતા છે. તે ઉત્તર-પશ્ચિમ તરફથી ગુજરાત તરફ તેજીથી વધી રહ્યું છે. મોસમ વિભાગના જણાવ્યા અનુસાર, વાવાઝોડાની સાથે દેશના પશ્ચિમી વિસ્તારોમાં ભારે વરસાદ આવી શકે છે. ત્યારે 10 પોઈન્ટમાં જાણો ગુજરાતમા માથે મંડરાઈ રહેલ વાયુ વિશે...

10 પોઈન્ટમાં જાણો શું છે ‘વાયુ’ વાવાઝોડું, જે ગુજરાતના માથા પર તાંડવ કરશે

અમદાવાદ :લક્ષ્યદ્વીપ ટાપુઓના ગ્રૂપ પાસેથી અરબ સાગરની ઉપર બનેલ વાવાઝોડુ તોફાન વાયુની રફ્તાર ધીરેધીરે વધી રહી છે. આ તોફાન બુધવાર સુધી ગંભીર ચક્રવાતી તોફાનના રૂપમાં તબદીલ થવાની શક્યતા છે. તે ઉત્તર-પશ્ચિમ તરફથી ગુજરાત તરફ તેજીથી વધી રહ્યું છે. મોસમ વિભાગના જણાવ્યા અનુસાર, વાવાઝોડાની સાથે દેશના પશ્ચિમી વિસ્તારોમાં ભારે વરસાદ આવી શકે છે. ત્યારે 10 પોઈન્ટમાં જાણો ગુજરાતમા માથે મંડરાઈ રહેલ વાયુ વિશે...

  • આ તોફાન ગરમ સમુદ્રમાંથી તાકાત એકઠુ કરી રહ્યું છે, અને સોમવાર એક ઊંડા દબાણમાં બદલાઈ ગયું. મંગળવાર-બુધવાર સુધી આ તોફાન એક તાકાતવાન વાવાઝોડાના રૂપમાં સામે આવી શકે છે. ભારતમાં આ ચક્રવાતને વાયુ નામ આપવામાં આવ્યું છે. ગુરુવારે આ તોફાન પોતાની ચરમસીમા પર હશે. મોસમ વિભાગનું કહેવુ છે કે, 13 જૂનની સવારે વાયુ ગુજરાતના પોરબંદર અને અન્ય તટીય વિસ્તારોમાંથી પસાર થશે. ત્યારે તેની રફ્તાર 110-120 કિલોમીટર પ્રતિ કલાકથી 135 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે. 
  • ભારતના મોસમ વિભાગે વાવાઝોડા વાયુ પર ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ઓરેન્જ એલર્ટનો મતલબ થાય છે કે, આ તોફાન જમીન સ્તર પર બહુ વધુ નુકશાન નહિ કરે. જોકે, સમુદ્રની ઉપર તોફાનના મંડરાવાને લઈને માછીમારોને એલર્ટ મોકલાયું છે. ગઈકાલે જ ગુજરાતના માછીમારોને દરિયામાંથી પરત આવવાની સૂચના આપી દેવાઈ હતી. 
  • જોકે, વાયુ વાવાઝોડુ ભારતના દક્ષિણ કિનારાથી ઉત્તર તરફ વધી રહ્યું છે. તેથી વરસાદમાંથી ભેજ દૂર થવાની શક્યતા છે. એક્સપર્ટસની માનીએ તો, મોન્સૂન 15-16 જૂન સુધી આવવાની શક્યતા છે, પણ હવે આવુ નહિ થાય. કારણ કે, વાવાઝોડુ ભેજ ખેંચશે તો ચોમાસુ મોડું થઈ શકે છે. 

સાબરમતી નદીમાંથી નીકળેલા 500 ટન કચરામાં શું શું હતું? જુઓ સમગ્ર અહેવાલ   

  • ચોમાસુ સામાન્યથી એક સપ્તાહ બાદ 8 જૂનના રોજ કેરળ પહોંચ્યું હતું. જો આ ચક્રવાત પાકિસ્તાન તરફ ન ફંટાયું, તો તેનાથી ગુજરાત અને પશ્ચિમી કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદ આવી શકે છે. અધિકારીઓએ કહ્યું કે, તેનાથી ઉત્તરની તરફથી હલચલવાળી હળવી સમુદ્રી હવાઓને ગુજરાત અને રાજસ્થાન તરફથી ઉત્તર ભારત તરફ વળવાની શક્યતા છે. 
  • 13 જૂનની સવારે પોરબંદર અને વેરાવળના કાંઠે વાવાઝોડું ત્રાટકશે. વાવાઝોડાની ગતિ લગભગ 110-120 કિમી પ્રતિ કલાક રહેશે. આ તોફાન ટકરાશે ત્યારે પવનની ગતિ 140 કિમી સુધી જઈ શકે છે. સંભવિત સમુદ્રકાંઠાના વિસ્તારોમાં 4 ઈંચ વરસાદ પડી શકે છે.
  • ભારતીય હવામાન વિભાગની માહિતી મુજબ વાયુ વાવાઝોડું મુંબઈ પર વધારે અસર નહીં કરે. કેમ કે, મુંબઈ દરિયા કાંઠાથી લગભગ 250-300 કિલોમીટર દૂર ગુજરાતના દરિયા કાંઠા તરફ ફંટાશે. મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં
  • માછીમારો અને સમુદ્ર કાંઠે રહેતા લોકોને સતર્ક કરવામાં આવ્યા છે. આજે બપોરથી લઈને મુંબઈમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે. 

વડોદરા : સ્ટર્લિંગ હોસ્પિટલમાં પીરસેલા ફૂડમાંથી નીકળ્યો વંદો, Viral Videoમાં હકીકત આવી સામે

  • તોફાનને પગલે ગુજરાતમાં NDRFની 15 ટીમો વિવિધ જિલ્લાઓમાં સ્ટેન્ડ બાય પર મૂકાઈ છે. રો-રો ફેરી સર્વિસનું ઑપરેશન હાલ પૂરતું સ્થગિત કરવામાં આવ્યું છે. ગુજરાતનો હવામાન વિભાગનો કંટ્રોલ રૂમ સમગ્ર વાતાવરણની પરિસ્થિતિ પર 24 કલાક નજર રાખી રહ્યું છે. સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં પણ કંટ્રોલ રૂમ શરૂ કરાયા છે. તો વાયુને પગલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગનો કંટ્રોલ રૂમ પણ ધમધમી ઉઠ્યો છે. 
  • એક તરફ વાયુ વાવાઝોડું સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે, તો બીજી તરફ દરિયા કાંઠે આવેલા પર્યટન સ્થળો પરથી મુસાફરો પરત ફરી રહ્યાં છે. જેમાં દીવમાં આવેલ પર્યટકો પોતાનો પ્રવાસ ટૂંકાવી રહ્યા છે. 

વાયુ વાવાઝોડા અંગે વધુ જાણો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news